કામગીરી ન દર્શાવનાર અઢી લાખ જેટલી કંપનીનું અસ્તિત્વ જોખમમાં - Sandesh
NIFTY 10,564.05 -1.25  |  SENSEX 34,415.58 +-11.71  |  USD 66.1200 +0.33
1.6M
1M
1.7M
APPS
  • Home
  • Business
  • કામગીરી ન દર્શાવનાર અઢી લાખ જેટલી કંપનીનું અસ્તિત્વ જોખમમાં

કામગીરી ન દર્શાવનાર અઢી લાખ જેટલી કંપનીનું અસ્તિત્વ જોખમમાં

 | 2:01 am IST

મુંબઈ,તા.૨૦

દેશમાં ૨.૫૦ લાખ જેટલી કંપનીઓ બંધ થવાની શક્યતા છે. છેલ્લા બે વર્ષમાં આ કંપનીઓએ કોઈ જ બિઝનેસ પ્રવૃત્તિ નથી કરી એટલે એમને બરખાસ્ત કરવામાં આવશે. આ કંપનીઓ ડોરમન્ટ સ્ટેટસ માટે એપ્લાય કરવામાં પણ નિષ્ફળ ગઈ છે. રજિસ્ટ્રાર ઓફ કંપનીએ (આરઓસી) છેલ્લા બે સપ્તાહમાં ૨.૫૦ લાખ કંપનીઓની યાદી બનાવી છે જેમણે કંપનીઝ એક્ટ ૨૦૧૩ હેઠળ ડોરમન્ટ સ્ટેટસ માટે અરજી નથી કરી.

કંપનીઝ એક્ટ મુજબ આરઓસી બે સ્થિતિમાં કંપનીને બરખાસ્ત કરી શકે છે. એક તો જો રજિસ્ટ્રેશન કરાયા બાદ એક વર્ષના સમયગાળામાં કંપની બિઝનેસ ચાલુ ન કરે તો અને બીજુ નોન-ડોરમન્ટ કંપની સતત બે નાણાંકીય વર્ષ માટે કાંઈ જ બિઝનેસ ન કરે. ભવિષ્યમાં કોઈ બિઝનેસ કરવા માટે અથવા એસેટ્સ હોલ્ડ કરવા માટે જો કંપનીની સ્થાપના કરવામાં આવી હોત તો કંપની ડોરમન્ટ સ્ટેટસ માટે એપ્લાય કરી શકે છે. આરઓસીએ ડિઝોલ્યુશન માટે જે ૨.૫૦ લાખ કંપનીઓની યાદી તૈયાર કરી છે. એમાં મુંબઈની સૌથી વધુ ૭૧,૦૦૦ કંપનીઓ છે, દિલ્હીની ૫૩,૦૦૦, બેગ્લોરની ૪૦,૦૦૦, અને હૈદરાબાદની ૨૨,૦૦૦ કંપનીઓ છે. પુના, કોલકત્તા અને અમદાવાદની કુલ ૧૧,૦૦૦ થી ૧૨,૦૦૦ કંપનીઓ છે.

જો કોઈ ઓબજેક્શન ના હોય તો કંપનીઝ એક્ટની જોગવાઈ મુજબ આ કંપનીઓના નામ દૂર કરવામાં આવશે. ત્યાર બાદ એમને બરખાસ્ત કરવામાં આવશે. મિનિસ્ટ્રી ઓફ કોર્પોરેટ અફેર્સની વેબસાઈટ પર આ અંગેની નોટિસો ઉપલબ્ધ છે. આ કંપનીઓને બરખાસ્ત કરવામાં આવે એ અગાઉ આરઓસી ઓબજેક્શન્સ અથવા કોમેન્ટ્સ માટે સેન્ટ્રલ એક્સાઈઝ, ઇન્કમ ટેક્સ અને ર્સિવસ ટેક્સ ઓથોરીટીઝને નોટિફિકેશન મોકલશે.