મહિલા ક્રિકેટરોના વિરોધ બાદ કોચ તુષાર અરોઠેનું રાજીનામું  - Sandesh
  • Home
  • Sports
  • Cricket
  • મહિલા ક્રિકેટરોના વિરોધ બાદ કોચ તુષાર અરોઠેનું રાજીનામું 

મહિલા ક્રિકેટરોના વિરોધ બાદ કોચ તુષાર અરોઠેનું રાજીનામું 

 | 4:44 am IST

નવી દિલ્હી :

ભારતીય મહિલા ક્રિકેટ ટીમના કોચ તુષાર અરોઠેએ ટીમના કેટલાક સ્ટાર ખેલાડીઓની સાથે કથિત મતભેદો બાદ પોતાના પદ પરથી રાજીનામું આપી દીધું છે. સીઓએના કાર્યકાળમાં એવું બીજી વખત બન્યું છે કે, નેશનલ કોચે ખેલાડીઓના વિરોધ બાદ પોતાનું પદ છોડયું હોય. આ પહેલાં અનિલ કુંબલેએ પણ વિરાટ કોહલી સાથેના મતભેદ બાદ રાજીનામું આપ્યું હતું. બીસીસીઆઈના અધિકારીના મતે કેટલાક સિનિયર ખેલાડીઓ અરોઠેને તાત્કાલિક અસરથી હટાવવા માગતા હતા જેથી અરોઠેને રાજીનામું આપાવા માટે મજબૂર થવું પડયું હતું. સિનિયર મહિલા ખેલાડીઓની તાજેતરમાં સીઓએ સાથે બેઠક યોજાઈ હતી જેમાં કોચિંગ પદ્ધતિ સામે ફરિયાદ કરી હતી. આથી સીઓએ દ્વારા તુષાર અરોઠેને સમગ્ર મામલે જાણકારી અપાઈ હતી અને તેમનો પક્ષ જાણવાનો પ્રયાસ કર્યો હતો. આથી તેમણે પોતાનું પદ છોડી દીધું હતું. હવે બીસીસીઆઈ મહિલા ટીમના કોચ માટે ફરી જાહેરાત આપશે અને તે પછી ઇન્ટરવ્યૂની પ્રક્રિયા શરૂ કરશે.