Opposition Will Meet To EC On Evm Issue, Sc Dismisses Plea Of Vvpat
  • Home
  • Election 2019
  • EVMને લઈને સુપ્રીમ કોર્ટ અને ચૂંટણી પંચે વિપક્ષને બરાબરનો તતડાવ્યો

EVMને લઈને સુપ્રીમ કોર્ટ અને ચૂંટણી પંચે વિપક્ષને બરાબરનો તતડાવ્યો

 | 12:23 pm IST

લોકસભાની ચૂંટણીના પરિણામો સામે આવે તે પહેલા જ પોત પોતાની ચૂંટણી સંભાવનાઓને લઈને આશંકિત વિપક્ષને ઈવીએમ મુદ્દે બેવઝો ઝાટકો લાગ્યો છે. વીવીપેટને ઈવીએમ સાથે 100 ટકા મેળવવાની માંગણી કરતી અરજીને જ સુપ્રીમ કોર્ટે ફગાવી દીધી છે. એટલું જ નહીં વડી અદાલતે અરજીકર્તાઓને બરાબરના ખખડાવતા કહ્યું છે કે, આ પ્રકારની અરજીઓને વારંવાર સાંભળી ના શકાય. તો વિપક્ષ આજે ઈવીએમને લઈને બેઠક કરવા જઈ રહ્યો છે.

વિરોધ પક્ષોને એકસાથે મળીને ચૂંટણી પંચને ઈવીએમની ફરિયાદ કરવાનો નિર્ણય કર્યો છે. તો ચૂંટણી પંચે ઉત્તર પ્રદેશના 4 મામલાઓમાં વિપક્ષની આશંકાઓને ફગાવી દીધી છે અને કહ્યું છે કે ઈવીએમ એકદમ સુરક્ષીત છે અને તેમાં વિશ્વાસ ટકાવી રાખો.

ટેક્નોક્રેટ્સના એક ગ્રુપે સુપ્રીમ કોર્ટમાં અરજી કરતા માંગણી કરી હતી કે વેરિફિકેશન માટે તમામ ઈવીએમની વીવીપેટ સાથે સરખામણી કરવી જોઈએ. જોકે સુપ્રીમ કોર્ટે આ અરજીને ફાગાવતા કહ્યું છે કે, આ મેરિટ આધારીત નથી. આ દરમિયાન ચૂંટણી પંચે પણ ઉત્તર પ્રદેશમાં ઈવીએમની સુરક્ષાને લઈને વિરોધ પક્ષ તરફથી ઉઠાવવામાં આવેલા પ્રશ્નોને ફગાવી દીધા છે.

ચૂંટણી પંચે કહ્યું હતું કે, તમામ મુદ્દે ઈવીએમ અને વીવીપેટને પાર્ટીઓના ઉમેદ્દવારો સામે સારી રીતે જ સીલ કરવામાં આવ્યા હતાં અને તેની વીડિયોગ્રાફી પણ કરવામાં આવી હતી. માટે હવે કરવામાં આવી રહેલા આરોપો પાયાવિહોણા છે. એટલું જ નહીં ચૂંટણી પંચે વિપક્ષ તરફથી ગાઝીપુર, ચંદૌલી, ડુમરિયાગંજ અને ઝાંસીની બેઠકો પર ઈવીએમની સુરક્ષાને લઈને ફરિયાદ કરી હતી. ઉત્તર પ્રદેશના મુખ્ય ચૂંટણી કમિશનરે નિવેદન જાહેર કરીને રાજકીય પક્ષોને કહ્યું હતું કે, ઈવીએમ એકદમ સુરક્ષીત છે, તેના પર વિશ્વાસ બનાવી રાખો. આ દરમિયાન ભાજપે પણ ટોણોં મારતા કહ્યું હતું કે, વિપક્ષ પરાજયના ડરે ઈવીએમના બહાના બનાવી રહ્યો છે.

સુપ્રીમ કોર્ટે કહ્યું કે માત્ર ચર્ચા અને અશાંતિનું હથિયાર છે આ PIL

સુપ્રીમ કોર્ટમાં સુનાવણી કરી રહેલી બેંચમાં શામેલ જસ્ટિસ અરૂણ મિશ્રાએ અરજીકર્તાઓને બરાબરના ખખડાવતા કહ્યું હતું કે, આ પ્રકારની અરજીઓ પર અમે વારંવાર મનોરંજન નજીં કરીએ. અમે લોકો દ્વારા જનપ્રતિનિધિઓનીએ પસંદગી કરવાની પદ્ધતિની આડે ના આવી શકીએ. સાથે જ વડી અદાલતે આ પ્રકારની અરજીઓને માત્ર ને માત્ર ઉપદ્રવ અને ચર્ચાનું હથિયાર જ ગણાવ્યું હતું.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો Sandeshની નવી મોબાઇલ એપ્લિકેશન