Open market sale of vaccines not allowed under emergency use authorisation
1.6M
1M
1.7M
APPS
  • Home
  • Business
  • COVID-19 Vaccineને લઈ નીતિ આયોગની સ્પષ્ટતા, જાણો બજારમાં કયારથી આવશે કોરોના વેક્સિન

COVID-19 Vaccineને લઈ નીતિ આયોગની સ્પષ્ટતા, જાણો બજારમાં કયારથી આવશે કોરોના વેક્સિન

 | 12:30 pm IST
  • Share

કોરોના મહામારી (COVID-19 epidemic)ને હરાવવા દેશમાં રસીકરણનો કાર્યક્રમ (Vaccination program) 16 જાન્યુઆરીથી શરૂ થવા જઈ રહ્યો છે. તેના પ્રથમ તબક્કામાં 3 કરોડ લોકોને રસી આપવામાં આવશે. રસીકરણ કાર્યક્રમ શરૂ થતાં પહેલાં નીતિ આયોગે (NITI Aayog) બુધવારે સ્પષ્ટ કર્યું હતું કે, તાત્કાલિક ઉપયોગ માટે મંજૂરી અપાયેલી રસીઓને બજારમાં વેચવાની મંજૂરી આપવામાં આવશે નહીં. નીતિ આયોગના અધિકારીઓએ કહ્યું છે કે સરકાર જ્યારે તેમને મંજૂરી આવશે ત્યારે જ સીરમ ઈન્સ્ટીટ્યૂટ અને ભારત બાયોટેક રસીઓને બજારમાં વેચવાની મંજૂરી આપવામાં આવશે.

આ લોકોને પ્રથમ રસી આપવામાં આવશે

અત્રે ઉલ્લેખનીય છે કે, કેન્દ્ર સરકારે સીરમ ઈન્સ્ટીટ્યૂટની કોવિશિલ્ડ (Covishield) અને ભારત બાયોટેક (Bharat Biotech)ની કોવેક્સિનને કટોકટીમાં ઉપયોગને મંજૂરી આપી છે. રસીકરણ અભિયાનનો પ્રથમ તબક્કો દેશમાં 16 જાન્યુઆરીથી શરૂ થશે. આ દરમિયાન ફ્રન્ટલાઈન કાર્યકરો અને આરોગ્ય કર્મચારીઓને રસી આપવામાં આવશે. તે પછી, રસી 50 વર્ષથી વધુ ઉંમરના લોકોને આપવામાં આવશે. પોલીસકર્મીઓ અને સૈનિકોને પણ રસી આપવાની છે.

કિંમત કેટલી હશે

ભારત બાયોટેક પોતાની વેક્સીન કેન્દ્ર સરકારને એક ડોઝ માત્ર 295 રૂપિયામાં વેચે છે. 55 લાખની રસી કેન્દ્ર સરકાર દ્વારા મંગાવવામાં આવી છે. મહત્વપૂર્ણ વાત એ છે કે ઈન્ડિયા બાયોટેક કેન્દ્ર સરકાર પાસેથી માત્ર 38.5 લાખની રસીની કિંમત લઈ રહી છે. સરકારે સીરમ ઇન્સ્ટિટ્યૂટને 1.1 કરોડની રસીનો ઓર્ડર પણ આપ્યો છે. કોવિશિલ્ડ રસીની કિંમત 200 રૂપિયા પ્રતિ એક ડોઝ છે.

બજારમાં કિંમત આટલી હોઈ શકે છે

સીરમ ઇન્સ્ટિટ્યૂટના CEO આદર પૂનાવાલાએ તાજેતરમાં કહ્યું હતું કે, એકવાર તેને મંજૂરી મળી જશે પછી તે તેની કંપનીની રસી કોવિશિલ્ડને બજારમાં 1000 રૂપિયામાં વેચશે.

જુઓ આ પણ વીડિયો: અમેરિકી સંસદમાં ટ્રમ્પ સામે મહાભિયોગનો પ્રસ્તાવ પાસ

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.

તમે અમને પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો Sandesh ની નવી મોબાઇલ એપ્લિકેશન