એકલાં જ આખી દુનિયા રખડવાનો અનોખો વર્લ્ડ રેકોર્ડ   - Sandesh
  • Home
  • Kids Corner
  • એકલાં જ આખી દુનિયા રખડવાનો અનોખો વર્લ્ડ રેકોર્ડ  

એકલાં જ આખી દુનિયા રખડવાનો અનોખો વર્લ્ડ રેકોર્ડ  

 | 12:02 am IST

ગિનીસ રેકોર્ડ :- દિશા ઉમરેઠવાલા

બાવીસ વર્ષની ઉંમરે અમેરિકામાં રહેતી ટાયલર ડેમોનબ્રેન તેના ભવિષ્યની કારકિર્દી માટે નોકરી કે કરિયરને બદલે એક અલગ જ યોજના બનાવી રહી હતી. તેણે વેન્ડરબિલ્ટ યુનિવર્સિટીમાંથી અર્થશાસ્ત્રમાં સ્નાતકનું પ્રમાણપત્ર મેળવી લીધું હતું. એના થકી કરિયર બનાવવાને બદલે એ કોઈ અનોખું સાહસ કરવા માગતી હતી. તે અભ્યાસ માટે ૨૨ દેશમાં ફરી હતી. ત્યારે એને થયું કે વિશ્વના બધા દેશની યાત્રા કરી હોય તો? તપાસ કરતાં ખબર પડી કે અગાઉ  ૨૦૧૮માં કેસી ડીપેકોલ નામની મહિલાએ ૧ વર્ષ ૧૯૪ દિવસમાં વિશ્વના બધા જ દેશની યાત્રા કરી હતી. ટાયલર જો એથી ઓછા દિવસમાં વિશ્વના બધા દેશોની યાત્રા પૂરી કરી લે તો ગિનીસ વર્લ્ડ રેકોર્ડ એના નામે થઈ શકે!

તેણે વિશ્વના ૧૯૩ દેશ અને વેટિકન તથા ચીનના તાઈપેઈ શહેર વર્લ્ડ મેપમાં જોયા અને પોતાની યાત્રા શી રીતે કરી શકાય એનો નકશો તૈયાર કર્યો. ટૂંકામાં ટૂંકા રસ્તાનો નકશો બનાવીને  ટાયલરે મિસરના પ્રાચીન પિરામિડથી શરૂ કરી કેરેબિયન સમુદ્રના ક્રિસ્ટલ વાદળી પાણી સુધીની સફર ૧ વર્ષ ૧૮૯ દિવસમાં જ પૂરી કરી લીધી. એ સાથે જ સૌથી ટૂંકા સમયમાં વધુ ઝડપથી આ લાંબી સફર ખેડવાનો રેકોર્ડ ગિનીસ બુકમાં એના નામે નોંધાઈ ગયો!  તેણે ૧ વર્ષ અને ૧૮૯ દિવસમાં ઈરાનથી લઈને આઈસલેન્ડ સુધીની આ સફર એકલાં જ કરવાની હતી. એ માટે તેણે ૧૧૪ વિમાનીસેવા આપતી કંપનીઓનાં વિમાનોમાં યાત્રા કરી.

તેણે ૧૪ નવેમ્બરના રોજ આ સાહસિક કાર્યનો આરંભ કર્યોં હતો. ટાયલર કહે છે, ‘આ પહેલાં હું ન્યૂ યોર્કની વોલ સ્ટ્રીટમાં સમર ઈન્ટર્નશિપ કરતી હતી. થોડા દિવસ ત્યાં ઈન્ટર્નશિપ કરી પણ આત્મસંતોષ નહોતો મળતો. તેથી કામ છોડી દીધં અને કોઈ યાદગાર સાહસ કરવાનું વિચારવા માંડયું. મેં લંડનમાં એક સેમેસ્ટર પૂરું કરવા માટે સતત વીસ જેટલા દેશોની યાત્રા કરી હતી. મને હંમેશાં અલગ અલગ દેશમાં ફરવાનું અને નવું નવું જાણવાનો શોખ છે. એટલે થયું કે એકલાં એકલાં આખા જગતની યાત્રા કરું તો? બસ એમાંથી આખું સાહસ પાર પડયું.’

તેને આ યાત્રામાં ડઝનબંધ કડવા-મીઠા અનુભવ થયા. ઘણા દેશોએ આવકાર આપ્યો, ઘણા દેશોએ શંકા પણ કરી! વિઝા આપવામાં અખાડાય કર્યા હતા.

[email protected]

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો Sandeshની નવી મોબાઇલ એપ્લિકેશન