નેત્રવિહિનદ્રષ્ટિ વાસ્તવિક્તા છે, જેના વડે દિવ્યાંગ જોઇ શકે છે - Sandesh
  • Home
  • Supplements
  • Sanskar
  • નેત્રવિહિનદ્રષ્ટિ વાસ્તવિક્તા છે, જેના વડે દિવ્યાંગ જોઇ શકે છે

નેત્રવિહિનદ્રષ્ટિ વાસ્તવિક્તા છે, જેના વડે દિવ્યાંગ જોઇ શકે છે

 | 3:18 am IST

સાયન્સ મોનિટરઃ વિનોદ પંડયા

અધ્યાત્મમાં અચેતન મન અને તેને ખીલવવા વિષેની અનેક થિયરીઓ છે. વિજ્ઞાાન હવે અચેતન મનને થોડું પામતું થઇ ગયું છે. દુનિયાના કેટલાક દિવ્યાંગ લોકો સબકોન્શસ માઇન્ડના પુરાવા આપે છે.

ફ્લ્મિ કાબીલમાં હ્યતિક રોશન અંધ છે, પણ સામાન્ય માનવી કરતા પણ વધુ દક્ષતાપૂર્વક અનેક કાર્યો પાર પાડે છે. નેત્રહીન હોવા છતાં શ્રીમતી હેલન કેલર રસ્તા પર સાયકલ ચલાવી શકતાં અને દેખતાઓ કરતાં પણ સારૂ જીવન જીવી ગયાં. હાલમાં સ્કોટલેન્ડમાં મિલિના કુનિંગ નામનાં મહીલા અંધ હોવા છતાં પણ દેખતાઓની માફ્ક ઘરના કામકાજ કરી શકે છે. સવાલ એ છે કે તેઓ આ બધુ કઇ રીતે કરે છે ? તેઓની મદદે કોણ આવે છે ?

હમણાના કેટલાક સંશોધનો જણાવે છે કે તેઓનું અચેતન અથવા કમ ચેતન મન (સબકોન્શસ માઇન્ડ) તેઓની મદદે આવે છે. અચેતન મન કરતા કમ ચેતન મન શબ્દ વધુ અર્થસભર છે છતાં કમ ચેતન મનને યોગ્ય રીતે વ્યાખ્યાયિત કરતો નથી. સબકોન્શસ માઇન્ડ માટે અર્ધજાગૃત શબ્દનો પ્રયોગ પણ થાય છે. સબકોન્શસ એ એક બીજી યંત્રણા છે જે મુખ્ય ચેતના (મગજ)ની સાથે મળીને અને ક્યારેક સ્વતંત્રપણે પણ કામ કરે છે. છતાં આપણે અહીં લખીએ છીએ એટલું તેને સમજવાનું સરળ નથી. મગજના રહસ્યો હજી માનવી બરાબર સમજી શક્યો નથી. હમણાના સંશોધનો કહે છે કે માનવી દ્રષ્ટિ વડે દુનિયાને જોઇ શકે છે, પણ તેને દેખાતાં ચિત્રો, દુનિયાના પ્રસંગોનો અર્થ નક્કી કરવાનું કામ મૂળ કોન્શસ માઇન્ડ અને સબકોન્શસ માઇન્ડ સાથે મળીને કરે છે. પણ જેમની દ્રષ્ટિ કામ કરતી નથી તેમણા મગજે માત્ર અચેતન માનસ પર આધાર રાખવો પડે છે. જેમનું આ અચેતન માનસ હેલન કેલર કે મિલિના દુનિયાની માફ્ક વિકસ્યું હોય તેઓને દ્રષ્ટિનો અભાવ જીવનમાં બાધારૂપ બનતો નથી. આવી શક્તિ વડે જીવતા લોકો માટે અંગ્રેજીમાં બ્લાઇન્ડસાઇટ શબ્દ છે જેને નેત્રહીનદ્રષ્ટિ કહી શકાય.

સ્કોટલેન્ડના વિશો શહેરમાં વસતી મિલિનાએ ૨૫ વરસની ઉંમરે દ્રષ્ટિ ગુમાવી હતી, પણ ધીમે ધીમે એને સમજાવા માંડયું કે એનામાં બ્લાઇન્ડસાઇટ ક્ષમતા છે. ત્યારબાદ સંશોધકોએ મિલિનાની આ શક્તિનો ખૂબ વિગતવાર અભ્યાસ કર્યો છે. મિલિનાની નેત્રહીનદ્રષ્ટિ એટલી હદે ખીલી છે કે મિલિનાના શરીર તરફ્ એક નાનકડો દડો અચાનક ફેંકવામાં આવે તો મિલિના તુરંત બન્ને હાથ આગળ કરીને અને માથું કે શરીર બાજુ પર ખસેડી લઇને એ દડાનું નિશાન ચૂકાવી દે છે. એ માથાને વાગવા દેતી નથી. ઉંમરના ત્રીજા દસકા સુધી તો મિલિનાની દ્રષ્ટિ બરાબર હતી. શરીરની કેટલીક તકલીફે માટે એને હોસ્પિટલમાં દાખલ કરવામાં આવી હતી અને ડોકટરોએ એને સહેતુક કોમા (બેભાન અવસ્થા)માં મૂકી હતી. મિલિના ૫૨ દિવસ સુધી કોમાંમાં રહ્યા બાદ ભાનમાં આવી ત્યારે એના માટે બધું કાળું અંધારૂ બની ગયું. એ બીલકુલ જોઇ શકતી ન હતી. ડોકટરોના મતે મિલિના જ્યારે કોમામાં હતી ત્યારે એના મગજ પર સ્ટ્રોકનો હૂમલો થયો હતો જેના કારણે મિલિનાની દ્રષ્ટિ જતી રહી હતી. પરંતુ થોડા મહીનાઓ પછી સ્થિતિ બદલાવા માંડી. છ મહીનામાં મિલિનાને લાગ્યું કે એ અમુક રંગો જોઇ શકે છે પણ મિલિનાની આ વાત માનવા કોઇ તૈયાર ન હતું. પરંતુ ન્યુરોલોજિસ્ટ પ્રોફેસર ગોર્ડન ડટ્ટને મિલિનાને જોઇને જ નિદાન કર્યું કે મિલિના બ્લાઇન્ડસાઇટ ધરાવે છે. પ્રોફેસર ગોર્ડને મિલિના પર કેટલાક ટેસ્ટ હાથ ધર્યા. એક ટેસ્ટમાં હોસ્પિટલની પરસાળમાં કેટલીક ખુરશીઓ આડીઅવળી ગોઠવી દીધી અને મિલિનાને એ ખુરશીઓ વચ્ચેથી સામાન્ય ઝડપથી ચાલવા જણાવ્યું. એ સામાન્ય ઝડપથી ચાલી તો એ ખુરશીઓ સાથે અફ્ળાતી હતી. મિલિના સામે છેડે પહોંચી ત્યારે પ્રોફેસરે એને જણાવ્યું કે હવે તું થોડી વધુ ઝડપથી ચાલીને પાછી આવ અને જ ઝડપથી પાછી ફ્ર. ઝડપભેર ચાલવામાં મિલિનાને એક પણ ખુરશી નડી નહીં અને અફ્ળાયા વગર એ આવી અને પાછી ગઇ. આ એક વિસ્મય પમાડે તેવી ઘટના હતી.

પ્રોફેસર ગોર્ડને મિલિનાને કહ્યું હતું કે ખુરશીઓ વચ્ચેથી ચાલવા બાબતે મગજમાં કોઇ વિચાર લાવ્યા વગર તું જા અને ચાલ. એ સૂચના પ્રમાણે મિલિના ઝાઝું વિચાર્યા વગર ચાલી અને ક્યાંય અફ્ળાઇ નહીં. મિલિના કહે છે કે ખુરશીઓ સાથે અફ્વાયા વગર કેવી રીતે આગળ વધવું તે દોરવણી મારૃં સબકોન્શસ માઇન્ડ મને આપતું હતું.

આજકાલ મિલિના એના ઘરમાં કોઇ ચીજવસ્તુઓ સાથે અફ્ળાયા વગર સામાન્ય માણસની જેમ હરે ફ્રે છે. સોફ પર કોઇ કપડાં કે બીજી ચીજો પડી હોય તો તે એ જોઇ શકતી નથી, પણ એ ચીજનો આભાસ, ધારણા તેને જરૂર મળી જાય છે. એ જાણે છે કે અમુક વસ્તુ ત્યાં પડી જ છે. એનું સબકોન્શસ માઇન્ડ તેને એ પ્રમાણે જણાવે છે. ત્યાંથી એ ચીજ એ ઊઠાવીને યોગ્ય જગ્યાએ મૂકી દે છે. કપડાં હોય તો ગડી વાળીને કબાટમાં મૂકે છે. ઘરમાં ફ્લોર પર હોલની વચ્ચે કોઇ શૂઝ કે હેન્ડબેગ કે બીજી ચીજો મૂકીને કામ પર જતું રહ્યું હોય તો મિલિનાને એહસાસ થાય છે કે એ વસ્તુ ત્યાં પડી છે. તેને એમ પણ થાય કે ચાલતી વખતે તેની સાથે અફ્ળાઇ ન જવાય તે માટે તે વસ્તુને ઊંચકીને એકબાજુએ મૂકી દેવી જરૂરી છે. તે એના સબકોન્શસ મગજની દોરવણી પ્રમાણે દીવાનખંડમાં એ ચીજ પડી હોય ત્યાં પહોંચે છે અને ઊઠાવીને મૂકી દે છે. મિલિના કહે છે કે એ વિચિત્ર અનુભવ છે જેમાં હું વસ્તુઓને જોઇ શકતી નથી છતાં જોઇ શકું છું.

દુનિયામાં એવા ઘણા લોકો છે જેમણે દ્રષ્ટિ ગુમાવી હોય છે તેમનું સબકોન્શસ માઇન્ડ ડેવલપ થાય છે અને નેત્રવિહિનદ્રષ્ટિ પ્રાપ્ત કરે છે. આ ઘટના માનવીના મગજ અને મનના ઊંડાણ અને જટિલતા પર પ્રકાશ ફેકે છે. ડેનિયલ નામના બીજા એક વ્યક્તિના માથાના દુઃખાવાના ઇલાજ માટે મગજની શસ્ત્ર્રક્રિયા કરવામાં આવી હતી ત્યારે મગજમાં દ્રષ્ટિશક્તિ માટેના પ્રદેશને નુકશાન પહોંચ્યું અને પરિણામે, એની બન્ને આંખો તંદુરસ્ત હોવા છતાં એ નાકથી ડાબી બાજુનું કશું જોઇ જ શકતો નથી. બારીના બે પરદામાંથી એક પરદો બંધ હોય અને આપણને બહારનું દ્રશ્ય જે રીતે દેખાય એ રીતે ડેનિયલને સમગ્ર દુનિયાની નાની મોટી ચીજો દેખાય છે.

પરંતુ છતાં ડેનિયલમાં એક બીજી શક્તિ વિકસી છે. જે ભાગ તેને દેખાતો નથી તે ભાગ પણ ત્યાં હોવાનું એ અનુભવે છે. જેમ કે ડાબી બાજુએ બેઠેલી વ્યક્તિને એ જોઇ શકતો ન હોય તો પણ એ વ્યક્તિનો જમણો હાથ એકઝેક્ટલી કયાં છે તે એ જાણી શકે છે અને એ હાથ પકડીને હેન્ડશેઇક પણ કરે છે. લંડનની નેશનલ હોસ્પિટલના ડો.સેન્ડર્સ આ ડેનિયલનો અભ્યાસ કરી રહ્યા છે. તેમાં જણાયું છે કે ડેનિયલનું અજાગૃત મન ડેનિયલને પૂરેપૂરૃં સહાયક બની રહ્યું છે.

સાયકોલોજિસ્ટ ઇલિઝાબેથ વોરિંગ્ટન અને લોરેન્સ વીસક્રાન્સ દ્વારા ડેનિયલ પર કેટલાક કલેવર ટેસ્ટ હાથ ધરવામાં આવ્યા. ડેનિયલને જે ભાગમાં બિલકુલ દેખાતુ નથી ત્યાં એક સ્ક્રીન ગોઠવ્યો અને તેના પર વર્તુળનું નિશાન વારંવાર જગ્યા બદલતું રહેતું હતું. ડેનિયલને કશંી દેખાતું ન હતું છતાં એને સ્ક્રીન પર વર્તુળની જગ્યા વિષે પૂછવામાં આવ્યું ત્યારે દર વખતે એણે વર્તુળની સાચી પોઝિશન જણાવી. પ્રથમ તો ડેનિયલને પોતાને જ ખાતરી ન હતી, પરંતુ સાઇકોલોજિસ્ટોએ એને તે ધારણા બાંધવા માટે સમજાવ્યો તો એની ધારણાઓ ૧૦૦ ટકા જેટલી સાચી પડી. ત્યારબાદ સંશોધકોએ એ પરદા પર ક્યારેક ઊભી તો ક્યારેક આડી રેખા દોરી અને ડેનિયલે જણાવવાનું હતું કે એ રેખા આડી છે કે ઊભી ? ડેનિયલે જે જવાબ આપ્યા તે ૮૦ ટકા સાચા હતા.

અહીં વિજ્ઞાાનીઓનો મત છે કે ડેનિયલની તંદુરસ્ત આંખો હજી પણ જોઇ શકે છે પણ દ્રષ્ટિ માટેનો મગજનો મુખ્ય પ્રદેશ તેનું અર્થઘટન કરી શકતો નથી. પરંતુ સબકોન્શસ મગજ આંખ દ્વારા મળતા એ સંદેશાઓ ઝીલી લઇને તેનું અર્થઘટન કરે છે. તેનો અર્થ એ થયો કે દરેક માનવી જે કંઇ જૂએ છે તેનું અર્થઘટન મુખ્ય ચેતના અને પેટાચેતના (કોન્શસ અને સબકોન્સસ) બન્ને પ્રકારના મગજ દ્વારા થાય છે. માનવી નરી આંખે જે જૂએ છે તેની સાથે બીજા કેટલાક અર્થ હોય છે જે સબકોન્શસ માઇન્ડ સમજે છે. ડેનિયલના કિસ્સામાં એનું સબકોન્શસ માઇન્ડ સલામત છે જે પોતાનું કામ પુરી માત્રામાં કરે છે. આ ઘટના સમજાવે છે કે મગજની રચના અગાધ અને રહસ્યમય છે. માનવી હજી પોતાના મગજને પૂરેપૂરૃં સમજી શક્યો નથી. જ્યારે આ ઘટના સાયકોલોજિસ્ટ લોરેન્સ વીસક્રાન્ઝ સમક્ષ આવી અને એમણે પ્રયોગો કર્યા પછી આ શક્તિને નેત્રવિહિનદ્રષ્ટિ (બ્લાઇન્ડસાઇટ) નામ આપ્યું. શરૂઆતમાં લોરેન્સના આ સંશોધનને માનવા બીજા વિજ્ઞાાનીઓ તૈયાર ન હતા. પરંતુ બ્લાઇન્ડસાઇટ હવે સ્વીકૃત શબ્દ બની ગયો છે. બીજા શબ્દોમાં કહી શકાય કે બ્લાઇન્ડસાઇટ એ અચેતન મન અથવા કમ ચેતન મનનો જ પર્યાય છે.