રાજ્યસભાના સભાપતિ વિરૂદ્ધ વિપક્ષએ મોરચો માંડ્યો, કર્યો બહિષ્કાર - Sandesh
  • Home
  • India
  • રાજ્યસભાના સભાપતિ વિરૂદ્ધ વિપક્ષએ મોરચો માંડ્યો, કર્યો બહિષ્કાર

રાજ્યસભાના સભાપતિ વિરૂદ્ધ વિપક્ષએ મોરચો માંડ્યો, કર્યો બહિષ્કાર

 | 4:37 pm IST

વિપક્ષી પક્ષોએ રાજ્યસભાના ચેરમેન વૈંકૈયા નાયડુ પર પ્રજાના હિતોથી જોડાયેલ મુદ્દો ઉઠાવ્યાના આરોપો લાગતા મંગળવારના રોજ દિવસભર માટે રાજ્યસભાની કાર્યવાહીનો બહિષ્કાર કરવાની જાહેરાત કરી દીધી.

કૉંગ્રેસના નેતૃત્વમાં સમાજવાદી પાર્ટી (સપા), સીપીઆઈ, સીપીએમ, એનસીપી, અને ડીએમકે એ નાયડુની વિરૂદ્ધ મોર્ચો ખોલતા કહ્યું કે જો આ પ્રકારની વસ્તુઓ ચાલતી રહી તો તેઓ યોગ્ય પગલાં ઉઠાવશે.

રાજ્યસભામાં વિપક્ષના નેતા ગુલામ નબી આઝાદ એ કહ્યું કે ચેરમાં લોકહિતના મુદ્દા પર બોલવા દેતા નથી. આ યોગ્ય નથી. આથી એકજૂથ વિપક્ષ એ આજે દિવસ દરમ્યાન માટે ગૃહની કાર્યવાહીનો બહિષ્કાર કરવાનો નિર્ણય લીધો છે. તેમણે કહ્યું કે ચેરમેનના નિયમોનુસાર ગૃહની કાર્યવાહી ચાલવી જોઇએ, પરંતુ એમ થઇ રહ્યું નથી.

સપા નેતા નરેશ અગ્રવાલ એ કહ્યું કે જે રીતે રાજ્યસભાની કાર્યવાહી ચાલી રહી છે, તેમાં વિપક્ષી દળોના અવાજને દબાવી રહ્યાં છે. અમે અહીં લોકોનો અવાજ સાંભળવા માટે આવ્યા છીએ. જો અમને એમ કરવા દેવામાં આવશે નહીં તો સંસદનો શું મતલબ રહેશે.

કૉંગ્રેસના વરિષ્ઠ નેતા આનંદ શર્મા એ કહ્યું કે અમે તેને અલોકતાંત્રિક માનીએ છીએ. અમે લેખિતમાં તેને રાજ્યસભા ચેરમેનને આપશે. દેશના વિભિન્ન ભાગોમાંથી આવનાર સંસદ સભ્યોને બોલવા દેવામાં આવતા નથી.