Only pay 100 rupee and Canceled your Traffic Penalties
  • Home
  • Business
  • આ સંજોગોમાં તમારો ફાટ્યો છે હજારો રૂપિયાનો મેમો તો ભરો માત્ર રૂ.100 પેનલ્ટી, જાણો નિયમ

આ સંજોગોમાં તમારો ફાટ્યો છે હજારો રૂપિયાનો મેમો તો ભરો માત્ર રૂ.100 પેનલ્ટી, જાણો નિયમ

 | 4:24 pm IST

મોટર વ્હીકલ એક્ટ 2019 અમલમાં આવ્યા બાદથી જ વાહન ચાલકો ડરેલા છે. કારણ કે આ નવા નિયમો હેઠળ દંડ પેટે હાજરો રૂપિયાની જોગવાઈ છે. ત્યારે હવે એવી પરિસ્થિતિ સર્જાઈ છે કે ઘરેથી નીકળતા પહેલા લોકો એક-એક આગળ અને વસ્તુઓ યાદ રાખીને જોડે લઈને નીકળે છે. જેથી ટ્રાફિક પોલીસ તેમને પકડે તો સંપૂર્ણ આગળ બતાવીને દંડ ભરવાથી બચી શકે.

માત્ર 100 રૂપિયા પેનલ્ટી:

જો તમારી જોડે બધા કાગળ છે તો તમારે માત્ર 100 રૂપિયા પેનલ્ટી ભરવી પડશે. મોટર વ્હીકલ એક્ટના નિયમ મુજબ જો તમારી પાસે ડીએલ, ગાડીની આરસી, ઇન્શ્યોરન્સ અને પોલ્યુશન સર્ટિફિકેટ બધુ જ છે. પરંતુ તેમ છતા ક્યારેક ઘરે અથવા અન્ય કોઈ જગ્યાએ ભૂલવાના કારણે ટ્રાફિક પોલીસે તમારો મેમો ફાડ્યો છે તો તમારે ગભરાવાની જરૂર નથી. તમે ચાલાનને રદ પણ કરાવી શકો છો. આ નિયમ હેઠળ તમે માત્ર 100 રૂપિયા આપીને ભારે ભરકમ દંડના ચાલાનને રદ કરાવી શકો છો.

રિપોર્ટ મુજબ મોટર વ્હીલક એક્ટમાં આવી જોગવાઈ છે કે મેમો ફાટતા સમયે તમારી પાસે આવશ્યક કાગળ નથી તો તમે મેમો ફાડ્યાની તારીખથી 15 દિવસની અંદર પ્લાનિંગ બ્રાંચે જઈને ચાલાનને રદ કરાવી શકો છો. આ જોગવાઈ હેઠળ માત્ર 100 રૂપિયા ચૂકવવા પડશે. આ માટે તમારે પ્લાનિંગ બ્રાન્ચમાં તમારા બધા ઓરિઝનલ પેપર દેખાડવા પડશે. જોકે બધા ડોક્યુમેન્ટ મેમો ફાટ્યાના પહેલાના હોવા જોઈએ.

આ વીડિયો પણ જુઓ: વડોદરામાં ઈન્દ્રપ્રસ્થ યુવક મંડળ દ્વારા અનોખી પહેલ

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો Sandeshની નવી મોબાઇલ એપ્લિકેશન