Opposition Leader Paresh Dhanani Vote By Bycile and Fertilizer Bag
1.6M
1M
1.7M
APPS
  • Home
  • Election
  • વિરોધ પક્ષના નેતા પરેશ ધાનાણીએ તો ભારે કરી! નવા અવતારમાં જોઈ લોકો પેટ પકડી હસ્યા

વિરોધ પક્ષના નેતા પરેશ ધાનાણીએ તો ભારે કરી! નવા અવતારમાં જોઈ લોકો પેટ પકડી હસ્યા

 | 12:33 pm IST
  • Share

વિરોધ પક્ષના નેતા (Opposition Leader) પરેશ ધાનાણી (Paresh Dhanani) આજે મતદાન કરવા પોતાના વતન અમરેલી (Amareli) પહોંચ્યા હતાં. મતદાન દરમિયાન પણ તેમને સરકાર પર આકરા પ્રહાર કર્યા હતાં. ધાનાણી સાયકલ પર બેસીને મત આપવા મતદાન મથકે પહોંચ્યા હતાં. વિરોધ પક્ષના નેતાને જોઈ લોકોને પણ ભારે કૂતુહલ થયુ હતું.

પરેશ ધાનાણી સાયકલ પર ગેસના બાટલા (Gas Cylinder) અને ખાતર (Fertilizer)ની થેલી સાથે પહોંચ્યા હતાં. મોંઘવારી મુદ્દે ભાજપ સરકાર (BJP Government)ને આડે હાથ લેતા ખાતર અને ગેસના ભાવ વધારા બાબતે સરકાર પર આકરા પ્રહારો કર્યા હતાં.

પરેશ ધાનાણીએ પોતાનો મત આપ્યા બાદ પત્રકારો સાથેની વાતચીતમાં જણાવ્યું હતુ કે, મોંઘવારીએ માઝા મૂકી છે અને રાંધણ ગેસના ભાવ આસમાને પહોંચ્યા છે ત્યારે સરકાર શું કરે છે? વિપક્ષના નેતાએ કહ્યું હતું કે, ગાંધી અને સરદારના ગુલામ બનેલા ગુજરાતમાં ભય, ભ્રમ અને ભ્રષ્ટાચારનું શાસન છે. મોંઘી વિજળી, મોંઘુ બિયારણ, મોંઘુ ખાતર અને ખેતપેદાશ પર કર અને તેમની જમીન ભૂ માફિયા બથાવી રહ્યુ છે. મંદી,  મોંઘવારી અને બેરોજગારીને ટાળવા માટે ભાજપ જાકારો આપવો જરૂરી છે. ગુજરાતમાં મોંઘવારી છે, કૃષિ જગતમાં ખેડૂતનો દીકરો પરેશાન છે.

વિરોધ પક્ષના નેતા પરેશ ધાનાણી આજે અમરેલી ખાતે મતદાન કરવા પહોંચ્યા ત્યારે સાઈલક પર બેસીને ગયા હતાં. સાયકલ પર ગેસનો બાટલો અને સાયકલના આગળના ભાગે ખાતરની થેલી લઈને તેઓ મતદાન પથકે પહોંચ્યા હતાં. ધાનાણીને આ અવતારમાં જોતા લોકો પણ ભારે આશ્ચર્ય પામ્યા હતાં.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.

તમે અમને પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો Sandesh ની નવી મોબાઇલ એપ્લિકેશન