સંરક્ષણ ઉત્પાદનમાં ભારતમાં ચાર વર્ષમાં માત્ર રૂ. 1.17 કરોડનું એફડીઆઈ - Sandesh
  • Home
  • India
  • સંરક્ષણ ઉત્પાદનમાં ભારતમાં ચાર વર્ષમાં માત્ર રૂ. 1.17 કરોડનું એફડીઆઈ

સંરક્ષણ ઉત્પાદનમાં ભારતમાં ચાર વર્ષમાં માત્ર રૂ. 1.17 કરોડનું એફડીઆઈ

 | 10:11 pm IST

સંરક્ષણ ઉત્પાદનમાં બધા જ પ્રયાસો તેમજ નિયમો ઉદાર બનાવવામાં આવ્યા છતાં પણ સરકારને તેમાં સફળતા સાંપડતી નથી. મેક ઈન ઈન્ડિયા અંતર્ગત સંરક્ષણ ઉત્પાદન ક્ષેત્રમાં છેલ્લાં ચાર વર્ષમાં દેશમાં માત્ર રૂ. 1.17 કરોડનું જ સીધું વિદેશી રોકાણ (એફડીઆઈ) થયું છે.

લોકસભામાં લેખિત જવાબમાં રાજ્ય કક્ષાના સંરક્ષણપ્રધાન સુભાષ ભામરેએ જણાવ્યું હતું કે એપ્રિલ 2014થી ડિસેમ્બર 2017 સુધીમાં સંરક્ષણ ઉદ્યોગમાં રૂ. 1.17 કરોડનું જ સીધું વિદેશી રોકાણ (એફડીઆઈ) થયું છે.

આ જ ગાળામાં ભારતે વિદેશમાંથી શસ્ત્રોની ખરીદી માટે રૂ. 1.25 લાખ કરોડના 70 કરાર પર હસ્તાક્ષર કર્યા હતાં. તેમાં ઈઝરાયેલ પાસેથી રડાર અને મિસાઈલ, અમેરિકા પાસેથી વિમાનો તથા તોપ, રશિયા પાસેથી રોકેટ્સ અને સિમ્યુલેટર્સની ખરીદીનો સમાવેશ થાય છે