જાણો શું છે ઓપરેશન વિષકન્યા - Sandesh
NIFTY 10,545.50 +44.60  |  SENSEX 34,297.47 +141.52  |  USD 63.9100 -0.18
1.6M
1M
1.7M
APPS
  • Home
  • India
  • જાણો શું છે ઓપરેશન વિષકન્યા

જાણો શું છે ઓપરેશન વિષકન્યા

 | 10:34 pm IST

ભારત અને પાકિસ્તાનની સરહદ પર બહાદૂર ભારતીય જવાનોના હાથે વારંવાર પછડાટ ખાઇ રહેલો પાકિસ્તાન હવે સુંદર યુવતીઓના સહારે ભારત પર જીત મેળવવાના દીવાસ્વપ્નમાં રાચી રહ્યો છે. પાકિસ્તાનની ગુપ્તચર એજન્સી આઇએસઆઇ અવારનવાર ઓપરેશન વિષકન્યા અંતર્ગત ભારતીય સૈનિક સંસ્થાનોમાં ઘૂસણખોરી કરીને ગુપ્ત માહિતી મેળવવાનો પ્રયાસ કરે છે. ક્યારેક તેને તેમાં સફળતા પણ મળે છે. તાજેતરમાં જ હવાઇદળના મુખ્યમથક ખાતે ફરજ બજાવતા ગ્રુપ કેપ્ટેન અરુણ મારવાહ આઇએસઆઇના હની ટ્રેપમાં ફસાઇ ગયો હતો.

આઇએસઆઇના એક અધિકારીએ ફેસબુક પર ફેક એકાઉન્ટ તૈયાર કરી સુંદર યુવતીના સ્વાંગમાં અરુણ મારવાહનો સંપર્ક કર્યો હતો. ભ્રમમાં ફસાયેલા મારવાહ સંદર યુવતીના અવાજના દિવાના બની ગયા પરંતુ તેઓ જાણતા નહોતા કે તે એક યુવક હતો. ત્યારબાદ બંને વચ્ચે સતત ફોન પર જ ચેટિંગ થવા લાગી. ચેટિંગ દરમિયાન મારવાહ અને પેલી કથિત યુવતી સેક્સની ગલીપચી કરાવે તેવી વાતો પણ કરતાં હતાં.

હની ટ્રેપ, દુશ્મન દેશના અધિકારીઓને ફસાવવાની કાતિલ જાળ

દુશ્મન દેશીની રણનીતિ જાણવા માટે દુનિયાના લગભગ તમામ દેશ હની ટ્રેપનો સહારો લે છે. દુશ્મન દેશના ગુપ્ત રહસ્યો જાણવા માટે સુંદર યુવતીઓને જાસૂસ બનાવી હથિયાર તરીકે ઉપયોગ કરવાને હની ટ્રેપ કહેવાય છે. દેશ હની ટ્રેપ દ્વારા દુશ્મન દેશની રણનીતિમાં ઘૂસણખોરી કરીને મહત્વના દસ્તાવેજ અને ગુપ્ત માહિતી હાંસલ કરી લે છએ. આઇએસઆઇ સાથે સંકળાયેલી મહિલાઓ આ પ્રકારના કામમાં ઘણી ચાલાક છે. ભારત અને પાકિસ્તાનમાં હિંદી અને ઉર્દુ મિશ્રિત ભાષા બોલાતી હોવાથી આ પ્રકારની યુવતીઓ માટે આસાની રહે છે.

કેવી રીતે શિકાર ફસાવાય છે?

મોટાભાગના કિસ્સાઓમાં હની ટ્રેપ સાથે સંકળાયેલ મહિલા લક્ષ્યાંક હોય તેવા અધિકારી સાથે દોસ્તી કરે છે. ત્યારબાદ દોસ્તીની આડમાં તેને શિકાર બનાવે છે. એકવાર અધિકારી તેની જાળમાં ફસાઇ ગયા પછી તેને બ્લેકમેલ કરીને તે અધિકારી પાસેથી ગુપ્ત માહિતી હાંસલ કરે છે. સેના સાથે સંકળાયેલા ઘણા અધિકારી અને કર્મચારી સાથે આમ થતું રહે છે. આ કામ માટે હની ટ્રેપનું કામ કરતી યુવતીઓને તગડી રકમ પણ અપાય છે.