NIFTY 9,360.55 -25.60  |  SENSEX 30,301.64 +-63.61  |  USD 64.7300 -0.16
1.6M
1M
1.7M
APPS
  • Home
  • India
  • PICS: યોગી આદિત્યનાથની કેબિનેટમાં એક માત્ર મુસ્લિમ, છે પૂર્વ ક્રિકેટર

PICS: યોગી આદિત્યનાથની કેબિનેટમાં એક માત્ર મુસ્લિમ, છે પૂર્વ ક્રિકેટર

 | 4:51 pm IST

ઉત્તર પ્રદેશ વિધાનસભાની ચૂંટણીમાં ભાજપને એકેય મુસ્લિમ ઉમેદવારને મેદાનમાં ઉતાર્યો ન હતો, પરંતુ રાજ્યના નવા મુખ્યપ્રધાન યોગી આદિત્યનાથે તેમના પ્રધાનમંડળમાં એક મુસ્લિમનો સમાવેશ કર્યો છે.

mohsin-1

તેઓ મુસ્લિમ પૂર્વ ક્રિકેટર છે અને થોડા દિવસ અગાઉ જ ભાજપમાં જોડાયા હતાં. તેમનું નામ છે મોહસિન રઝા.

લખનૌના સ્મૃતિ ઉપવનમાં યોજાયેલા શપથવિધિ સમારોહમાં મોહસિન રઝાએ રાજ્યકક્ષાના પ્રધાન તરીકે શપથ લીધા હતાં. તેમનો જન્મ 15 જાન્યુઆરી 1968ના દિવસે થયો હતો. યોગી પ્રધાનમંડળમાં પ્રધાન બનનારા તેઓ એકમાત્ર મુસ્લિમ છે.

ઉત્તર પ્રદેશમાં લઘુમતિ કલ્યાણ વિભાગ અને વકફ બોર્ડ સહિત અનેક નિગમોના વડા મુસ્લિમ જ હોય છે. આથી તેમનો સમાવેશ કેબિનેટમાં કરાયો હોવાનું નિષ્ણાતોએ જણાવ્યું છે. મોહસીન રઝા વિધાનસભાના એકેય ગૃહના સભ્ય નથી. આથી તેમણે છ મહિનામાં કોઈ પણ ગૃહ વિધાનસભા અથવા વિધાન પરિષદના સભ્ય બનવું પડશે. ક્રિકેટરમાંથી નેતા બનેલા મોહસિન રઝા ઉત્તર પ્રદેશમાં ટીવી પર પણ ભાજપનો જાણીતો ચહેરો છે.

મોહસિન રઝાનું અંગત અંગત

  • મોહસિન રઝા લખનૌના રહેવાસી છે.
  • લખનૌની જ સરકારી જ્યુબીલી ઈન્ટર કોલેજમાં અભ્યાસ કર્યો છે.
  • તેઓ એક બ્લોગ ચલાવે છે. આ બ્લોગમાં તેમનું ફોકસ છે, મુસલમાનોએ શા માટે ભાજપમાં જોડાવવું જોઈએ.
  • -રઝા 1987 અને 1989 વચ્ચે ઉત્તર પ્રદેશની રણજી ક્રિકેટ ટીમના ક્રિકેટર હતાં.
  • તેઓ ડાબોડી બેટ્સમેન હતાં.

1