'ઓપરેશન જંગલરાજ'માં ગાઈડનો ચોંકાવનારો ખુલાસો, ગાર્ડને મારીને સિંહને ખવડાવ્યો - Sandesh
NIFTY 10,726.75 -73.10  |  SENSEX 35,350.80 +-197.46  |  USD 68.2250 +0.24
1.6M
1M
1.7M
APPS
  • Home
  • Featured
  • ‘ઓપરેશન જંગલરાજ’માં ગાઈડનો ચોંકાવનારો ખુલાસો, ગાર્ડને મારીને સિંહને ખવડાવ્યો

‘ઓપરેશન જંગલરાજ’માં ગાઈડનો ચોંકાવનારો ખુલાસો, ગાર્ડને મારીને સિંહને ખવડાવ્યો

 | 1:18 pm IST

ઓપરેશન જંગલરાજમાં ગીરમાં કેવા ગોરખધંધા ચલાવીને ટુરિસ્ટ્સને લૂંટવામાં આવે છે, તેનો પર્દાફાશ કરવામાં આવ્યો છે. પંરતુ આ ઓપરેશનમાં સૌથી મોટો પર્દાફાશ તો એક મુન્ના નામના ગાઈડે કર્યો, જેણે વાતચીતમાં ખુલાસો કર્યો હતો કે, સિંહ દર્શન કરતા રોકનારા અધિકારીઓને મારીને સિંહ સામે ધરી દેવામાં આવે છે. એક ફોરેસ્ટના ગાર્ડને તો આ લોકોએ મારીને ફેંકી દીધો હતો, અને અન્ય એકને સાવજને ખવડાવી દીધો હતો.

ગીર દર્શન કરાવવા માટે ગીરમાં લગભગ 30 જેટલા ટુરિસ્ટિસ ગાઈડ કામ કરે છે. તેઓ પોતાની મરજીથી નિયમોને નેવે મૂકીને ધરાર સિંહ દર્શન કરાવે છે. અને પોતાની સામે આડે આવનારા લોકોનું શું કરે છે, તે મુન્ના નામના ગાઈડે કહ્યું હતું. જે અત્યંત ચોંકાવનારું હતું. અમે મુન્નો, યાસીન, મામદ જેવા ટુર ગાઈડ સાથે વાત કરી હતી. જેમાં મુન્નાએ વાતચીતમાં આ વાત કહી હતી, જે સાંભળની રીતસરના ચોંકી જવાય છે.

મુન્ના ગાઈડ સાથે થયેલી વાતચીત…..

યાસીન સાથે વાત પુરી થતાં જ ગેરકાયદે લાયન શો ના એમ.બી.બી.એસ. એવા મુન્ના નામનો ગાઈડ અમારી ટીમના સંપર્કમાં આવ્યો. સાંભળો ગેરકાયદે લાયન શોના મુન્નાભાઈ એમ.બી.બી.એસ. શું કહી રહ્યા છે…

મુન્નો ગાઈડ : અહીંથી (સાસણથી) સાડા છ વાગ્યે ચેકપોસ્ટ થઈને જવાય જો પાછું આવવું હોય તો રીટર્ન મેંદરડા થઈને અવાય અગીયાર કિલોમીટરનો જંગલનો રસ્તો ખરાબ છે નાની નાની ગાડીઓ પણ જાય છે અલ્ટો ગાડી પણ અહીંથી જાય એ અને આમાં બધા મેમ્બરો આવશો કે… ?

રીપોર્ટર : ના ઈનોવા ગાડી આવશે…

મુન્નો ગાઈડ : એટલે આપણે આ રીતે બધું ગોઠવી નાખીશું બરાબર…

(અને મુન્નો ગાઈડ આગળ જે કહે છે કે ગીરમાં કેટલાયે લોકો આ ધંધો કરે છે બધા મળેલા અને એ કહે છે આડા ચાલતા એક ગાર્ડને સાવજને ખવડાવી દીધો છે)