માત્ર ૨૫૦૦ રૂપિયામાં આધાર ડેટા મેળવી શકાય છે : કોંગ્રેસનો આરોપ - Sandesh
  • Home
  • India
  • માત્ર ૨૫૦૦ રૂપિયામાં આધાર ડેટા મેળવી શકાય છે : કોંગ્રેસનો આરોપ

માત્ર ૨૫૦૦ રૂપિયામાં આધાર ડેટા મેળવી શકાય છે : કોંગ્રેસનો આરોપ

 | 2:17 am IST

। નવી દિલ્હી ।

ભારતમાં આધાર ડેટાબેસની સુરક્ષાને લઇને ફરી એક વાર સવાલ ઊભો થયો છે. ત્રણ મહિના લાંબી તપાસ બાદ એક મીડિયાના અહેવાલમાં દાવો કરવામાં આવ્યો હતો કે ડેટાબેસમાં એક સોફ્ટવેર પેચ દ્વારા હેક કરવામાં આવ્યું છે. હેકથી આધારના સિક્યોરિટી ફીચરને બંધ કરી શકાય છે. હફપોસ્ટ ઈન્ડિયાના અહેવાલમાં દાવો કરવામાં આવ્યો હતો કે કોઇ પણ અનધિકૃત વ્યક્તિ માત્ર રૂ. ૨૫૦૦માં સહેલાઇથી મળતા આ પેચ દ્વારા દુનિયામાં ક્યાંયથી પણ આધાર આઇડી તૈયાર કરી શકે છે.

અહીં નોંધવું ઘટે કે આધારના ડેટાબેસમાં એક અબજથી વધુ લોકોની અંગત માહિતી અને બાયોમેટ્રિક્સ ડિટેલ સામેલ છે. આંચકો પમાડે એવી વાત તો એ છે કે આવા નંબરોનો અત્યારે પણ ઉપયોગ થઈ રહ્યો છે. આ સીધી રીતે રાષ્ટ્રીય સુરક્ષા સાથે જોડાયેલો મામલો છે. આ ખબર એવા સમયે આવ્યા છે જ્યારે ભારત સરકાર પોતાના નાગરિકોની ઓળખ માટે આધાર નંબરને અનિવાર્ય બનાવવાની દિશામાં આગળ વધી રહી છે. મોબાઇલ ફોનથી લઇને બેન્ક ખાતાં સુધીની બાબતો માટે આધાર નંબર જરૂરી છે.

UIDAI દ્વારા આધાર સોફ્ટવેરનું કથિત રીતે હેકિંગ થયું હોવાના સમાચારને રદિયો આપવામાં આવ્યો છે. મંગળવારે સત્તાવાર રીતે પોતાના નિવેદનમાં UIDAIએ સોશિયલ અને ઓનલાઇન મીડિયામાં આધાર એન્રોલમેન્ટ સોફ્ટવેરનું હેક થયું હોવાના વહેતા થયેલા અહેવાલને ખોટો ગણાવ્યો હતો.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો Sandeshની નવી મોબાઇલ એપ્લિકેશન

;