Only women will run Ola's electric scooter factory
1.6M
1M
1.7M
APPS
  • Home
  • Business
  • Ola ના આ પ્લાનથી 10 હજાર મહિલાઓને મળશે રોજગારી, ફક્ત મહિલાઓ જ કરશે કામ

Ola ના આ પ્લાનથી 10 હજાર મહિલાઓને મળશે રોજગારી, ફક્ત મહિલાઓ જ કરશે કામ

 | 12:50 pm IST
  • Share

આ વર્ષે 15 ઓગસ્ટના રોજ ઇલેક્ટ્રિક સ્કૂટર લોન્ચ કરનાર Ola Electric Scooters તેમના ઉત્પાદન માટે 10,000 મહિલા કર્મચારીઓ સાથે એક ખાસ ફેક્ટરી સ્થાપવાની જાહેરાત કરી છે એટલે કે સંપૂર્ણપણે મહિલાઓ જ આ ફેક્ટરીમાં કામ કરશે.

ઓલાના સીઇઓ ભાવિશ અગ્રવાલે કહ્યું કે, આત્મનિર્ભર ભારત માટે આત્મનિર્ભર મહિલાઓની જરૂર છે. જ્યારે ફેક્ટરી સંપૂર્ણ ક્ષમતાથી શરૂ થશે ત્યારે તેમાં 10,000 મહિલાઓ હશે. મને ઓલા વુમન ઓનલી ફેક્ટરી અને વિશ્વની પ્રથમ આવી ફેક્ટરીની જાહેરાત કરવામાં ગર્વ છે.

અગ્રવાલનું માનવું છે કે, મહિલાઓને રોજગારીની તકો આપવાથી તેમનું અને તેમના પરિવારનું જીવન સુધરશે એટલું જ નહીં, જો મહિલાઓને રોજગારીની તકો આપવામાં આવે તો ભારતનો GDP 27 ટકાના દરે વધી શકે છે.

જણાવી દઈએ કે ભાવિશ અગ્રવાલે Ola S1 ખરીદીને સંપૂર્ણપણે ડિજિટલાઇઝ કરી છે. તેમજ લોનની પ્રક્રિયા પણ સંપૂર્ણપણે ડિજિટલ અને પેપરલેસ કરી દેવામાં આવી છે.

હવે કંપનીનું વેચાણ 15 સપ્ટેમ્બર 2021 ના રોજ શરૂ થશે. આમાં, તે લોકોને પ્રાધાન્ય આપવામાં આવશે જેમણે અગાઉ 499 રૂપિયામાં તેને બુક કરાવ્યું છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.

તમે અમને પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો Sandesh ની નવી મોબાઇલ એપ્લિકેશન