Ordered ThreeD Glasses To Watch World Cup: Rayudu after Exclusion
  • Home
  • Sports
  • Cricket
  • વર્લ્ડ કપની ટીમમાં પસંદગી ના થતાં આ ક્રિકેટરે મૌન તોડ્યુ, આવી રીતે કાઢી ભડાસ

વર્લ્ડ કપની ટીમમાં પસંદગી ના થતાં આ ક્રિકેટરે મૌન તોડ્યુ, આવી રીતે કાઢી ભડાસ

 | 9:17 am IST

આગામી વર્લ્ડ કપ 2019 માટે ટીમ ઇન્ડિયામાં પસંદગી ના થતા અંબાતી રાયડુએ નિરાશા વ્યક્ત કરી છે. થોડાંક દિવસ પહેલાં સુધી રાયડુને કેપ્ટન વિરાટ કોહલી દ્વારા નંબર-4 માટે સમર્થન મળ્યું હતું. પરંતુ ટીમના 15 ખેલાડીઓમાં પોતાનું નામ ના આવતા રાયડુ નિરાશ થયો, ત્યારબાદ તેમણે સોશિયલ મીડિયા પર એક ટ્વીટના માધ્યમથી કટાક્ષ કરતાં ભડાસ કાઢી છે.

અંબાતી રાયડુએ વર્લ્ડ કપની મેચ જોવા માટે ‘થ્રી ડી ચશ્માનો ઓર્ડર’ આપી દીધો કારણ કે આ મહાસમરને ધ્યાનમાં રાખતા પસંદ કરાયેલી ભારતીય ટીમમાં વિજય શંકર એ ‘ત્રણ વિભાગોમાં કાબેલિયત’ના બળ પર તેમને પાછળ છોડી દીધા. રાયડુએ ટ્વિટર પર જીભ બહાર કાઢેલી ઇમોજી ટ્વીટ કરતાં લખ્યું છે, “વર્લ્ડ કપ જોવા માટે મેં અત્યારથી થ્રી ડી ચશ્માનો ઓર્ડર આપી દીધો છે.”

આપને જણાવી દઇએ કે થોડાંક મહિના પહેલાં જ કેપ્ટન કોહલીએ ચોથા નંબરના સ્થાન માટે તેમના નામને અગત્યનું ગણાવ્યું હતું. જો કે મુખ્ય પસંદગીકર્તા એમએસકે પ્રસાદે રાયડુની જગ્યા પર વિજય શંકરને પસંદ કર્યો. તેમણે આ પસંદગીને યોગ્ય ગણાવતા કતહ્યું કે અમે રાયડુને કેટલીક તક આપી પરંતુ વિજય શંકર ‘થ્રી ડાઇમેંશન’ પ્રદર્શન કરે છે. જો હવામાન થોડું ખરાબ છે તો તેઓ બેટિંગ કરી શકે છે, તેઓ બોલિંગ કરી શકે છે અને તેઓ એક ક્ષેત્રરક્ષક છે. તેઓ વિજય શંકરને ચોથા નંબર માટે લઇ રહ્યા છે.

આપને જણાવી દઇએ કે રાયડુ એ ભારત માટે 55 વનડે રમી છે જેમાં 47.05ની સરેરાશથી રન બનાવ્યા. છેલ્લી કેટલીક મેચોમાં જો કે તે ફોર્મમાં ચાલી રહ્યો નહોતો અને તેના લીધે તેઓ વર્લ્ડ કપની ટિકિટ ગુમાવી બેઠા.

આ વીડિયો પણ જુઓ : મહારાષ્ટ્રના સોલાપુરથી PM મોદીની સભા

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો Sandeshની નવી મોબાઇલ એપ્લિકેશન