Only with these 3 things will your hair grow twice as fast long
  • Home
  • Fashion & Beauty
  • માત્ર આ 3 વસ્તુથી તમારા વાળ થશે બમણી ઝડપે લાંબા અને ભરાવદાર

માત્ર આ 3 વસ્તુથી તમારા વાળ થશે બમણી ઝડપે લાંબા અને ભરાવદાર

 | 9:09 am IST

વાળની યોગ્ય રીતે સાચવણી કરવામાં ન આવે તો તે અનહેલ્ધી અને ડ્રાય થવા લાગે છે જેને મેનેજ કરવા મુશ્કેલ થઇ જાય છે. આ કારણથી વાળ ખરવા, તૂટવા જેવી કેટલીક સમસ્યાઓ થાય છે. આ સમસ્યાથી બચવા માટે અમે તમારા માટે અદ્દભૂત હેર પેક લઇને આવ્યા છીએ જેને લગાવ્યા બાદ તમારામાં બદલાવ જોવા મળશે, અમે વાત કરી રહ્યા છીએ ફ્લેક્સ સીડથી બનેલા હેર પેકની.. અળસીમાં પૂરતા પ્રમાણમાં ઓમેગા 3 ફેટી એસિડ રહેલું છે. જે સ્કેલ્પને ડ્રાય થવાથી તેમજ ખરતા વાળ અને ખોડા જેવી સમસ્યાઓથી બચવા માટે એક સંપૂર્ણ સમાધાન છે.

સામગ્રી

1/2 કપ – ફ્લેક્સ સીડ્સ (અળસી)
2 કપ – પાણી
1 ચમચી – નારિયળે તેલ

બનાવવાની રીત

– આ હેર પેક બનાવવા માટે એક પેનમાં 2 કપ પાણીમાં ફ્લેક્સ સીડ્સ ઉમેરીને ઉકાળી લો.
– તેને ત્યાં સુધી ઉકાળો જ્યાં સુધી પાણીની ઉપર જેલ જેવી ફીણ ન દેખાય.
– તે બાદ ગેસ બંધ કરી આ મિશ્રણને ઠંડુ થવા દો તે બાદ મિશ્રણને એક સ્વચ્છ કપડાંમાં ઉમેરીને જેલને અલગ કરી લો.
– તે બાદ આ જેલમાં નારિયેળ તેલના ટીંપા મિક્સ કરીને વાળના મૂળમાં લગાવો.
– હવે વાળને 30 મિનિટ માટે આવી રીતે રહેવા દો.
– તે પછી શેમ્પુથી વાળને બરાબર ધોઇ લો.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો Sandeshની નવી મોબાઇલ એપ્લિકેશન