Oppo F11 Pro alleged press image tips full-screen design, pop-up selfie camera
  • Home
  • Featured
  • ટૂંક સમયમાં ભારતમાં Oppo F11 Pro થશે લૉન્ચ, જાણો ફોનની શું છે ખાસિયત

ટૂંક સમયમાં ભારતમાં Oppo F11 Pro થશે લૉન્ચ, જાણો ફોનની શું છે ખાસિયત

 | 12:14 pm IST

સ્માર્ટફોન ખરીદતી વખતે તેનો કેમેરા અને તેની મેમરી જોવામાં આવે છે. આ બંને ફિચર્સ જે ફોનના મજબુત હોય તે ફોન ખુબજ લોકપ્રિય થાય છે. ખાસ કરીને ભારતમા અને સેલ્ફીના શોખિનો માટે કેટલીક દિગ્ગજ કંપનીઓ પોતાના સ્માર્ટફોનમાં રિટરમાં અને ફ્રન્ટમાં દમદાર કેમેરાઓ લાવે છે. Samsung, Xiaomi, Nokia જેવી કંપનીઓ ખાસ આ ફીચર પર ફોકસ કરે છે.

આ વર્ષે ભારતમાં કેટલાક નવા અને ખુબજ શાનદાર ફોન માર્કેટમાં લૉન્ચ થવાના છે. જેમાં Samsung Galaxy S10, Xiaomi Redmi Note7, Nokia 9 Pure જેવા ફોનનો સમાવેશ થાય છે. આ કડીમાં હવે ચીનની સ્માર્ટફોન કંપની Oppo પોતાનો નવો સ્માર્ટફોન ભારતીય બજારમાં લૉન્ચ કરવાની તૈયારીમાં છે.

Oppoનો આ સ્માર્ટફોન F9 Proનો સક્સેસર રહેશે અને કંપની આ F11 પ્રોના નામની રજૂઆત કરી છે. હાલમાં Oppo ફોનના ફીચર્સ અને સ્પેસિફિકેશન અંગે જણાવવામાં આવ્યુ હતુ. Oppo F11 Proમાં 1080×2340 પિક્સલ રિઝોલ્યુશન સાથે 6.5 ઈંચની એલસીડી ડિસ્પ્લે આપવામાં આવી છે. ફોનના બેક સાઈડ પર ડ્યૂલ કેમેરા સેટઅપ અને એક ફિંગરપ્રીન્ટ સેન્સર આપવામાં આવેલ છે. ફોનનો બેક ગ્લાસ ફિનિશ સાથે ગ્રેડિંયન્ટ કલર ડિઝાઈનમાં આવશે.

ફોનની સૌથી મોટી ખાસિયત તેમાં આપવામાં આવેલ પોપ-અપ સેલ્ફી કેમેરા છે. Oppo F11 Proનો આ પોપ અપ કેમેરાને Vivo V15 Pro અને Vivo Nexની જેમ બનાવ્યો છે. પોપ અપ કેમેરો આ ફોનને ખાસ શાનદાર અને દમદાર આકર્ષક લુક આપે છે.

રિપોર્ટમાં દાવો કરવામાં આવ્યો છે કે Oppo F11 Pro ડ્યુઅલ રિયર સેટઅપ સાથે આવશે જેમાં 48 મેગાપિક્સલ અને એક પ્રાઈમરી સેન્સર હશે. તો સેકન્ડરી સેન્સર 12 મેગાપિક્સલનો રહેશે જેમાં ઓછી રોશની હશેતો પણ બહેતર ફોટો પાડી શકાશે. સેલ્ફી માટે Oppoએ ખાસ 32 મેગાપિક્સલ ફ્રન્ટ સેન્સર આપ્યુ છે.

ફોન 6GB રેમ અને 128 GB ઈન્ટરનલ સ્ટોરેજ સાથે આવશે. પ્રોસેસરની વાત કરીએતો આ ફોનમાં હાઈ એન્ડ મીડિયા ચિપસેટ આપવામાં આવેલ છે. Oppoએ ગયા વર્ષે નવેમ્બરમાં પોતાનો નવો OS ColorOS 6ને લૉન્ચ કર્યો હતો. કિંમતની વાત કરીએતો આ સ્માર્ટફોન 25,000 સુધીમાં આવશે.