Technology: Oppo and iPhone price cut Different models in India
  • Home
  • Technology
  • iPhone અને Oppoએ તેના વિવિધ વેરિયન્ટ્સના સ્માર્ટફોનને કર્યા સસ્તા, જાણો નવી કિંમત

iPhone અને Oppoએ તેના વિવિધ વેરિયન્ટ્સના સ્માર્ટફોનને કર્યા સસ્તા, જાણો નવી કિંમત

 | 11:40 am IST

સ્માર્ટફોન ઉત્પાદક કંપની Oppoએ તેના A7 હેન્ડસેટની કિંમતમાં ઘટાડો કર્યો છે. Oppo A7 નાં વેરિઅન્ટ્સ હવે 12,990 રૂપિયાના પ્રારંભિક ભાવે ખરીદી શકાય છે. આ પહેલાં પણ ફોનની કિંમતમાં રૂપિયા 1,000નો ઘટાડો કરવામાં આવ્યો હતો. જેથી હવે ફોનના 3 જીબી રેમ વેરિયન્ટને 13,990 રૂપિયામાં ખરીદી શકાય છે. તેમજ 4 જીબી રેમ વેરિઅન્ટ રૂપિયા 15,990 માં ખરીદી શકાય છે. આ પ્રકારે Oppoના વેરિઅન્ટ્સ ભારતમાં અનુક્રમે રૂપિયા 14,990 અને રૂપિયા 16,990 માં રજૂ કરવામાં આવ્યા છે.

જાણો Oppo A7ની નવી કિંમત:

Oppo A7 ના 3 જીબી રેમ વેરિયન્ટને રૂપિયા 12,990માં ખરીદી શકાય છે. તેમજ 4 જીબી રેમ વેરિઅન્ટ્સને રૂપિયા 14,990માં ખરીદી શકાય છે. આ નવી કિંમતમાં, આ ફોન એમેઝોન અને ફ્લિપકાર્ટમાંથી ખરીદી શકાય છે.

આ સ્માર્ટફોનને પણ મળ્યું છે પ્રાઇસ કટ:

iPhone XRના ત્રણેય વેરિયન્ટના ભાવમાં રૂપિયા 17,000નો ઘટાડો થયો છે. iPhone XRના 64GB વર્ઝનને 76,900 રૂપિયાના બદલે 59,900 રૂપિયામાં ખરીદી શકાય છે. તેમજ 128 જીબી સ્ટોરેજ વેરિયન્ટને 81,900 રૂપિયાની જગ્યાએ 64,900 રૂપિયામાં ખરીદી શકાય છે. તેના 256 જીબી સ્ટોરેજ વેરિઅન્ટને રૂપિયા 91,9 00 ની જગ્યાએ રૂપિયા 74,900 પર ખરીદી શકાય છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો Sandeshની નવી મોબાઇલ એપ્લિકેશન