Opposition ask question to modi govt on delhi,CAA issue in budget session
  • Home
  • Budget
  • બજેટ સત્ર: બીજા તબક્કામાં કેન્દ્રને ઘેરવા વિપક્ષ તૈયાર, માંગશે અમિત શાહનું રાજીનામું!

બજેટ સત્ર: બીજા તબક્કામાં કેન્દ્રને ઘેરવા વિપક્ષ તૈયાર, માંગશે અમિત શાહનું રાજીનામું!

 | 9:30 am IST

દિલ્હીમાં કોમી રમખાણો બાદ હવે વિપક્ષી દળોએ સંસદમાં કેન્દ્ર સરકારને ઘેરવાની તૈયારી શરૂ કરી છે અને કેટલીક પાર્ટીઓએ તો આ મામલે ચર્ચા માટે નોટિસ પણ મોકલી છે. આપને જણાવી દઈએ કે સોમવારે બજેટ સત્રના બીજા તબક્કાની શરૂઆત થવાની છે. એવું કહેવામાં આવી રહ્યું છે કે દિલ્હી હિંસા સાથે વિપક્ષ કેન્દ્ર સરકારને નાગરિકતા સુધારા કાયદા(CAA) જેવા મુદ્દો પર પણ ઘેરી શકે છે. આ બંને મામલે વિપક્ષના નિશાને કેન્દ્ર ગૃહમંત્રી અમિત શાહ રહેશે.

વિપક્ષ માંગી શકે છે અમિત શાહનું રાજીનામું:

એક તરફ વિપક્ષી દળોએ કેન્દ્ર સરકારને ઘેરવાની તૈયારી શરૂ કરી છે. ત્યારે બીજી તરફ સરકાર પણ વિપક્ષી દળોના સવાલના જવાબ આપવા માટે તૈયાર છે. કોંગ્રેસ પાર્ટી સંસદમાં દિલ્હી હિંસા મામલે કથિત રીતે પોલીસની નિષ્ફળતાને જવાબદાર ગણાવી ગૃહમંત્રી અમિત શાહનું રાજીનામું માંગી શકે છે. વિપક્ષે સંકેત આપ્યા છે કે સંસદમાં બજેટ સત્રના બીજા તબક્કા દરમિયાન દિલ્હી હિંસા, સીએએના વિરોધ પ્રદર્શન અને અર્થવ્યવસ્થાના મુદ્દે સરકારને ઘેરવાનું મન બનાવ્યું છે. વિપક્ષના આ વલણને જોઈ એવું લાગી રહ્યું છે કે સંસદમાં મોદી સરકારને વિપક્ષના આકરા સવાલોના જવાબ આપવા પડશે.

કોંગ્રેસ લાવી સકે છે સ્થગિત પ્રસ્તાવ:

લોકસભામાં કોંગ્રેસના નેતા અધીર રંજન ચૌધરીએ કહ્યું કે દિલ્હી હિંસાનો મુદ્દો કોંગ્રેસ સંપૂર્ણ તાકત સાથે ઉઠાવશે અને આ સવાલ પૂછશે કે દિલ્હીમાં આખરે હિંસા કેવી રીતે શરૂ થઈ. આ મુદ્દે કોંગ્રેસ સંસદમાં બંને સદનોમાં સ્થગિત પ્રસ્તાવ રજૂ કરી શકે છે.

કેન્દ્ર સરકારની પણ પૂરી તૈયારી:

કેન્દ્ર સરકાર પણ વિપક્ષના સવાલોનો સામનો કરવા સંપૂર્ણ રીતે તૈયાર છે. આ વચ્ચે ગૃહ રાજ્યમંત્રી જી કિશન રેડ્ડીએ ક્હ્યું કે સરકાર, ગત સપ્તાહે ઉત્તર-પૂર્વી દિલ્હીમાં થયેલ હિંસા પાછળના ષડયંત્રનો ખુલાસો કરવા માટે અને સચ્ચાઈ રજૂ કરવા માટે મક્કમ છે. આપણે જણાવી દઈએ કે સોમવારે સંસદમાં બજેટ સત્રનો બીજો તબક્કો શરૂ થવાનો છે. ત્યારે હવે દિલ્હી હિંસા, CAA વિરોધ પ્રદર્શન અને અર્થવ્યવસ્થાને લઈ સંસદમાં જબરદસ્ત હંગામો જોવા મળી શકે છે. આ સત્ર 3 એપ્રિલે સમાપ્ત થશે. બજેટનું પહેલું સત્ર 31 જાન્યુઆરીથી 11 ફેબ્રુઆરી સુધી ચાલ્યું હતું.

આ વીડિયો પણ જુઓ: પાવાગઢ ખાતે પ્રથમ વખત આરોહણ અવરોહણ સ્પર્ધાનું આયોજન કરવામાં આવ્યું

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો Sandeshની નવી મોબાઇલ એપ્લિકેશન