આદીપુરની તોલાણી કોલેજમાં છાત્રોનાં પ્રશ્નોને મામલે વિદ્યાર્થીઓ દ્વારા વિરોધ - Sandesh
  • Home
  • Bhuj
  • આદીપુરની તોલાણી કોલેજમાં છાત્રોનાં પ્રશ્નોને મામલે વિદ્યાર્થીઓ દ્વારા વિરોધ

આદીપુરની તોલાણી કોલેજમાં છાત્રોનાં પ્રશ્નોને મામલે વિદ્યાર્થીઓ દ્વારા વિરોધ

 | 2:00 am IST

પૂર્વ કચ્છનાં એજયુકેશન હબ ગણાતા આદીપુરમાં આવેલી કોલેજમાં છાત્રોનાં પ્રશ્નોને મામલે વિદ્યાર્થી સંગઠન દ્વારા તાજેતરમાં ઉગ્ર વિરોધ કરવામાં આવ્યો હતો. પ્રથમ વર્ષનાં છાત્રોનાં ઓળખકાર્ડ સહિત ઈન્ટરનલ પરિક્ષાનાં માળખા સહિતનાં મામલે દેખાવો થયા હતા. ટુંક સમયમાં કોલેજનાં સત્તાવાળા છાત્રોનાં પ્રશ્નો નહીં ઉકેલે તો આંદોલનની પણ સંગઠન દ્વારા ચીમકી આપવામાં આવી હતી.

વિદ્યાર્થી સંગઠન દ્વારા કોલેજનાં સત્તાવાળાઓને આવેદનપત્ર આપીને છાત્રોની સમસ્યાઓ અંગે જણાવ્યું હતું કે, પ્રથમ વર્ષનાં છાત્રોને આટલો સમય પસાર થવા છતા તેમને હજુ સુધી ઓળખપત્ર કે ઈન્ટરનલ પરિક્ષાની સિસ્ટમથી વાકેફ કરવામાં આવ્યા નથી. આઈ કાર્ડ તૈયાર ન થવાને કારણે કોલેજનાં વિદ્યાર્થીઓને પુસ્તકાલયમાં પણ તકલીફ પડી રહી છે. આ ઉપરાંત વિષયદીઠ આપવામાંં આવતા એસાઈન્મેન્ટને કારણે છાત્રોને માનસીક દબાણ જેવી સ્થિતીનું પણ નિર્માણ થયું છે.   આથી કોલેજનાં સત્તાવાળાઓ તાત્કાલીક ધોરણે આ અંગે સમાધાનકારી ફોર્મુલા લાવે તેવી માંગણી છાત્ર સંગઠન દ્વારા કરવામાં આવી હતી. જો નિયત સમયમાં તેમનાં સંગઠન તથા છાત્રોની માંગણી સ્વિકારવામાં નહીં આવે તો આગામી સમયમાં ઉગ્ર આંદોલન કરવામાં આવશે તેવી પણ આવેદનમાં ચિમકી આપવામાં આવી હતી.