Only 100 rupees will be allowed to watch the channel 100 since February TRAI
  • Home
  • Business
  • ફેબ્રુઆરીથી 100 ચેનલ જોવા આપવા પડશે માત્ર આટલા રૂપિયા, TRAIની જાહેરાત

ફેબ્રુઆરીથી 100 ચેનલ જોવા આપવા પડશે માત્ર આટલા રૂપિયા, TRAIની જાહેરાત

 | 1:28 pm IST

ટીવી દર્શકોનો ખર્ચ આગામી મહિનાથી ઓછો થવા જઇ રહ્યો છે. ટેલિકોમ રેગ્યુલેટરી ઓથોરિટી ઓફ ઇન્ડિયા(TRAI)ના આદેશ હેઠળ દર્શક 153 રૂપિયા પ્રતિ મહીને ખર્ચ કરીને 100 પેકે ફ્રી ચેનલ્સ જોઇ શકે છે. TRAI એ ગ્રાહકોને 31 જાન્યુઆરીથી પહેલા આ 100 ચેનલ્સ પસંદ કરવાનું કહ્યું છે. કારણકે નવી સિસ્ટમ 1 ફેબ્રુઆરીથી લાગૂ થવા જઇ રહી છે. ગ્રાહકોને મોબાઇલ પર એસએમએસ મોકલી તેની જાણકારી આપવામાં આવી રહી છે. TRAI તરફથી રજૂ કરેલ 2 ટેલિફોન નંબર અને ઇમેઇલ આઇડી દ્વારા પણ તમે વધારે જાણકારી પ્રાપ્ત કરી શકો છો.

TRAI મુજબ, બેસ પેકમાં HD ચેનલ્સ સામેલ નથી. જોકે, કેટલીક મીડિયા એજન્સીઓએ ખબર આપી છે કે HD ચેનલ્સ પણ પસંદ કરી શકાય છે. એક HD ચેનલ બે SD ચેનલ્સ બરાબર હશે. ગ્રાહક તેના સર્વિસ પ્રોવાઇડરથી જાણકારી લઇ શકે છે.

આ નંબર પર કરો કોલ

ગ્રાહક 011-23237922 અને 011-23220209 નંબરો પર કોલ કરીને કે [email protected] या [email protected] ઇમેઇલ મોકલીને પણ વધારે જાણકારી પ્રાપ્ત કરી શકે છે અને પોતાની દુવિધા દૂર કરી શકે છે.

0-19 રૂપિયા સુધીની ચેનલ

ઉલ્લેખનીય છે કે TRAI ના દરેક કેબલ અને DTH ઓપરેટર્સ 1 ફેબ્રુઆરીથી નવી સિસ્ટમને લાગૂ કરવાનો આદેશ આપ્યો છે. જે હેઠળ ગ્રાહકોને માત્ર તે ચેનલ્સ માટે જ ચાર્જ આપવો પડશે જે ચેનલ જોઇ રહ્યા છે. એક ચેનલ માટે ન્યૂનતમ 0થી વધારે 19 રૂપિયા ખર્ત કરવા પડશે. ચેનલ્સ અલગ અલગ કે બુકે તરીકે પસંદ કરી શકાય છે.

નવી સિસ્ટમની શરૂઆત પહેલા 29 ડિસેમ્બર 2018થી થવાની હતી. પરંતુ બાદમાં ડેડલાઇન વધારીને 1 ફેબ્રુઆરી કરી દેવામાં આવી છે.