oppo a31 2020 with mediatek helio p35 launched price specifications-
  • Home
  • Featured
  • જોરદાર કેમેરા વાળો Oppo A31 થયો લોન્ચ, જાણો કિંમત અને ફીચર્સ

જોરદાર કેમેરા વાળો Oppo A31 થયો લોન્ચ, જાણો કિંમત અને ફીચર્સ

 | 2:00 pm IST

Oppoએ તેના મિડ રેન્જની A સીરીઝ લાઇનમાં નવો સ્માર્ટફોન Oppo A31 લોન્ચ કર્યો છે. આ ફોન A31જે 2015માં લોન્ચ થયો હતો તે ફોનથી બીલ્કુલ અલગ છે. હાલ આ સ્માર્ટફોન ફક્ત ઇન્ડોનેશિયામાં હાલમાં જ લોન્ચ કરવામાં આવ્યો છે. Oppoએ A31 2020 સ્માર્ટફોનમાં MediaTek Helio P35 પ્રોસેસર આપવામાં આવેલ છે.

Oppo A31 2020ની કિંમત IDR 25,99,000 કિંમત 13,500 રાખવામાં આવી છે. હાલ ઇન્ડોનેશયાની બજારમાં આ ફોન મળી રહ્યા છે. ગ્રાહકોને આ સ્માર્ટફોન મિસ્ટ્રી બ્લેક અને ફેન્ટસી વાઈટ કલર ઓપ્શનમાં આપવામાં આવેલ છે. હાલ આ ફોનને લઈને બીજી કોઈ જાણકારી આપવામાં આવી નથી.

Oppo A31ના સ્પેશિફિકેશન્સ
આ સ્માર્ટફોન એક મિડ રેન્જનો સ્માર્ટફોન છે અને તેમાં ડ્યુઅલ સિમને સપોર્ટ કરશે. સાથે MediaTek Helio P35 પ્રોસેસર આપવામાં આવેલ છે. આ ફોન 4GB રેમ અને 128GB સ્ટોરેજ સાથે આવે છે. બીજા સ્પેશિફિકેશન્સની વાત કરીએતો તેમાં 6.5-ઈંચ HD+ (720×1,600 પિક્સલ) ડિસ્પ્લે, 4230mAh બેટરી અને રિયર ફિંગર પ્રિન્ટ સેન્સર આપવામાં આવેલ છે.

ફોટોગ્રાફી સેક્શનની વાત કરીએતો Oppo A31 (2020)ના રિયર ટ્રિપલ કેમેરા સેટઅપ આપવામાં આવેલ છે. આસેટઅપનો પ્રાઇમરી કેમેરા 12MPનો છે. સાથે અહીં 2MPનો મેક્રો કેમેરા અને 2MP ડેપ્થ સેન્સર સાથે આપવામાં આવશે. તેનો ફ્રન્ટ કેમેરા 8MPનું છે. આ કેમેરા વોટરડ્રોપ સ્ટાઇલવાળો નોચમાં પ્લેસ કરવામાં આવે છે.

કનેક્ટીવિટીની વાત કરીએતો 4G/LTE, Wi-Fi અને બ્લુટુથ 5.0 સપોર્ટ આપવામાં આવેલ છે. આ સિવાય માઈક્રો USB પોર્ટ અને 3.5mm હેટફોન જેકનો સપોર્ટ આપવામાં આવેલ છે.

આ વીડિયો જુઓ: ડોનાલ્ડ ટ્રમ્પની અમદાવાદ મુલાકાતને લઈ બેઠક

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો Sandeshની નવી મોબાઇલ એપ્લિકેશન