GST પર મોટી રાહત: 177 વસ્તુઓ પર ઘટ્યો ટેક્સ, જાણો એક ક્લિક પર કંઇ વસ્તુઓ થઇ સસ્તી - Sandesh
  • Home
  • Business
  • GST પર મોટી રાહત: 177 વસ્તુઓ પર ઘટ્યો ટેક્સ, જાણો એક ક્લિક પર કંઇ વસ્તુઓ થઇ સસ્તી

GST પર મોટી રાહત: 177 વસ્તુઓ પર ઘટ્યો ટેક્સ, જાણો એક ક્લિક પર કંઇ વસ્તુઓ થઇ સસ્તી

 | 3:06 pm IST

ગુડઝ એન્ડ સર્વિસ ટેક્સ (GST)માં 28 ટકા ટેક્સના દાયરામાં આવનાર 177 વસ્તુઓ પર ટેક્સ ઘટાડીને 18 ટકા ટેક્સ સ્લેબના દાયરામાં લવાશે. શુક્રવારના રોજ જીએસટી કાઉન્સિલની મીટિંગ બાદ બિહારના ઉપ મુખ્યમંત્રી સુશીલ કુમાર મોદીએ મીડિયા સાથે વાત કરતાં આ અંગેની માહિતી આપી. સરકારના આ નિર્યણ બાદ હવે માત્ર 50 વસ્તુ જ 28 ટકા ટેક્સના દાયરામાં રહેશે. બિહારના ઉપ-મુખ્યમંત્રી સુશીલકુમાર મોદીએ કહ્યું કે જીએસટી કાઉન્સિલે 28 ટકા ટેક્સ દાયરામાં મોટાભાગે લક્ઝરી, બિન-જરૂરી, અને હાનિકારક સામગ્રી સહિત માત્ર 50 વસ્તુઓને જ રાખવાનો નિર્ણય કર્યો. જો કે તેની ઔપચારિક જાહેરાત આજે સાંજે કરાશે.

જીએસટીની ટેકનોલોજી સંબંધિત ગતિવિધિઓને મૉનિટર કરવા માટે બનાવામાં આવેલા ગ્રૂપ ઑફ મિનિસ્ટર્સમાં 5 સભ્ય છે, જેના પ્રમુખ સુશીલ કુમાર મોદી છે. મોદીએ કહ્યું કે દરેક ઘરમાં સામાન્ય રીતે ઉપયોગ થનાર વસ્તુઓ જેવી કે સેનેટરી, સૂટકેસ, વૉલપેપર્સ, પ્લાયવુડ, સ્ટેશનરી આર્ટિકલ, ઘડિયાળ, પ્લેઇંગ ઇન્સ્ટ્રુમેન્ટસ વગેરે વસ્તુઓ પર સરકાર મોટી છૂટની જાહેરાત કરી શકે છે. આ વસ્તુઓ પર ટેક્સમાં છૂટનો ઉદેશ વેપારીઓ અને કન્ઝયુમર્સને રાહત આપવાની છે.

સુશીલ મોદીએ કહ્યું કે પહેલાં 62 આઇટમોને સૌથી ઉચ્ચ કરવાળા દાયરામાં રાખવાના હતા, પરંતુ મીટિંગમાં ઘણી ચર્ચા બાદ બીજી કેટલીક આઇટમ આ કેટેગરીમાંથી ઘટાડવામાં આવી. હવે માત્ર 50 વસ્તુઓ પર જ 28 ટકા ટેક્સ લાગશે. તેમણે કહ્યું કે આફટર શેવ, ડિઓડ્રંટ, વોશિંગ પાવડર, ગ્રેનાઇટ અને માર્બલ જેવી વસ્તુઓ પર હવે 18 ટકા ટેક્સ લાગશે. મોદીએ જીએસટી કાઉન્સિલના આ નિર્ણયને ઐતિહાસિક ગણાવ્યો.

શું થશે સસ્તું
કહેવાય છે કે મીટિંગમાં નિર્ણય લેવાયો છે કે ચોકલેટ, ફૂડ પ્રોડક્ટસ, માર્બલ, અને પ્લાયવુડ જેવી કેટલીય પ્રોડક્ટ હવે 18 ટકાના દાયરામાં આવશે.

શું સસ્તું નહીં થાય
જ્યારે કહેવાય છે કે પેન્ટ, સિમેન્ટ, વોશિંગ મશીન, ફ્રીજ, અને તમાકુ જેવી પ્રોડક્ટની વસ્તુઓ પર કોઇ રાહત મળશે નહીં.

ઉલ્લેખનીય છે કે જીએસટી લાગૂ થયા બાદથી જ જીવન જરૂરી વસ્તુઓ પર વધુ ટેક્સ વસૂલીને લઇ સરકારની ઘણી નિંદા થઇ રહી હતી. ત્યારબાદ સરકાર દ્વારા આ વસ્તુઓ પર ટેક્સ ઘટાડવાની આશા છેલ્લાં ઘણા સમયથી વ્યક્ત કરાઇ રહી હતી.