ઓપરેટરે બોમ્બેનું બોમ્બ સાંભળ્યું અને NRIની ધરપકડ કરાઈ - Sandesh
NIFTY 10,767.65 -0.70  |  SENSEX 35,443.67 +-19.41  |  USD 67.5000 +0.38
1.6M
1M
1.7M
APPS
  • Home
  • Mumbai
  • ઓપરેટરે બોમ્બેનું બોમ્બ સાંભળ્યું અને NRIની ધરપકડ કરાઈ

ઓપરેટરે બોમ્બેનું બોમ્બ સાંભળ્યું અને NRIની ધરપકડ કરાઈ

 | 3:44 am IST

મુંબઈ, તા. ૨

અમેરિકન ટેક્નોલોજી કંપનીમાં કામ કરતા એક ઉચ્ચ અધિકારીની મુંબઈ એરપોર્ટ પર બોમ્બ મુકાયો હોવાની અફવા ફેલાવવા પ્રકરણે ધરપકડ કરાઈ હતી. જોકે આરોપીએ દાવો કર્યો હતો કે એણે માત્ર બોમ્બે એટલે કે મુંબઈ કહ્યું હતું, બોમ્બ નહીં.

ભારતીય મૂળના વિનોદ મુર્જાની અમેરિકન નાગરિક છે. અમેરિકામાં એક ટેક્નોલોજી ફર્મમાં ચીફ એક્ઝિક્યુટિવ એન્જિનિયર છે. મુર્જાની પત્ની અને બે પુત્રો સાથે ભારતની મુલાકાતે આવ્યા હતા વર્જિનિયા પાછા જવા માટે તેઓ મુંબઈથી દિલ્હી અને દિલ્હીથી રોમ થઈ વર્જિનિયા જવાના હતા.

મુંબઈમાં છત્રપતિ શિવાજી મહારાજ એરપોર્ટ પર આવ્યા બાદ ખરાબ હવામાનને કારણે અનેક ફ્લાઇટના સમયમાં ફેરફાર થયો હોવાનું જાણવા મળ્યું. એટલે દિલ્હી જતી ફ્લાઇટની સ્થિતિ જાણવા તેમણે હેલ્પલાઇન પર ફોન કર્યો. એરપોર્ટના કન્ટ્રોલ રૂમ સાથે જોડાયેલી હેલ્પ લાઇન પર મુર્જાનીએ બપોરે અઢી વાગ્યાની આસપાસ ફોન કર્યો. ‘બોમ-ડેલ સ્ટેટસ’ (BOM-DEL status) અંગે તેમણે જાણકારી માંગી. ‘બોમ’ એ મુંબઈ (અગાઉના બોમ્બે)નું શોર્ટ ફોર્મ છે તો ‘ડેલ’ એ નવી દિલ્હીનું સંક્ષિપ્ત રૂપ.

ફોન ઉપાડનાર ઓપરેટરને મુર્જાની શું બોલ્યા એ ન સમજાતાં એણે ફરી બોલવાની વિનંતી કરી. દરમ્યાન વિનોદ મુર્જાનીએ ફોન મૂકી દીધો. ફોન મૂકવા અગાઉ બોમ્બ છે એવું સાંભળ્યું હોવાનું ઓપરેટરે જણાવવાની સાથે તુરંત સંબંધિત ડિપાર્ટમેન્ટને જાણ કરી.

બપોરે ૪.૩૦ વાગ્યે દિલ્હીના પ્લેનમાં બેઠેલા મુર્જાની ફેમિલીને ઉતારવામાં આવ્યું. બે કલાક બાદ તેમની અટક કરવામાં આવી અને સોમવારે તેમને કોર્ટમાં રજૂ કરાતાં ૧૫ હજાર રૂપિયાના જામીન પર છોડવામાં આવ્યા.

મેં માત્ર વિમાનનું સ્ટેટસ પૂછયું હતું, પરંતુ ઓપરેટરને ગેરસમજ થઈ હોવાનો દાવો મુર્જાનીએ કર્યો હતો. મુર્જાની બોમ્બે બોલ્યા અને ઓપરેટરે બોમ્બ સાંભળ્યું એમ મુર્જાનીના વકીલે જણાવ્યું હતું.

ફ્લાઇટનું ટાઇમટેબલ ખોરવાય એ માટે વિનોદ મુર્જાનીએ ખોટો ફોન કર્યો હોવાની દલીલ પોલીસે કોર્ટમાં કરી હતી.

આ અગાઉ પણ ‘બોમ’ (મ્ર્દ્બ) શબ્દને કારણે ગેરસમજ થઈ હોવાના બનાવ બન્યા છે. એપ્રિલ ૨૦૧૬માં જેટ એરવેઝના અમદાવાદ-મુંબઈ ફ્લાઇટમાં પ્લેનમાં સફાઈ કરનાર કર્મચારીને એક ટુકડા પર ‘મ્ર્ંસ્મ્’ લખેલું મળી આવ્યું હતું. આને પગલે પ્લેનમાં ચઢેલા ૧૨૫ પ્રવાસીઓને પાછા ઉતારવામાં આવ્યા. જોકે પાછળથી જાણ થઈ કે એ તો ર્બોિડગ પાસનો ટુકડો હતો. એરપોર્ટ પર ચેક ઈન કાઉન્ટર પરના કર્મચારીએ મ્ર્ંસ્ની આગળ ગેટ ક્રમાંક મ્ લખતા આ ગોટાળો થયો હોવાનું જાણવા મળ્યું હતું.

;