OPPO Will Not Sponsor Indian Cricket Team Further
  • Home
  • Sports
  • Cricket
  • વર્લ્ડ કપ-19ની સેમિ-ફાઇનલમાં હારનારી ભારતીય ટીમને વધુ એક ઝાટકો, OPPOએ છોડ્યો સાથ

વર્લ્ડ કપ-19ની સેમિ-ફાઇનલમાં હારનારી ભારતીય ટીમને વધુ એક ઝાટકો, OPPOએ છોડ્યો સાથ

 | 10:41 pm IST

છેલ્લા કેટલાક વર્ષોથી ખાસ કરીને ટેક્નોલોજી ક્ષેત્રમાં ચીની કંપનીઓએ ઝડપથી ભારત તરફ દોડ લગાવી છે. આ કંપનીઓની ખાસિયત એ છે કે ભારતીય ગ્રાહકોને ઓછી રકમમાં સારી ટેક્નોલોજી અને ફીચર્સવાળી પ્રોડક્ટ મળે છે. જો કે ગ્રાહકો સુધી પોતાના ફીચર્સની જાણકારી પહોંચાડવા માટે આ કંપનીઓ એડવર્ટાઇઝ અને ટાઈ-અપ્સ પર કરોડો રૂપિયા ખર્ચ કરે છે. આ દોડમાં સૌથી ઝડપથી ભાગી રહેલી કંપનીઓમાં ચીનની સ્માર્ટફૉન કંપની OPPO છે.

કંપનીએ છેલ્લા એક વર્ષમાં તમામ પ્રોડક્ટ્સ લૉન્ચ તો કરી સાથે સાથે એડવર્ટાઈઝમેન્ટમાં પણ ઘણું જ રોકાણ કર્યું. આટલું કરવા છતા પણ કંપનીનું ભારતમાં માર્કેટ શેર વધતુ જોવા મળી રહ્યું નથી. ભારતીય બજારની વાત કરીએ તો આંકડાઓ જણાવે છે કે વિજ્ઞાપનો પર આટલો ખર્ચ કર્યા પછી પણ ઓપ્પો સ્માર્ટફોન બજારમાં ચોથા નંબર પર જ ટકેલું છે.

2022 સુધીની સ્પોન્સરશિપ માટે કરાર

આ બજારમાં સૌથી ઉપર છે શિયાઑમી જેનું માર્કેટ શેર ઓપ્પોથી લગભગ 5 ગણું વધારે છે. સતત નવી પ્રોડક્ટ્સ લાવવાનાં કારણે અને કેપિસિટી બિલ્ડિંગ પર ખર્ચ કરવાના કારણે હવે ઓપ્પો એડવર્ટાઇઝમેન્ટ પર ઓછો ખર્ચ કરવાની શરૂઆત કરી ચુક્યું છે. આનાથી પહેલું નુકસાન થયું ભારતીય ટીમને, જેની મુખ્ય સ્પોન્સરશિપથી ઓપ્પોએ હાથ ખેંચી લીધા છે. ઓપ્પોએ 2017માં વીવોને પછાડીને ભારતીય ક્રિકેટ ટીમને સ્પોન્સરશિપ બીડ ઝડપી હતી. આ માટે કંપની અને બીસીસીઆઈ વચ્ચે 2022 સુધીની સ્પોન્સરશિપ માટે 1079 કરોડ રૂપિયાનો કરાર થયો હતો.

આઈસીસી સાથે પણ સાઇન કર્યો છે કૉન્ટ્રાક્ટ

કંપનીએ ઇન્ટરનેશનલ ક્રિકેટ કાઉન્સિલ એટલે કે આઈસીસીની સાથે પણ 2016માં 4 વર્ષનો સ્પોન્સરશિપ કૉન્ટ્રાક્ટ સાઇન કર્યો હતો જે હજુ પણ ચાલુ છે, પરંતુ ભારતીય ટીમનાં સૌથી ખરાબ સમયમાં કરારથી પાછળ હટવાનો નિર્ણય કરીને કંપનીએ એ અટકળોને જોર આપ્યું છે કે વર્લ્ડ કપમાં ભારતનાં ખરાબ પ્રદર્શન બાદ હવે આવતા 3 વર્ષ સુધી સ્પોન્સરશિપનાં પૈસા આપવાથી કંપનીને કોઈ બ્રાન્ડ વેલ્યૂ પ્રાપ્ત નહીં થાય.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો Sandeshની નવી મોબાઇલ એપ્લિકેશન