open pores problem than use ice cubes for tight skin
  • Home
  • Fashion & Beauty
  • ત્વચા પર વધી ગઇ છે ઓપન પોર્સની સમસ્યાસ તો 5 મિનિટમાં ટાઇટ કરો સ્કિન

ત્વચા પર વધી ગઇ છે ઓપન પોર્સની સમસ્યાસ તો 5 મિનિટમાં ટાઇટ કરો સ્કિન

 | 3:22 pm IST

નાના-નાના રોમ છિદ્ર જ્યારે મોટા અને ગંદા થઇ જાય છે તો ચહેરો ખરાબ દેખાવવા લાગે છે. ઓઇલી સ્કિન હોય તે લોકોને આ સમસ્યા વધારે હોય છે. તેની સાથે જ આ બ્લેકહેડ્સ અને ખીલ જેવી સમસ્યાઓને આમંત્રણ આપે છે. એવામાં છોકરીઓએ ક્રીમ, મોંઘી ટ્રીટમેન્ટથી ઓપન પોર્સ ઓછા કરવાની કોશિશ કરે છે. પરંતુ શું તમે જાણો છો કે આ સમસ્યાને ઘરે કેવી રીતે દૂર કરી શકાય.

શું છે ઓપન પોર્સ?

નાના-નાના પોર્સ દ્વારા જ ત્વચા શ્વાસ લે છે. પરંતુ ક્યારેક ઓઇલી સ્કિનના કારણે સીબમ વધારે બનવા લાગે છે. જેનાથી પોર્સ ખુલી જાય છે જ્યારે તેમા ગંદકી ભરાવવાના કારણે ખીલ, બ્લેકહેડ્સ જેવી સમસ્યાઓ થવા લાગે છે પરંતુ તેનું એક કારણ ખોટી સ્કિન કેર રુટીન, પ્રદુષણ, કેમિકલ પ્રોડક્ટનો વધારે પડતો ઉપયોગ કરવો.

આઇસ ક્યૂબ્સથી બંધ કરો ઓપન પોર્સ

ખાસ કરીને ગાલ પર ઓપન પોર્સની સમસ્યા જોવા મળે છે. જેનાથી તમે આઇસ ક્યૂબ્સની મદદથી સાફ કરી શકો છો. સાથે તેનાથી પોર્સ, મોટા પણ નહીં થાય અને સ્કિનને ટાઇટ બનાવીને ચહેરાની ચમક પણ વધારશે.

કેવી રીતે બનાવવા આઇસ ક્યૂબ?

ઓપન પોર્સ જેવી સમસ્યા દૂર કરવા માટે તમે આઇસ ક્યૂબમાં થોડાક ટીપા એસેંશિયલ ઓઇલ કે એલોવેરા જેલ મિક્સ કરી શકો છો. તે સિવાય લીમડાનો રસ પણ ઓપન પોર્સની સમસ્યાને દૂર કરવામાં મદદ કરે છે. એક ટ્રેમાં પાણીની સાથે તેમા કોઇ પણ એક વસ્તુ મિક્સ કરી ચહેરાની મસાજ કરો. તમે એલોવેરા જેલને પાણીમાં મિક્સ કર્યા વગર પણ ક્યૂબ્સ બનાવી શકો છો.

ક્યારે અને કેવી રીતે ઉપયોગ કરશો આઇસ ક્યૂબ્સ?

જો પોર્સ મોટા હોય તો રોજ આઇસ ક્યૂબ્સથી ચહેરાની મસાજ કરો. તેના માટે આઇસ ક્યૂબ્સને મલમલના કપડામાં લપેટી લો અને તેનાથીલ 3-5 મિનિટ ચહેરાને હળવા હાથે મસાજ કરો. તે બાદ તેને રાખી મૂકો. ધ્યાન રહે કે આ ટ્રીટમેન્ટ કરતા પહેલા ફેશવોશ જરૂર કરી લો.

આ પણ જુઓ : લીલી ડુંગળી ગુણોથી છે ભરપૂર, સેવનથી થશે આ ફાયદા

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો Sandeshની નવી મોબાઇલ એપ્લિકેશન