oppo conducted india first 5g call in hyderabad tech news
  • Home
  • Featured
  • ચાઇનીઝ સ્માર્ટફોન કંપનીએ ભારતમાં પ્રથમ 5G કૉલ કર્યો, જાણો વિગતો

ચાઇનીઝ સ્માર્ટફોન કંપનીએ ભારતમાં પ્રથમ 5G કૉલ કર્યો, જાણો વિગતો

 | 11:15 am IST
  • Share

  • ચીનની કંપનીએ ભારતમાં કર્યો પ્રથમ 5G કૉલ

  • 5G ટેક્નોલોજી ભારતીય યુઝર્સને મળશે વધુ સારો અનુભવ

ચીનની સ્માર્ટફોન નિર્માતા કંપની OPPOએ એક મોટી સિદ્ધિ હાંસલ કરી છે. કંપનીએ ગુરુવારે હૈદરાબાદમાં કી-સાઇટ સોલ્યુશનની 5G લેબમાંથી સફળતાપૂર્વક પહેલો 5G VoNR (વૉઇસ/વિડિયો ઓન ન્યુ રેડિયો) કૉલ કર્યો. આ 5G કૉલ કંપનીના લેટેસ્ટ Reno 6 સિરીઝના ડિવાઇસથી કરવામાં આવ્યો છે. કોલ માટે એન્ડ-ટુ-એન્ડ સ્ટેન્ડઅલોન નેટવર્કનો ઉપયોગ કરવામાં આવ્યો છે.

ઓપ્પો ઈન્ડિયાના R&D હેડ તસ્લીમ આરીફે જણાવ્યું કે અમારી ટીમ 5G ટેક્નોલોજી પર કામ કરી રહી છે, જેથી ભારતીય યુઝર્સને 5G ટેક્નોલોજીનો વધુ સારો અનુભવ મળી શકે.

શું છે VoNR

VoNR એ વૉઇસ ઓવર 5G ન્યુ રેડિયો કૉલ છે, જે 5G નેટવર્કના SA આર્કિટેક્ચરનો ઉપયોગ કરે છે. અગાઉની કોલ સેવાની સરખામણીમાં VoNR વધુ સારા ઓડિયો અને વિડિયો ઓફર કરે છે. SA આર્કિટેક્ચર (SA નેટવર્ક) એ ભવિષ્યના 5G નેટવર્કના પ્રાથમિક આર્કિટેક્ચરમાંનું એક છે. વિશ્વભરના ઓપરેટરો હાલમાં SA નેટવર્ક્સ પર 5G ટેકનોલોજીનું પરીક્ષણ કરી રહ્યા છે.

એરટેલે પણ કર્યું 5G ટેક્નોલોજીનું ટ્રાયલ

જણાવી દઈએ કે ઓપ્પો ઈન્ડિયા સિવાય ટેલિકોમ કંપની એરટેલે નોકિયા સાથે મળીને 700 MHz બેન્ડ પર 5G ટેક્નોલોજીનો ટ્રાયલ કર્યો છે. આ ટ્રાયલ કોલકાતાની બહારના વિસ્તારમાં કરવામાં આવ્યો, જે પૂર્વ ભારતમાં પ્રથમ 5G ટ્રાયલ છે. બંને કંપનીઓએ 40Km ના અંતર સાથે બે 3GPP 5G સાઇટ્સ વચ્ચે ઉચ્ચ બ્રોડબેન્ડ નેટવર્ક કવરેજ હાંસલ કર્યું છે. એરટેલે 5G ટ્રાયલ માટે નોકિયાના AirScale રેડિયો અને સ્ટેન્ડ-અલોન કોરનો ઉપયોગ કર્યો છે.

નીચે આપેલી લિંક્સ પર ક્લિક કરીને સંદેશ ન્યૂઝ સાથે જોડાઓ.

તમે અમને પર ફોલો કરીને સમાચાર મેળવી શકો છો.

તમારા ફોન પર લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ સૌથી પહેલા મેળવવા માટે હમણાં જ Sandesh ની મોબાઇલ એપ્લિકેશન ડાઉનલોડ કરો