નિઝામુદ્દીનથી આવેલા ૪૬ની યાદીમાંથી કચ્છમાં માત્ર ૬ લોકો - Sandesh
  • Home
  • Kutch-Bhuj
  • નિઝામુદ્દીનથી આવેલા ૪૬ની યાદીમાંથી કચ્છમાં માત્ર ૬ લોકો

નિઝામુદ્દીનથી આવેલા ૪૬ની યાદીમાંથી કચ્છમાં માત્ર ૬ લોકો

 | 2:00 am IST

દિલ્હીનાં નિઝામુદ્દીન સ્થિત તબલિગ જમાતના મરકઝનાં કારણે દેશમાં કોરોના મહામારી વકરી હોવાનું કેન્દ્ર સરકાર જણાવી રહી છે. આ કાર્યક્રમના સમય ગાળા દરમિયાન કચ્છમાંથી ૪૬ લોકો તે વિસ્તારમાં હોવાની યાદી જિલ્લા તંત્રને મળતાં તંત્રમાં હડકંપ મચી જવા પામ્યો હતો. જોકે, કચ્છ માટે રાહતની બાબત એ છે કે, ૪૬ પૈકી માત્ર ૬ લોકો પરત કચ્છમાં ફર્યા છે, જેમને ક્વોરન્ટાઈન કરવામાં આવ્યા હોવાનું જિલ્લા તંત્ર દ્વારા જણાવાયંુ છે. તો આજે ગુરુવારનાં સતત છઠ્ઠા દિવસે પણ કચ્છમાં કોરોનાનો શંકાસ્પદ એક પણ કેસ નોંધાયો નથી.

દિલ્હીનાં નિઝામુદ્દીન વિસ્તારમાં તબલિગ જમાતખાનામાં યોજાયેલા મરકઝ ર્ધાિમક કાર્યક્રમમાં રાજયમાંથી કેટલાક લોકો ત્યાં ગયા હતા તો કેટલા નિઝામુદીન વિસ્તારમાં ગયા હતા જેમાં કચ્છમાંથી ૪૬ લોકો આ વિસ્તારમાં ગયા હોવાની યાદી સરકાર દ્વારા જિલ્લા તંત્રને મળતાં આરોગ્ય અને પોલીસતંત્ર દ્વારા આ લોકોને શોધવા અનેક પ્રયાસો કરવામાં આવ્યા હતા. જોકે, તંત્રનાં દાવા અનુસાર દિલ્હી ગયેલા કચ્છનાં ૪૬ લોકો પૈકી ૪૦ લોકો હજુ સુધી કચ્છમાં પરત ફર્યા નથી, માત્ર ૬ વ્યક્તિ પરત ફરી છે જે પૈકી ૫ વ્યક્તિને ઈન્સ્ટિટયૂૂટમાં જ્યારે એકને હોમ ક્વોરનટાઈન કરવામાં આવી છે. દરમિયાન જિલ્લા આરોગ્ય અધિકારી ડો.પ્રેમકુમાર કન્નરનાં જણાવ્યા અનુસાર આજે ગુરુવારનાં એક પણ શંકાસ્પદ કોરોનાનો કેસ નોંધાયો નથી. જિલ્લામાં ઈન્સ્ટિટયૂૂટ ક્વોરન્ટાઈન હેઠળ ૮૩ અને હોમ ક્વોરન્ટાઈન હેઠળ ૫૪૪૪ લોકોને રાખવામાં આવ્યા છે, જ્યારે ૧૨૦૪ લોકોને ફ્લૂની અસર હેઠળ વિવિધ સરકારી હોસ્પિટલમાં રિફર કરવામાં આવેલ છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો Sandeshની નવી મોબાઇલ એપ્લિકેશન