Your debit-credit card can be hacked in less than 6 seconds: Research
  • Home
  • Featured
  • શું તમને ખબર છે? માત્ર 6 સેકેન્ડમાં હેક થઇ શકે છે કોઇપણ ડેબિટ કે ક્રેડિટ કાર્ડ!

શું તમને ખબર છે? માત્ર 6 સેકેન્ડમાં હેક થઇ શકે છે કોઇપણ ડેબિટ કે ક્રેડિટ કાર્ડ!

 | 10:07 am IST

ભારતને કેશલેસ સોસાયટી બનાવવા માટે સરકાર યુદ્ધના ધોરણે પ્રયત્નો કરી રહી છે. દેશમાં ઈ-બેકિંગને પ્રમોટ કરવામાં આવી રહ્યું છે. પરંતુ સાઈબર સિક્યોરિટી નિષ્ણાતોએ ઓનલાઈન લેવડ-દેવડ તથા બેન્કિંગ પ્રણાલી સુરક્ષાને લઈને ગંભીર ચિંતાઓ વ્યક્ત કરી છે. ઈન્ટરનેટ પર લેવડ-દેવડ માટે ક્રેડિટ, ડેબિટ કાર્ડ, નેટ બેન્કિંગ, ઈ-વોલેટ, બિટક્વાઈસનો પ્રયોગ થાય છે.

એવામાં સાઈબર બાબતોના નિષ્ણાતો દ્વારા માત્ર 6 સેકન્ડમાં ક્રેડિટકાર્ડની જાણકારી, જેમાં એક્સપાયરી ડેટ તથા સીવીવી નંબર પણ સામેલ છે તે જાણીને બતાવ્યું હતું. આમા રસપ્રદ વાત તે છે કે, આ હેકિંગમાં વધારે મગજ દોડાવવાની જરૂરત પડતી નથી. આમાં કેટલીક ઈ-કોમર્સ વેબસાઈટ પરથી જાણકારી લગાવીને અંદાજો લગાવવાથી જ કામ ચાલી જાય છે. યૂનિવર્સિટી ઓફ ન્યૂકેસલના સંશોધકર્તાએ એક વીડિયોમાં જણાવ્યું છે કે, ઓનલાઈન પેમેન્ટમાં ક્રેડિટ કાર્ડ કેવી એક કમજોર કડી સાબિત થાય છે. હૈકર્સ માટે સંવેદનશીલ જાણકારી મેળવવા માટે મુશ્કેલી પડવાના બદલે સરળ થઈ ગઈ છે.

‘ડિસ્ટીબ્યુટેડ ગેસિંગ એટેક’ નામથી ઓળખાતી આ ટેકનોલોજી ઓનલાઈન ટ્રાન્ઝેક્શન માટે બનાવેલા બધા સુરક્ષા ફિચરોને તોડી શકે છે. પાછલા મહિને બ્રિટનમાં ટેસ્કોના હજારો ગ્રાહકોના ટેડા હેક કરવા પાછળ પણ આ ટેકનોલોજીનો ઉપયોગ કરવામાં આવ્યો હોય તેવું બતાવવામાં આવી રહ્યું છે. રિસર્ચરે વીઝા પેમેન્ટ સિસ્ટમ દ્વારા ઓનલાઈન ટ્રાન્ઝેક્શનમાં બે ખામીઓ પકડી પાડી છે.

પહેલી ઓનલાઈન પેમેન્ટ સિસ્ટમ્સ પર કેટલીક વાર કરવામાં આવેલા ખોટા પેમેન્ટ રિક્વેસ્ટને ડિટેક્ટ કરી શકાતી નથી, જો તેને જુદી-જુદી સાઈટો પર જઈને કરવામાં આવી હોય. એવામાં દરેક સાઈટ પર વધારેમાં વધારે 20 પ્રયત્ન પ્રતિકાર્ડ દ્વારા કરી શકાય છે. એટલે કે, એક સાઈટ પર એક કાર્ડની જાણકારી નાંખ્યા બાદ બીજી સાઈટ પર જઈને તે જ કાર્ડની 20 અને કોમ્બિનેશન ટ્રાઈ કરી શકે છે.

બીજુ તે કે, વેબસાઈટ નિયમિત રીતે તપાસ કરતી નથી કે, કાર્ડની જાણકારી અલગ-અલગ રીતે માંગવામાં આવી છે. ન્યૂકેસલ યૂનિવર્સિટીના પીએચડી સ્કોલર મોહમ્મદ અલીએ એક વેબસાઈટને જણાવ્યું કે, આ બંને ખામીઓ એટલી ખતરનાક નથી પરંતુ જ્યારે બંનેને એક સાથે ખરાબ દાનતથી પ્રયોગ કરવામાં આવે તો, એક સાઈબર ક્રિમિનલ સરળતાથી ક્રેડિટ કાર્ડની સુરક્ષા જાણકારી 6 સેકન્ડમાં મેળવી શકે છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો Sandeshની નવી મોબાઇલ એપ્લિકેશન