વડોદરામાં ક્રિકેટર હાર્દિક પંડ્યાનો મહિલાઓએ કર્યો વિરોધ
January 17, 2019 | 4:19 pm IST

ખાનગી ટીવી ચેનલમાં એક ઇન્ટરવ્યુમાં હાર્દિક પંડ્યાએ એક વિવાદાસ્પદ ટિપ્પણી કરી છે. જેનો મહિલા સંગંઠન દ્વારા વિરોધ કરવામાં આવ્યો છે.
વડોદરાના કારેલીબાગ ખાતે મહિલાઓ દ્વારા હાર્દિક પંડ્યાનો વિરોધ કરાયો છે. હાર્દિક માફી નહીં માગે તો તેની સામે ફોજદારી ગુનો નોંધવાની કાર્યવાહી કરવાની ચીમકી મહિલા સંગંઠન દ્વારા અપાઇ છે.
ભારતીય ક્રિકેટર હાર્દિક પંડયાએ થોડા સમય અગાઉ જ ટીવી પર કોફી વિથ કરણ-શોમાં મહિલાઓ મુદ્દે વિવાદાસ્પદ ટિપ્પણી કરતાં સોશિયલ નેટવર્ક પર ટ્રોલ થયો હતો.
આ સમગ્ર પ્રકરણ બાદ વિવાદમાં સપડાયેલા હાર્દિકે સોશિયલ નેટવર્ક પર માફી પણ માંગી હતી. બીસીસીઆઇએ હાર્દિકને શો-કોઝ નોટિસ ફટકારી ખુલાસો માંગ્યો અને ઓસ્ટ્રેલિયા પ્રવાસ પરથી તેને પાછો બોલાવી લીધો હતો. હાર્દિક વડોદરા પરત આવી ગયો છે. જોકે, આ સંદર્ભે હાર્દિકના પિતાનો સંપર્ક કરતાં થઈ શક્યો ન હતો.