FOGથી થયું દિલ્હીમાં નવા વર્ષનુ સ્વાગત, ઝીરો વિઝીબિલિટીથી એરપોર્ટ ઓપરેશન્સ અટવાયું - Sandesh
NIFTY 10,681.25 +30.05  |  SENSEX 34,592.39 +88.90  |  USD 63.6075 -0.05
1.6M
1M
1.7M
APPS
  • Home
  • India
  • FOGથી થયું દિલ્હીમાં નવા વર્ષનુ સ્વાગત, ઝીરો વિઝીબિલિટીથી એરપોર્ટ ઓપરેશન્સ અટવાયું

FOGથી થયું દિલ્હીમાં નવા વર્ષનુ સ્વાગત, ઝીરો વિઝીબિલિટીથી એરપોર્ટ ઓપરેશન્સ અટવાયું

 | 11:09 am IST

દિલ્હી એનસીઆ સહિત સમગ્ર ઉત્તર ભારતમાં ભારે સ્મોગથી દિલ્હીના નવા વર્ષની શરૂઆત થઈ હતી. દિલ્હીમાં તાપમાન 6.6 ડિગ્રી નોંધાયું હતું. રાજધાનીમા વિઝીબિલિટી 50 મીટરથી ઓછી થઈ ગઈ છે, જેના કારણે રસ્તા પર વાહનો ચલવવામાં તકલીફ થઈ છે. તેમજ એરપોર્ટ રનવે પર પણ વિઝિબિલિટી 100 મીટરથી ઓછી થઈ ગઈ છે. દિલ્હીના કેટલાંક વિસ્તારોમાં વિઝિબિલિટી 50 મીટર સુધી છે, જ્યારે કેટલીક જગ્યાઓ પર એક મીટર સુધી કંઇપણ જોઇ શકાતું નથી. – ગાઢ ધુમ્મસની અસર ટ્રેનો પર પણ પડી છે. 56 ટ્રેનો મોડી ચાલી રહી છે. 15 ટ્રેન રદ કરવામાં આવી છે.

ભારે સ્મોગને કારણે 5 ઘરેલુ અને 7 આંતરરાષ્ટ્રીય ઉડાનોમા મોડું થયું છે. જ્યારે કે એક ફ્લાઈટ રદ કરી દેવામાં આવી છે. સ્મોગને કારણે દિલ્હીથી આવનારી અને અહીંથી જનારી અંદાજે 220 જેટલી ફ્લાઈટ પ્રભાવિત થઈ છે. રનવે પર વિઝિબિલટી બહુ જ ઓછી હોવાને કારણે આઈજીઆઈ એરપોર્ટ પર ઓપરેશન સસ્પેન્ડ કરી દેવાયું છે.

હવામાન વિભાગ પ્રમાણે, સોમવારે સવારે દિલ્હીનું તાપમાન 5.7 ડિગ્રી સેલ્સિયસ રહ્યું. આ સીઝનનો આ સૌથી ઠંડો દિવસ રહ્યો. આ પહેલા 24 ડિસેમ્બરે તાપમાન 6.3 માપવામાં આવ્યું હતું. આવનારા દિવસોમાં તેનાથી વધુ ઘટવાની થવાનો અંદાજ છે. પ્રદૂષણનું લેવલ રવિવારની સરખામણીએ થોડું ઓછું રહ્યું છે. બુધવારે વધુ ઓછું થવાનો અંદાજ છે.