oppo find x2 pro find x2 with 120hz display soc launched
  • Home
  • Featured
  • Oppo લાવ્યો 5G સપોર્ટવાળો જોરદાર સ્માર્ટફોન, 120Hz ડિસ્પ્લે – આધુનિક સુવિધાઓથી સજ્જ

Oppo લાવ્યો 5G સપોર્ટવાળો જોરદાર સ્માર્ટફોન, 120Hz ડિસ્પ્લે – આધુનિક સુવિધાઓથી સજ્જ

 | 10:00 am IST

ચીનની સ્માર્ટફોન મેકર કંપની OPPO હવે પોતાનો નવો Oppo Find X2 સ્માર્ટફોન ભારતમાં લૉન્ચ કર્યો છે. આ ઉપરાંત ફોન પર કેટલીક ઓફર્સ પણ મળી રહી છે. ઉલ્લેખનીય છે કે, Find X2, Find X2 Proને ગયા વર્ષે ચીનમાં લૉન્ચ કરવામાં આવ્યા હતા.

Oppo Find X2ની ખાસિયતો

Oppo Find X2 Pro અને Find X2 લેટેસ્ટ ફ્લેગશિપ સ્માર્ટફોન લોન્ચ કરી દેવામાં આવ્યો છે. બંને મોડલમાં હોલ પંચ કટઆઉટ અને 120Hz અને અલ્ટ્રા વિઝન ડિસ્પ્લે આપવામાં આવ્યા છે. Oppo Find X2 Proમાં પેરિસ્કોપ શેવવાળો લેન્સ છે. આનાથી તેમાં 10X હાઈબ્રિડ ઝૂમ અને 60x સુધી ડિજીટલ ઝૂમ મળશે. તેમાં 5G સપોર્ટ આપવામાં આવેલ છે.

Oppo Find X2 Proની કિંમત 12GB + 512GB વેરિઅન્ટ માટે 1,00,100 રૂપિયા છે તો Oppo Find X2 12GB + 256GBની કિંમત 83,400 રૂપિયા રાખવામાં આવી છે. Oppo Find X2 Pro અને Find X2 મેની શરૂઆતમાં વેસ્ટર્ન યુરોપિયન માર્કેટમાં સેલ માટે ઉપલબ્ધ થશે.

હાલ Oppo Find X2 સીરીઝની ગ્લોબલ લોન્ચિંગ માટે કોઈ ખાસ જાણકારી આપવામાં આવી નથી. કંપનીએ 5G સપોર્ટ સાથે ભારતમાં લોન્ચીંગ પહેલા ટીઝર જારી કર્યુ હતુ.

આ વીડિયો જુઓ: અમદાવાદમાં પોલીસ કસ્ટડીમાં ટિકટોક વીડિયો

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો Sandeshની નવી મોબાઇલ એપ્લિકેશન