માત્ર આઠ જ વર્ષની ઉંંમરે મેગેઝીનની સંપાદક ! - Sandesh
NIFTY 10,985.70 -33.20  |  SENSEX 36,489.78 +-51.85  |  USD 68.6300 +0.11
1.6M
1M
1.7M
APPS
  • Home
  • Supplements
  • Kids World
  • માત્ર આઠ જ વર્ષની ઉંંમરે મેગેઝીનની સંપાદક !

માત્ર આઠ જ વર્ષની ઉંંમરે મેગેઝીનની સંપાદક !

 | 4:04 am IST

આઠ વર્ષમાં તો આપણી પાસે શબ્દોનું એટલું જ્ઞાાન હોેતું નથી. તેમજ આપણે ભાષાને સમજવાનો પ્રયાસ કરતા હોઇએ છીએ. જ્યારે આઠ વર્ષની છોકરી રોક્સીએ મેગેઝિનનું સંપાદન કરે છે. રોક્સી તેની ઉંમરના બાળકો માટે આવતું મેગેઝિન “ઇટ ગર્લ” ઔમાં  સંપાદક તરીકે કામ કરે છે. રોક્સીની ઉંમરના બીજા બાળકો જ્યારે સ્કૂલે જવું, રમવંુ તોફાન કરવું જેવા કામ કરતા હોય છે. જ્યારે રોક્સી મેગેઝિન સંભાળે છે.

બે મહિના પહેલાં જ તે નવ વર્ષની થઇ છે, સત્તાવાર રીતે સૌથી નાની વયની મેગેઝિનની તંત્રી જાહેર કરવામાં આવી છે. રોક્સી નામની આ છોકરી સૌથી નાની વયની સંપાદક તરીકે વર્લ્ડ રેકોર્ડ પોતાના નામે કર્યોે છે.

રોક્સી નામની આ છોકરી એ “ઇટ ગર્લ મેગેઝિન” નામના મેગેઝિનનું સંપાદન કામ કરે છે. છ મહિના પહેલા જ્યારે તેને પહેલી વાર તેનું સંપાદન કયંર્ુ હતંુ ત્યારે આ મેગેઝિન ઓસ્ટ્રેલિયા અને ન્યૂઝિલેન્ડનમાં સફળ થયંુ હતું. સંપાદન તરીકે રોક્સી આ મેગેઝિનમાં તંત્રી લેખ લખવા, મેગેઝિન છપાવા જતાં પહેલાં તેની ચકાસણી કરવી, બજારનું સંશોધન કરવું તેમજ તંત્રી વિભાગની વિભાવના તૈયાર કરવી તેમજ સંપાદન વિભાગ માટે રચનાત્મક કામ કરે છે. આ મેગેઝિનનું કામ તે સ્કૂલના કામની સાથે જ કરે છે. રોક્સીની પ્રભાવશાળી પ્રતિભાને જોતા લાગે છે કે રેકોર્ડસને તોડવા માટે ઉંમર ક્યાંય નડતી નથી.

જ્યારે તેને તેના આ કામ વિશે પૂછવામાં આવ્યું કે તે શા માટે આ કામ કરે છે અને તેને મેગેઝિનનું તંત્રી બનવું કેમ ગમે છે? ત્યારે રોક્સીએ કહ્યું કે “મારે મારી ઉંમરના છોકરાઓ કરતાં કંઇક અલગ જ કરવંુ હતંુ કે જે મારી ઉંમર કરતા મોટા લોકો જ કરી શકે એવું જ કંઇક કામ કરવું હતું , હું હજુ નાની છું અને મારી ઉંમરના બાળકોની સાથે રહેતાં મને ખ્યાલ આવે છે કે બાળકોને શું ગમે, શું જાણવું હોય તેની બધી જ મને ખબર હોય તેમના માટે શું સારું અને તેમને શેની માહિતી જોઇએ છે.”

રોક્સી હંમેશાંથી સ્કૂલમાં સારી રીતે અભ્યાસ કરે છે તેમજ તે લખવા અને વાંચવામાં ખૂબ જ સારી છે. તેથી તે ઇટ ગર્લ માટે યોગ્ય ઉમેદવાર છે જ્યારે ઇટ ગર્લ માટે નક્કી કરેલ ગ્રૂપના લોકોમાંથી ઉમેદવારની શોધ કરવામાં આવી રહી હતી ત્યારે આ બધામાં રોક્સી વધુ સારી ઉમેદવાર રહી હતી.