Only if you give a list of 200 guests to the police, the marriage will be allowed under curfew
1.6M
1M
1.7M
APPS
 • Home
 • Ahmedabad
 • લગ્ન માટે થનગની રહેલા યુગલો માટે રાહતના સમાચાર, કરફ્યૂમાં પણ થઈ કરી શકશો લગ્ન પણ…

લગ્ન માટે થનગની રહેલા યુગલો માટે રાહતના સમાચાર, કરફ્યૂમાં પણ થઈ કરી શકશો લગ્ન પણ…

 | 7:53 am IST
 • Share

અમદાવાદ શહેરમાં શનિ-રવિ દિવસે અને તે સિવાય સુરત, વડોદરા, રાજકોટની સાથે  દરરોજ રાત્રે કરફ્યૂજાહેર કરી દેવાયો છે. કરફ્યુના કાળમાં લગ્ન, સત્કાર સમારોહ માટે પહેલા ૨૦૦ મહેમાનોની યાદી નજીકના પોલીસ સ્ટેશને સોંપવી પડશે ! જેના આધારે પોલીસ સામાજીક પ્રસંગ ઉજવવાની મંજૂરી આપશે.

કોરોનાને કારણે અવનવી ગાઈડલાઈનને કારણે ગુજરાતમાં સાડા સાત મહિનાથી અનેક પરીવારો પોતાના બાળકોના લગ્નો કરી શક્યા નથી. દોઢ મહિના પહેલા સરકારે અનલોક- ૫ની ગાઈડલાઈન જાહેર કરી ત્યારે લગ્નોના મૂર્હત નહોતા. હવે લાભ પાંચમ, દેવ ઉઠી એકાદશી પછી મોટાપાયે લગ્નોના મૂર્હત છે અને છેલ્લા એક સવા મહિનાથી કંકોતરી સાથે ચૌ તરફ આમંત્રણો અપાયા છે ત્યારે ગુજરાત સરકારે ચારેય મહાનગરોમાં રાત્રિ કરફ્યૂજાહેર કર્યો છે. જેના કારણે આ પરિવારોને મુશ્કેલી પડી શકે તેમ છે.  જો કે, આ સંદર્ભે નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલને પુછવામાં આવ્યુ ત્યારે તેમણે કહ્યુ કે, અમદાવાદમાં શુક્રવારની રાતથી સોમવારની સવાર સુધી કરફ્યૂરહેશે. આ સ્થિતિમાં જેમના ત્યાં લગ્ન હોય તેઓ નજીકના પોલીસ સ્ટેશનમાં ૨૦૦ આમંત્રિતોની યાદી આપશે તો તે પ્રમાણે લગ્નમાં જવા આવવાની મંજૂરીની વ્યવસ્થા થશે. અન્ય શહેરોમાં પણ રાત્રિ કરફ્યૂહોવા સંબંધે તેમણે કહ્યુ કે, લગ્નોમાં ભાજન કે રિસેપ્શન દિવસે જ રાખવામાં આવે તો રાત્રે મંજૂરી લેવાનો પ્રશ્ન જ રહે નહી.

નાયબ મુખ્યમંત્રીની આ ચોખવટ અને પોલીસ કમિશનરોના જાહેરનામા બાદ શનિ- રવિમાં જેમના પરીવારોમાં લગ્નો છે તેમની ઉપાધિ વધી ગઈ છે.

શહેરમાં લાદેલા કરફ્યૂમાંકોને કેવી છૂટછાટ

અમદાવાદ પોલીસ કમિશનરના આદેશથી નીચે જણાવેલ સેવાઓ સાથે સંકળાયેલ વ્યક્તિઓ / સંસ્થાઓને કરફ્યુના હુકમમાંથી મુક્તિ આપવામાં આવી છે

 1. સીએનજી, એલપીજી, પીએનજી, પાણી, સ્વચ્છતા સહિતની સેવાઓ, વીજ ઉત્પાદન અને ટ્રાન્સમિશન એકમ, ટેલિકોમ્યુનિકેશન સર્વિસીસ, રાષ્ટ્રીય માહિતી કેન્દ્ર, પ્રારંભિક ચેતવણી એજન્સી
 2. પોલીસ, હોમગાર્ડઝ, સિવિલ ડિફેન્સ, ફયર એન્ડ ઈમરજન્સી સેવાઓ, ડિઝાસ્ટર મેનેજમેન્ટ, સંરક્ષણ કેન્દ્રીય સશસ્ત્ર પોલીસ દળ,જેલો અને મ્યુનિસીપલ કોર્પોરેશનની આવશ્યક સેવાઓ
 3. જાહેર અને ખાનગી ક્ષેત્ર સહિતની તમામ તબીબી સેવાઓ તથા ઈ – કોમર્સ દ્વારા ફર્માસ્યુટિકલની હોમ ડિલીવરી
 4. દૂધ વિતરણ
 5. ઇલેક્ટ્રોનીક મીડિયા, પ્રિન્ટ મીડિયા
 6. ખાનગી સીકયુરીટી સેવાઓ
 7. આવશ્યક ચીજવસ્તુઓના ઉત્પાદન એકમો, ફર્માસ્યુટીકલ તથા જે ઉત્પાદન એકમોમાં સતત પ્રક્રિયાની જરૂર પડે છે
 8. અંતિમ સંસ્કારના કિસ્સામાં, વીસ જેટલા વ્યક્તિ સુધી ભેગા થવાની છૂટ
 9. લગ્ન પ્રસંગમાં સ્થાનિક પોલીસ સ્ટેશનની મંજુરી અનુસાર
 10. રેલવે અને એરપોર્ટ પર માલસામાનની હેરફેર માટેની પ્રવૃતિઓ
 11. રેલવે તથા હવાઈ માર્ગે અવર – જવર કરનાર મુસાફ્રોને લેવા તથા મુકવા માટે માન્ય ટિકીટ રજૂ કર્યેથી મંજુરી જે માટે જ ટેકસી તથા રેડિયો કેબ સેવાઓ ચાલુ રહેશે
 12. ATM બેન્કીંગ ઓપરેશનના IT વેન્ડરો સહિત, ATM ઓપરેશન અને રોકડ વ્યકસ્થાપન એજન્સીઓ
 13. તમામ પ્રકારના માલસામાનનું પરિવહન
 14. NIC Scientist-B, CGL Tier-3, CSIR NET Exam, CA, SSC વિગેરે અન્ય માન્ય પરીક્ષા આપવા જતા પરીક્ષાર્થીઓને માન્ય પ્રવેશપત્ર-ઓળખપત્રના આધારે લેવા તથા મુકવા જવા માટેની મંજુરી
 15. ભારત સરકારના તથા ગુજરાત સરકારના વખતો વખતના સુધારા આદેશોને અધીન અપવાદો
 16. પોલીસ કમિશનર અમદાવાદ શહેરના તરફ્થી ખાસ પરવાનો ધરાવતી વ્યક્તિઓ
 17. આ તમામ છુટછાટો સોશિયલ ડીસ્ટન્સીંગ, ફેસ કવર સહિતની COVID-૧૯ની માર્ગદર્શક સૂચનાઓનું ચુસ્તપણે પાલન કરવાની શરતે આ છુટછાટો આપવામાં આવી છે

એરપોર્ટ, રેલવે સ્ટેશને ટિકિટ દેખાડવી પડશે

કરફ્યૂદરમિયાન એરપોર્ટ, રેલ્વે સ્ટેશને જતા કે આવતા વોટ્સએપમાં પ્રવાસની ટિકિટ દેખાડવાથી પોલીસ રોકશે નહી. કોઈને લેવા કે મુકવા જતી વેળાએ પણ પોલીસને ટિકિટ દેખાડવી પડશે. તેમણે અમદાવાદ રેલ્વે સ્ટેશને બહારથી આવતા અને બહાર જતા નાગરીકોની સુવિધાઓ માટે શહેરના અલગ અલગ રૂટની ૨૫ બસો મુક્યાનું ઉમેર્યુ હતુ. આ ઉપરાંત મોટા ગામો, તાલુકા મથકો અને નાના શહેરોમાં ટેસ્ટિંગ વધારવા સુચના આપી દેવામાં આવી છે.

પરીક્ષા આપવા જતા વિદ્યાર્થીને પણ રિસિપ્ટ સાથે રાખવી પડશે

GPSCએ ૨૨, ૨૪, ૨૬, ૨૮ અને ૨૯ નવેમ્બરે યોજનારી મેડિકલ ટિચર્સની ભરતી પરીક્ષાઓ રદ કરી છે. જો કે, રવિવારે યોજનારી સીએ સહિતની ઘણીખરી રાષ્ટ્રીય સ્તરની પરીક્ષાઓ યથાવત છે. નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલને આ સંદર્ભે પુછવામાં આવ્યુ ત્યારે તેમણે કહ્યુ કે, પરીક્ષાર્થી રિસિપ્ટ સાથે રાખવી પડશે. જે દેખાડવાથી આવાગમનમાં સરળતા રહેશે.

કાલુપુર રેલવે સ્ટેશન ખાતેથી AMTSની ૧૫૦ બસ દોડાવાશે

ટ્રેનમા અમદાવાદ આવતા લોકો માટે AMCએ ૧૫૦ બસ દોડાવવાનો નિર્ણય કર્યો છે. કાલુપુર રેલ્વે સ્ટેશનથી વિવિધ વિસ્તારોમાં પહોંચવા માટે આ બસો મુકાશે. રેલ્વે સ્ટેશન પર ટ્રેનોના સમય મુજબ ૧૭ રૂટોની બસ મુકાશે.

એરપોર્ટથી BRTSની ૨૫ બસો દોડાવાશે

વિમાન દ્વારા અમદાવાદ આવતા મુસાફરોને માટે BRTSની ૨૫ બસો મુકાઈ છે. આ બસ એરપોર્ટથી આરટીઓ, ઉસ્માનપુરા, લો ગાર્ડન,નહેરૂનગર, શિવરંજની, ઈસ્કોન, એસજી હાઈ વેની કર્ણાવતી ક્લબ જશે.

આજથી બે દિવસ તમામ બેંકો બંધ રહેશે

અમદાવાદ શહેરમાં કોરોનાને નિયંત્રિત કરવાના ભાગરૂપે ૫૭ કલાકનો કરફ્યૂલાદવામાં આવ્યો તેના કારણે આવતીકાલ તા.૨૧ના શનિવાર અને તા.૨૨ના રવિવારે તમામ બેંકો બંધ રહેશે તેમ એસએલબીસીના જનરલ મેનેજર બંસલે જાહેર કર્યું છે. પોલીસ કમિશનરે જાહેરનામુ બહાર પાડયું તેમાં માત્ર એટીએમને જ ખુલ્લા રાખવાની છૂટ આપવામાં આવી છે. બેંકો અંગે સ્પષ્ટતા નહીં હોવાના કારણે એસએલબીસીએ સરકાર પાસે સ્પષ્ટતા માગી પરંતુ તે અંગે કોઈ સ્પષ્ટતા નહીં આવતા જાહેર ક્ષેત્રની રાષ્ટ્રીયકૃત બેંકો, ખાનગી બેંક, સહકારી બેંકો મળી આશરે અઢીથી ત્રણ હજાર બેંકો બંધ રહેશે. માત્ર એટીએમમાં કેશ ભરવા આવતા વેન્ડરો જ તેમની સર્વિસ ચાલુ રાખી શકશે. તે સિવાય બેંકોમાં કોઈ કામકાજ થશે નહીં.

પૂર્વ અમદાવાદના દર્દીઓ માટે નડિયાદ- કરમસદમાં સારવાર

અમદાવાદની સિવિલમાં ૧૨૦૦ બેડની કોવિડ સ્પે. હોસ્પિટલ, કેન્સર, કિડની હોસ્પિટલમાં ICU સહિત ઓક્સિજન બેડ પુરતા પ્રમાણમાં ખાલી છે. દિવાળીના તહેવારો બાદ આ કેમ્પસ ઉપર ભારણ ન વધે તે ઉદ્દેશ્યથી સોલા અને ગાધીનગર સિવિલ હોસ્પિટલમાં દર્દીઓને લઈ જવાયા છતાંયે ત્યાં પણ પુરતી પથારીઓ ખાલી છે. અમદાવાદ શહેરના પૂર્વ વિસ્તાર માટે નડિયાદ અને કરમસદની મેડિકલ કોલેજ સંલગ્ન હોસ્પિટલોમાં વ્યવસ્થા કરી છે.

કરફ્યૂ વચ્ચે CAની પરીક્ષા અમદાવાદમાં યોજાશે

CA, NIC, CSIR, SSC સહિતની પરીક્ષા આપવા જતા ઉમેદવારોને એડમિશન કાર્ડ બતાવી પરીક્ષા કેન્દ્ર પર જવા દેવામાં આવશે. એ સિવાય જરૂરી આઈડી ડોક્યુમેન્ટ્સ સાથે બે દિવસમાં અમદાવાદ શહેરમાં કરફ્યૂમાં ઉમેદવારો જઈ શકશે.

અમદાવાદથી આવતા સરકારી કર્મચારી માટે આજે રજા

અમદાવાદમાં રહેતા સરકારી અધિકારીઓ- કર્મચારીઓના મુદ્દે પુછેલા એક સવાલના જવાબમાં નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલે કહ્યુ કે, અમદાવાદથી આવતા તમામ કર્મચારીઓ માટે શનિવારે રજા રહેશે. તેમણે ગાંધીનગર આવવાનું નથી.

અમદાવાદ શહેરમાં આ પોલીસકર્મી ગોઠવાયા

JCP                         ૦૧

DCP                        ૧૧

ACP                        ૩૨

PI                            ૫૭

PSI                          ૨૧૫

પોલીસકર્મી          ૭,૦૦૦

હોમગાર્ડ                                ૨,૬૩૫

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.

તમે અમને પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો Sandesh ની નવી મોબાઇલ એપ્લિકેશન