કાશ્મીરીઓને જે પણ મળશે તે ભારત તરફથી જ મળશે, બીજે ક્યાંયથી કશું નહીં મળે : મુફ્તી - Sandesh
  • Home
  • India
  • કાશ્મીરીઓને જે પણ મળશે તે ભારત તરફથી જ મળશે, બીજે ક્યાંયથી કશું નહીં મળે : મુફ્તી

કાશ્મીરીઓને જે પણ મળશે તે ભારત તરફથી જ મળશે, બીજે ક્યાંયથી કશું નહીં મળે : મુફ્તી

 | 9:08 pm IST

જમ્મૂ-કાશ્મીરની મુખ્યમંત્રી મહેબુબા મુફ્તીએ આડકતરી રીતે કાશ્મીરના અલગાવવાદીઓને ટોણોં માર્યો હતો. પાકિસ્તાનનું નામ ન લેતા મુફ્તીએ ઈશારામાં જ કહ્યું હતું કે, જે પણ મળશે, તે આ જ દેશ તફથી મળશે બાકી ક્યાંયથી કશું જ મળવાનું નથી. સાથો સાથ તેમણે કડક શબ્દોમાં એ પણ પુછ્યું હતું કે, જમ્મૂ-કાશ્મીરના બંધારણને નથી માનતા, દેશના બંધારણને નથી માનતા તો પછી કોને માનો છો?

વિધાનસભાના શીયાળુસત્રમાં મુખ્યમંત્રી મેહબુબાએ ઈશારામાં જ અલગાવવાદીઓને કડક સંદેશ આપ્યો હતો. મેહબુબાએ કહ્યું હતું કે, જમ્મૂ-કાશ્મીરના લોકો માટે આજે હું રેકોર્ડ પર એ વાત કહેવા માંગુ છે. હું જણાવવા માંગુ છું કે જે પણ મળશે તે આ જ દેશ તરફથી મળશે, બીજે ક્યાંયથી કશું મળવાનું નથી.

જમ્મૂ-કાશ્મીરના લોકોની જીભ પર હંમેશા પાકિસ્તાન જીંદાબાદ અને આઝાદીની માંગણી રહે છે. તેઓ ભારતમાંથી અલગ થઈને પાકિસ્તાન સાથે ભળવાની માંગણી કરતા રહે છે. ભારતના સૈન્ય પર પથ્થર મારો કરે છે. કાશ્મીરીઓ ભારતના બંધારણને માનવાનો પણ ઈનકાર કરે છે. આ મુદ્દે આજે જમ્મુ-કાશ્મીરની વિધાનસભામાંથી રાજ્યના મુખ્યમંત્રી મેહબુબા મુફ્તીએ અલગાવવાદીઓને કડક સંદેશો આપ્યો હતો. મુફ્તીએ આજે આક્રમક વલણ અખત્યાર કરતા કહ્યું હતું કે, જમ્મૂ-કાશ્મીર અને દેશના બંધારણને નથી માનતા તો કોને માનો છો? તમને શું મળવાનું છે? ક્યાંથી મળશે? ત્યાર બાદ મુફ્તીએ પોતે જ જવાબ આપતા કહ્યું હતું કે એ જાણી લો કે જે કંઈ પણ મળશે તે આ દેશ તરફથી જ મળશે બીજે કશે થી કંઈ જ મળવાનું નથી. મેહબુબા મુફ્તીએ વિરોધ પક્ષ પણ નિશાન સાધતા કહ્યું હતું કે, રાજનૈતિક મુદ્દાઓને ધાર્મિક મુદ્દા ના બનાવવામાં આવે.

મુફ્તીએ પીડીપી-ભાજપના જોડાણને લઈને થઈ રહેલા આક્ષેપો મુદ્દે પણ મૌન તોડ્યું હતું. તેમણે કહ્યું હતું કે દેશભરમાં શું થઈ રહ્યું છે, શું નથી થઈ રહ્યું, આ બધાથી અલગ હું એ કહેવા માંગુ છું કે આપણી વચ્ચે સકારાત્મક વાતાવરણ છે. સવારે મંદિરનો ઘંટ, ત્યાર બાદ અજાન અને દિવસમાં ગુરબાની સાંભળવા મળે જે મને ખુબ જ ગમે છે.

મુફ્તીએ જીએસટીનો મુદ્દો પણ વિધાનસભામાં ઉઠાવ્યો હતો. તેમણે કહ્યું હતું કે આપણે દેશની સૌથી સશક્ત વિધાનસભામાં બેઠા છીએ. જમ્મુ-કાશ્મીરને બાદ કરતા આખા દેશમાં એકસાથે જીએસટી લાગુ થયો. જ્યારે અહીં પર્યાપ્ત ચર્ચા બાદ જીએસટી લાગુ થયો.

ગઈ કાલે શીયાળુ સત્ર દરમિયાન ભૂતપૂર્વ મુખ્યમંત્રી ઉમર અબ્દુલ્લાએ મેહબુબા સરકાર પર પ્રહારો કર્યાં હતાં. એન્કાઉન્ટરમાં ઠાર થયેલા હિઝબુલ મુઝાહિદ્દીનના કમાંડર બુરહાન વાણીનો મુદ્દો ઉઠાવતા અબ્દુલ્લાએ કહ્યું હતું કે, તમે બુરહાનને ઉભો કરવા બદલ મને જવાબદાર ઠેરવ્યો, પરંતુ એ વિચાર્યું કે છેલ્લા દોઢ વર્ષમાં કેટલા બુરહાન પેદા થયા?