આગામી અઠવાડીયા સુધી ગરમી દઝાડશે, અમદાવાદમાં ઓરેન્જ એલર્ટ જાહેર - Sandesh
  • Home
  • Ahmedabad
  • આગામી અઠવાડીયા સુધી ગરમી દઝાડશે, અમદાવાદમાં ઓરેન્જ એલર્ટ જાહેર

આગામી અઠવાડીયા સુધી ગરમી દઝાડશે, અમદાવાદમાં ઓરેન્જ એલર્ટ જાહેર

 | 9:05 pm IST

 

અમદાવાદ સહિત રાજ્યભરમાં ફરીએકવાર કાળઝળ ગરમી શરૃ થઈ છે. અગન ગોળા વર્ષાવતી ગરમીથી લોકો હેરાન-પરેશાન થઈ ચૂક્યાં છે. છેલ્લા એક અઠવાડીયાથી સતત ગરમીમાં વધારો નોધાઈ રહ્યો છે. ત્યારે આજે રવિવારે અમદાવાદ અને સુરેન્દ્રનગરમાં મહત્તમ તાપમાનનો પારો 43 ડિગ્રીને પાર પહોચતા ઓરેન્જ એલર્ટ જાહેર કરવામાં આવ્યું હતુ. આ સિવાય રાજ્યના મોટાભાગના શહેરોમાં તાપમાનનો પારો 42 ડિગ્રીને પાર પહોચ્યો હતો. બીજી તરફ હવામાન ખાતા દ્વારા આગાહી કરવામાં આવી છે કે, અમદાવાદ શહેરમાં આગામી એક અઠવાડીયા સુધી ગરમી ઘટવાની શક્યતાઓ નહિવત છે. શહેરમાં હજુ ત્રણ દિવસ ઓરેન્જ એલર્ટ રહેવાની શક્યતાઓ વ્યક્ત કરાઈ છે.

આકાશમાંથી આગના ગોળા વરસતા હોય તેવી સ્થિતિ વચ્ચે અમદાવાદ સહીત રાજ્યભરમાં અંગ દઝાડતી ગરમી પડી રહીં છે. અમદાવાદમાં નહીંવત વૃક્ષોના કારણે ગરમીનું પ્રમાણ ઉત્તરોત્તર વધી રહ્યું છે. બપોર પછી માર્ગો સૂમસામ ભાસવા લાગ્યા છે તો લોકો કામ સિવાય બહાર નીકળવાનું પણ ટાળી રહ્યા છે. અસહ્ય ગરમીના કારણે શહેરમાં કેટલાક ડામરના રસ્તા પણ ઓગળી રહ્યા હોવાની વિગતો પ્રકાશમાં આવી છે. બીજી તરફ ગરમીમાં ઠંડક આપતાં ઠંડા પીણામાં તીવ્ર ઉછાળો આવ્યો છે. તરબૂચ અને જ્યુસ તેમજ કોલા સેન્ટરો બિલાડીના ટોપની જેમ ધમધમી ઊઠયાં છે. મોડી રાત સુધી લોકો લસ્સી અને બરફના સેન્ટરો ઉપર જોવા મળી રહ્યાં છે. હજુ આગામી એક અઠવાડીયા સુધી આ કાળઝાળ ગરમી સહન કરવી પડશે.

ક્યાં કેટલી ગરમી (ડિગ્રીમાં)

અમદાવાદ 43

ડીસા42

ગાંધીનગર42.5

વડોદરા41.4

ભાવનગર39.4

વિ.વિ.નગર41.3

સુરત34

રાજકોટ42.7

સુરેન્દ્રનગર43

ભુજ40

નલીયા35

કંડલા એરપોર્ટ42.6

અઠવાડીયા સુધી અમદાવામાં કેટલી ગરમી રહેશેે

26 મે 43 ડિગ્રી

27 મે 43ડિગ્રી

28 મે 43ડિગ્રી

29 મે 43ડિગ્રી

30 મે 42ડિગ્રી

31 મે 42ડિગ્રી

01 જૂન 42ડિગ્રી

 

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો Sandeshની નવી મોબાઇલ એપ્લિકેશન