Technology: oppo a5 new variant launch in india at rs 12990
  • Home
  • Technology
  • Oppoના જબરદસ્ત સ્માર્ટફોનનું નવું વર્ઝન થયું લોન્ચ, જાણો તેની કિંમત અને ફીચર્સ

Oppoના જબરદસ્ત સ્માર્ટફોનનું નવું વર્ઝન થયું લોન્ચ, જાણો તેની કિંમત અને ફીચર્સ

 | 2:36 pm IST

ચીની સ્માર્ટફોન ઉત્પાદક કંપની ઓપ્પોએ ગયા વર્ષે લોન્ચ કરેલ મિડ-બજેટ રેંજનો સ્માર્ટફોન ઓપ્પો એ5 નું નવું 64 જીબી વર્ઝન લોન્ચ કર્યું છે. ઓપ્પો એ5 એ અગાઉ ફક્ત એક જ 4 જીબી + 32 જીબી લોન્ચ કરવામાં આવ્યું હતું. આ સ્માર્ટફોનનું નવું વર્ઝન, 4 જીબી + 64 જીબી, 12,990 રૂપિયાના ભાવે લોન્ચ કરવામાં આવ્યું છે.

આ ફોન ભારતમાં રૂપિયા 14,990 ની કિંમતે લોન્ચ કરવામાં આવ્યો છે. તેના 4 જીબી + 32 જીબી વેરિઅન્ટ પણ ઉપલબ્ધ છે, તેની કિંમત રૂપિયા 11,990 છે. આના નવા વેરિઅન્ટને માત્ર ઓફલાઇન સ્ટોર દ્વારા ખરીદી શકાય છે. તે આગામી કેટલાક અઠવાડિયામાં ઓનલાઇન ઉપલબ્ધ કરાશે. આ સ્માર્ટફોનના વિશેષ ફીચર્સ વિશે જાણીએ.

Oppo A5 ની વિશિષ્ટતાઓ
આ સ્માર્ટફોનની વિશિષ્ટતાઓ વિશે વાત કરીએ તો, તેમાં 6.2 ઇંચની એચડી પ્લસ ફૂલવ્યૂ ડિસ્પ્લે છે. ફોનના ડિસ્પ્લેના પ્રોટેક્શન માટે આ ફોનમાં 2.5D કર્વ ગ્લાસ આપવામાં આવ્યો છે. ડિસ્પ્લેનો આસપેક્ટ રેશ્યો 19:9 આપવામાં આવ્યો છે. ફોનના પ્રદર્શન વિશે વાત કરીએ તો, ઓક્ટાકોર સ્નેપડ્રેગન 450 ચિપસેટ પ્રોસેસર આપવામાં આવ્યું છે. ફોનના ગ્રાફિક્સના સારા દેખાવ માટે એડ્રિનો 506 જીપીયુ આપવામાં આવ્યું છે. ફોનની ઇનટર્નલ મેમરીને માઇક્રોએસડી કાર્ડ દ્વારા 256GB માં વધારી શકાય છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો Sandeshની નવી મોબાઇલ એપ્લિકેશન