Only with vigilance can the crisis be overcome
  • Home
  • Columnist
  • સતર્કતાની સાથે જ સંકટમાંથી પાર ઊતરી શકાશે

સતર્કતાની સાથે જ સંકટમાંથી પાર ઊતરી શકાશે

 | 7:15 am IST
  • Share

ઉત્સાહની સાથે સભાનતા પણ રાખીએ

હવે વ્યાપાર રોજગારની કામગીરી ધીમેધીમે કોવિડ અગાઉની સ્થિતિમાં પરત આવી રહી છે. બજારો પૂરી રીતે ખૂલી ગયાં છે. સાર્વજનિક વાહનો પૂરી ક્ષમતા સાથે દોડી રહ્યાં છે. રેસ્ટોરન્ટ્સ, હોટેલ, સિનેમાગૃહોમાં અગાઉ જેવી રોનક ફરીથી દેખાવા લાગી છે. ઘણા સ્થાનો ઉપર હવે શાળાઓને પણ સંપૂર્ણ રીતે ખોલવાની કામગીરી ચાલી રહી છે. એવામાં હવાઇ સેવાઓને પણ પૂરી ક્ષમતા સાથે કાર્યરત કરવાની માંગ ઊઠી રહી છે.

આખરે નાગરિક ઉડ્ડયન મંત્રાલયે આગામી સપ્તાહથી ઘરેલું ઉડ્ડયનોને પૂરી ક્ષમતા સાથે ઉડાડવાની મંજૂરી આપી દીધી છે. મે મહિનામાં ઘરઆંગણાના ઉડ્ડયનોને શરૂ કરી દેવામાં આવ્યાં હતાં, પણ ત્યારે 33 ટકા ક્ષમતા સાથે વિમાનો ઊડતાં હતાં. પણ ધીમેધીમે તેની ક્ષમતામાં વધારો થયો હતો. તેમ છતાં અત્યાર સુધી ઘરઆંગણાની વિમાન સેવા કોવિડ અગાઉની લગભગ 72 ટકા ક્ષમતા સાથે સંચાલિત થઇ રહી હતી. સ્વાભાવિક રીતે જ વિમાન કંપનીઓને તેને પરિણામે ભારે નુકસાન ઉઠાવવું પડતું હતું.

કોરોનાના કારણે લાંબો સમય હવાઇ સેવા બંધ રહેવાના કારણે પહેલે થી જ આ કંપનીઓ ભારે નુકસાન કરી ચૂકી છે, પછી તેમને સીમિત ક્ષમતા સાથે ચલાવવાની મંજૂરી મળવાથી સ્વાભાવિક રીતે જ તેમને રાહત મળશે.  જો કે હજુ કોરોનાનું સંકટ ગયું નથી. તેના વાઇરસ હજુ પણ પોતાના સ્વરૂપ બદલીને તોફાન મચાવી રહ્યાં છે. આપણે ત્યાં કોરોનાની લહેર ઘણી ધીમી પડી ગઇ છે અને બધંુ ખૂલી જવાના કારણે લોકોને લાગવા લાગ્યું છે કે કોરોનાનો ભય ખતમ થઇ ગયો છે. પણ સચ્ચાઇ એ છે કે હજુ પણ દેશમાં રોજના 15 હજારથી વધારે નવા કોરોના કેસીસ નોંધાઇ રહ્યા છે. બસોથી વધારે મોત થઇ રહ્યાં છે.

જો કે કેટલાંક રાજ્યોમાં તેનો પ્રકોપ ઘણો વધારે છે, પણ દરેક શહેરમાં કોઇને કોઇ નવો મામલો રોજ સામે આવી રહ્યો છે. પછી એ પણ સત્ય છે કે તમામ નાગરિકોને વેક્સિન લાગવામાં હજુ વાર લાગશે. બાળકો અને કિશોરો માટેનું વેક્સિનેશન હજુ શરૂ થયું નથી. બીજી લહેર બાદ બાળકો ઉપર કોવિડની અસર ઘાતક માનવામાં આવે છે.  તેથી જો તમામ બાબતોને ખોલવામાં આવી રહ્યા છે ત્યારે એ આશંકા ઊભી જ છે કે ફરીથી તે પરિણામ ના ભોગવવું પડે.

જે પ્રથમ લહેર બાદ લાપરવાહીના કારણે બીજી લહેરના રૂપમાં જોવું પડયું હતું. કોરોનાની બે લહેરના અનુભવથી સમજી શકાય છે કે અન્ય રાજ્યોમાંથી આવતા લોકોએ જ કોરોનાનું સંક્રમણ ફેલાવ્યું હતું. તહેવારોની સિઝનમાં બિઝનેસ વગેરેના સંદર્ભમાં લોકોની અવરજવર વધી જતી હોય છે તેથી જ્યારે બજારો, પરિવહન સેવાઓ, હવાઇ જહાજને પૂરી ક્ષમતા સાથે ખોલી નાખવામાં આવ્યું છે ત્યારે તેની સાથે દેખરેખ વધારવા ઉપર પણ ભાર મૂકવો જોઈએ. સતર્કતાની સાથે જ સંકટમાંથી પાર ઊતરી શકાશે તે યાદ રાખવું જોઇશે.

નીચે આપેલી લિંક્સ પર ક્લિક કરીને સંદેશ ન્યૂઝ સાથે જોડાઓ.

તમે અમને પર ફોલો કરીને સમાચાર મેળવી શકો છો.

તમારા ફોન પર લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ સૌથી પહેલા મેળવવા માટે હમણાં જ Sandesh ની મોબાઇલ એપ્લિકેશન ડાઉનલોડ કરો