ભારતમાં આજે લોન્ચ થઈ રહ્યો છે Oppo R17, આ છે ફિચર્સ અને ખાસિયત - Sandesh
  • Home
  • Technology
  • ભારતમાં આજે લોન્ચ થઈ રહ્યો છે Oppo R17, આ છે ફિચર્સ અને ખાસિયત

ભારતમાં આજે લોન્ચ થઈ રહ્યો છે Oppo R17, આ છે ફિચર્સ અને ખાસિયત

 | 3:15 pm IST

ચીની સ્માર્ટફોન મેકર આજે ભારતમા પોતાના ફ્લેગશિપ R સિરીઝનો સ્માર્ટફોન લોન્ચ કરવાની તૈયારીમાં છે. મુંબઈમાં ઈવેન્ટ છે અને આ દરમિયાન Oppo R17 Pro લોન્ચ કરવામા આવશે. આ સ્માર્ટફોનમાં એજ ટૂ એજ વોટર ડ્રોપ ડિસ્પલે છે અને ઓલ ગ્લાસ બોડી આપવામા આવી છે. આમાં અંડર ડિસ્પલે ફિંગરપ્રિન્ટ સ્કેનર આપવામા આવ્યો છે અને ફાસ્ટ ચાર્જિંગ સપોર્ટ છે.

આ સ્માર્ટફોન સાથે કંપની Oppo R17 પણ લોન્ચ કરી શકે છે. આ સ્માર્ટફોનને પહેલા ચીનમાં લોન્ચ કરવામા આવ્યો પછી યૂરોપિયન માર્કેટમાં રજૂ કર્યો હતો આમ આ જૂનો ફોન છે, પરંતુ ભારતમાં આને હવે લોન્ચ કરવામા આવી રહ્યો છે. ભારત ઓપો માટે બિગ માર્કેટ છે, તે છતાં જુના ફોન લોન્ચ કરી રહ્યો છે તે જરૂરથી અજીબો-ગરીબ વાત છે. ઈવેન્ટની શરૂઆત રાત આઠ વાગે થવાની આશા છે જેને તમે યૂ-ટ્યૂબ ચેનલ પર લાઈવ સ્ટ્રીમ દ્વારા દેખી શકશો.

Oppo R17 Neo એન્ડ્રોઈડ 8.1 ઓરિયો બેસ્ડ ColorOS 5.2 પર ચાલે છે. આ સ્માર્ટફોનમાં 6.4 ઈંચની ફુલ એચડી પ્લસ (1080×2340 પિક્સલ) AMOLED ડિસ્પલે આપવામા આવી છે. આ સ્માર્ટફોનમાં 4GB રેમ સાથે 1.95GHz ઓક્ટા-કોર ક્વોલકોમ સ્નેપડ્રેગન 660 પ્રોસેસર આપવામા આવ્યો છે.

ફોટોગ્રાફી સેક્શનની વાત કરીએતો રિયરમાં ડ્યુઅલ કેમેરા સેટઅપ આપવામા આવ્યો છે. આનો પ્રાઈમરી કેમેરો 16 એમપીનો છે જ્યારે સેકેન્ડી કેમેરો 2 એમપીનો છે. આના ફ્રન્ટમાં સેલ્ફી માટે 25 એમપીનો કેમેરો આપવામા આવ્યો છે.

આ સ્માર્ટફોનની ઈન્ટરનલ મેમોરી 128GBની છે, જેને કાર્ડની મદદથી 256GB સુધી વધારી શકાય છે. ક્નેક્ટિવિટીના રૂપમાં આમાં 4G VoLTE, Wi-Fi 802.11 a/b/g/n/ac અને બ્લૂટૂથ 5.0નું સપોર્ટ આપવામા આવ્યું છે. આ સ્માર્ટફોનની ખાસ વાત તે છે કે, આમા ઈન-ડિસ્પલે ફિંગરપ્રિન્ટ સેન્સર આપવામા આવ્યો છે. આ સ્માર્ટફોનની બેટરી 3,600mAhની છે અને આનો વજન 156 ગ્રામ છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો Sandeshની નવી મોબાઇલ એપ્લિકેશન