ભારતમાં Oppo એ આ સ્માર્ટફોન કર્યો લોન્ચ, જાણો કિંમત અને સ્પેસિફિકેશન - Sandesh
NIFTY 10,360.40 -18.00  |  SENSEX 33,703.59 +-71.07  |  USD 64.7900 +0.58
1.6M
1M
1.7M
APPS
  • Home
  • Technology
  • ભારતમાં Oppo એ આ સ્માર્ટફોન કર્યો લોન્ચ, જાણો કિંમત અને સ્પેસિફિકેશન

ભારતમાં Oppo એ આ સ્માર્ટફોન કર્યો લોન્ચ, જાણો કિંમત અને સ્પેસિફિકેશન

 | 12:07 pm IST

ભારતમાં Oppo એ તેનો નવો સ્માર્ટફોન કર્યો લોન્ચ. આ નવો સ્માર્ટફોન ગત વર્ષે લોન્ચ કરવામાં આવેલાં Oppo A71નું અપડેટ વર્જન છે. તેની કિંમત ભારતમાં 9,990 રૂપિયા રાખવામાં આવી છે. ગ્રાહક તેને ફ્લિપકાર્ટ પરથી ખરીદી શકે છે. તેમજ જલ્દી એમેઝોન અને સેન્પડીલ પરથી ખરીદી શકાશે.

ગ્રાહકોને આ સ્માર્ટફોન બ્લેક અને ગોલ્ડ કલર ઓપ્શનમાં મળશે. જુનાં મોડલની સરખામણીમાં આ સ્માર્ટફોનમાં AI બ્યૂટી રિકગ્નિશન ટેક્નોલોજી આપવામાં આવી છે. તેમાં ફોટોનાં બેકગ્રાઉન્ડને બ્લર કરવાની બોકે ઈફ્કેટ પણ આપવામાં આવી છે. તે સિયાવ તેમાં મલ્ટી ફ્રેમ ડિનોયસિંગ ટેક્નોલોજી અને અલ્ટ્રા HD ટેક્નોલોજી પણ આપવામાં આવી છે. આ સ્માર્ટફોન 32 મેગાપિક્સલલ રિઝોલ્યૂશન વાળી ઈમેજ પણ જનરેટ કરે છે. આ સ્માર્ટફોનને ખાસ કરીને સેલ્ફી લવર માટે બનાવામાં આવ્યો છે.

Oppo A71 (2018)ની ખાસિયત :

સ્પેસિફિકેશનની વાત કરીએ તો Oppo A71માં 5.2 ઈંચ HD 720×1280 પિક્સલ TFT ડિસ્પ્લે આપવામાં આવી છે. આ સ્માર્ટફોન કંપનીના ColorOS 3.2 બેસ્ડ એન્ડ્રોઈડ 7.1 નૂગટ પર ચાલશે. તેમાં 3GB રેમની સાથે 1.8GHz ઓક્ટાકોર ક્વોલકોમ સ્નેપડ્રેગન 450 પ્રોસેસર આપવામાં આવ્યું છે.

તેની ઈન્ટરનલ મેમરી 16GB ની છે, જેને કાર્ડની મદદથી 256GB સુધી વધારી શકાય છે. તેનાં કેમેરાની વાત કરીએ તો તેનાં રિયરમાં f/2.2 અપર્ચર અને LED ફ્લેશની સાથે 13 મેગાપિક્સલનો કેમેરો અને ફ્રંટમાં f/2.4 અપર્ચરની સાથે 5 મેગાપિક્સલનો કેમેરો આપવામાં આવ્યો છે. તેની બેટરી 3,000mAh છે અને કનેક્ટિવિટિ માટે તેમાં 4G VoLTE, Wi-Fi 802.11 b/g/n, Bluetooth v4.2, GPS/ A-GPS, Micro-USB અને 3.5mm ઓડિયો જેક સપોર્ટ આપવામાં આવ્યું છે.