Orangutan Adopts Three Tiger Babies And Showers Them With Love
  • Home
  • Videos
  • Featured Videos
  • પ્રેમના ખોખલા બણગા ફૂંકનારા લોકો જોઈ લો પ્રેમ કોને કહેવાય, VIDEO જોઈ લાખો લોકો ભાવવિભોર

પ્રેમના ખોખલા બણગા ફૂંકનારા લોકો જોઈ લો પ્રેમ કોને કહેવાય, VIDEO જોઈ લાખો લોકો ભાવવિભોર

 | 11:29 am IST

એક પ્રજાતિના પ્રાણીઓ બીજી પ્રજાતિના પ્રાણીને અપનાવે અથવા તેની સંભાળ કરે તે પ્રકૃતિમાં જોવા મળવું દુર્લભ છે, પરંતુ અશક્ય તો નથી જ. પ્રાણીઓની પ્રજાતિમાં દુર્લભ રીતે જે બોન્ડ જોવા મળે એવો જ એક વીડિયો ખુબ વાયરલ થઈ રહ્યો છે. ઓરંગ્યુટન નામનું આ વાંદરા જેવું પ્રાણી કે જે ત્રણ વાઘના બચ્ચાની સાર સંભાળ રાખે છે.

IFS સુશાંત નંદાએ એક વીડિયો શેર કર્યો છે કે જેમાં બતાવવામાં આવ્યું છે કે ઓરંગ્યુટન વાઘના કુટુંબમાંથી ત્રણ નાના બાળકોની સંભાળ રાખી રહ્યું છે. વીડિયોનો સમય અને સ્થળની કોઈ પુષ્ટિ થઈ નથી. પરંતુ હાલમાં તે ખુબ વાયરલ થઈ રહ્યું છે. બની શકે કે આ એક જૂનો વીડિયો હોઈ શકે. પરંતુ ઓરંગ્યુટન ત્રણ વાઘના બચ્ચાને જે રીતે પ્રેમ કરે છે એના ખુબ વખાણ થઈ રહ્યા છે.

કોઈ પણ જોઈ શકે છે કે બાળકોને આ રીતે ખવડાવવું, તેમની સાથે રમવું અને પ્રેમથી નાહવું. એવો પ્રેમ કે જેનાથી કોઈને પણ અદેખાઈ આવે. બચ્ચાં પણ તેમની સાથે માતાપિતાની જેમ ખુશ લાગી રહ્યા છે. વીડિયોના કેપ્શનમાં લખવામાં આવ્યું છે કે, ‘પેરેન્ટહૂડને ડીએનએ નહીં પણ પ્રેમની જરૂર હોય છે. ઓરંગ્યુટને 3 વાઘના બાળકોને દત્તક લીધા એ આનું શ્રેષ્ઠ ઉદાહરણ છે. તો જુઓ અહીં એ પ્રેમાણ વીડિયો…

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો Sandeshની નવી મોબાઇલ એપ્લિકેશન