order for investigation of competition law against amazon-flipkart
  • Home
  • Business
  • રસ્તા પર ઉતરેલા લાખો વેપારીનું તપ ફળ્યું, એમેઝોન-ફ્લિપકાર્ટને 11 પેજનું ફરફરિયું પકડાવ્યું

રસ્તા પર ઉતરેલા લાખો વેપારીનું તપ ફળ્યું, એમેઝોન-ફ્લિપકાર્ટને 11 પેજનું ફરફરિયું પકડાવ્યું

 | 9:10 am IST

આ પહેલા સમાચાર આવ્યા હતા કે, લાખો વેપારી એમેઝોન અને ફ્લિપકાર્ટ જેવી ઈ-કોમર્સ કંપની વિરોધમાં રસ્તા પર ઉતરી આવ્યા. એની માગ હતી કે તે કંપનીઓ સરકારના બધા નિયમોનું પાલન કરે. કારણ કે એ કંપનીઓ સરકારના વિરોધમાં જઈને સામાન વહેંચવાનું કામ કરતી હતી. હવે આ મામલે સરકારે પણ આકરૂં વલણ દાખવ્યું છે અને પલગાં ભર્યા છે.

કોમ્પિટિશન રેગ્યુલેટર કોમ્પિટિશન કમિશન ઓફ ઇન્ડિયા (સીસીઆઇ)એ એમેઝોન અને ફ્લિપકાર્ટ જેવી ઈ-કોમર્સ કંપનીમાં તપાસના આદેશ આપ્યા છે. આ કેસ સ્પર્ધાના કાયદાના ઉલ્લંઘન સાથે જોડાયેલી છે. દિલ્હી ટ્રેડ ફેડરેશનની ફરિયાદના આધારે તપાસના આદેશ આપવામાં આવ્યા છે. ફેડરેશનના સભ્યો સ્માર્ટફોન અને તેને સંબંધિત વસ્તુઓનો વેપાર કરે છે.

સીસીઆઈએ 11 પેજના આદેશમાં કહ્યું છે કે, એ તપાસ કરવાની જરૂર છે કે એમેઝોન અને ફ્લિપકાર્ટ જે રીતે ગ્રાહકોને ભારે છુટ આવી રહી છે અને ગ્રાહકોને પોતાની સાથે જોડાવા માટે નવી નવી તરકીબો અપનાવે છે, આ બધી વસ્તુઓ શું પ્રતિસ્પર્ધા રોકવા માટેની ચાલ છે કે પછી આવી છુટના કારણે પ્રતિસ્પર્ધા પર વિપરીત અસર પડે છે કે કેમ? આયોગ દ્વારા ડાયરેક્ટર જનરલને 60 દિવસની અંદર તપાસ કરીને રિપોર્ટ જમા કરાવવા માટે કહેવામાં આવ્યું છે.

આ તરફ એમેઝોન ઈન્ડિયાના પ્રવક્તાએ કહ્યું કે, અમારા પર લગાવવામાં આવેલા આરોપોને દુર કરવા માટે અમને મળેલા આ મોકાનું અમે સ્વાગત કરીએ છીએ. અમે અમારા અનુપાલન પર ભરોષો કરીએ છીએ અને આયોગને અમે પુરો સહકાર આપશું.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો Sandeshની નવી મોબાઇલ એપ્લિકેશન