અંગદાનથી રાજકોટના યુવાનનું જીવન 'હેપી' , સુરતના બ્રેઈન ડેડ આધેડની કિડનીનું સફળ ટ્રાન્સપ્લાન્ટ - Sandesh
NIFTY 10,768.35 +83.70  |  SENSEX 35,463.08 +284.20  |  USD 67.1200 +0.21
1.6M
1M
1.7M
APPS
  • Home
  • Gujarat
  • અંગદાનથી રાજકોટના યુવાનનું જીવન ‘હેપી’ , સુરતના બ્રેઈન ડેડ આધેડની કિડનીનું સફળ ટ્રાન્સપ્લાન્ટ

અંગદાનથી રાજકોટના યુવાનનું જીવન ‘હેપી’ , સુરતના બ્રેઈન ડેડ આધેડની કિડનીનું સફળ ટ્રાન્સપ્લાન્ટ

 | 1:39 pm IST

છેલ્લા કેટલાક વર્ષોમાં રાજકોટથી થયેલા અંગદાનથી અનેક જરૃરીયાતમંદ દર્દીઓને નવજીવન મળ્યું છે ત્યારે સુરતથી તાજેતરમાં મળેલા અંગદાનથી રાજકોટના એક આશાસ્પદ યુવાનને નવજીવન મળ્યું છે.

હેપી હસમુખભાઈ કનેરીયા (ઉ.વ.રર) ની બંન્ને કિડની ફેઈલ થઈ જતાં તેને સારવાર માટે અમદાવાદ સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો હતો. જયાં તેને સુરતના એક બ્રેઈન ડેડ આધેડની એક કિડનીનું દાન મળતાં તાજેતરમાં કિડનીનું સફળ ટ્રાન્સપ્લાન્ટ કરવામાં આવ્યું છે અને સોમવારે સાંજે જ આ યુવાનને હોસ્પિટલમાંથી રજા આપવામાં આવી હતી.

કારખાનામાં નોકરી કરતાં પિતાના બે સંતાનો પૈકી એક માત્ર પુત્ર હેપી બે વર્ષ પહેલા એમબીએનો અભ્યાસ કરતો હતો ત્યારે તબીયત લથડી હતી અને છેલ્લે બંન્ને કિડની નિષ્ફળ જતાં પરિવાર પર આભ તૂટી પડયું હતુ. પરંતુ કોઈએ કરેલા અંગદાને આ પરિવારનો ચિરાગ ઝળહળતો રાખ્યો છે.
ખુશખુશાલ હેપીએ ‘સંદેશ’ ને જણાવ્યું કે ત્રણ મહિના સુધી લીધેલી એક દવાની આડ અસરને કારણે તેની બંન્ને કિડની સંકોચાઈ ગઈ હતી જેથી તેને વધુ સારવાર માટે અમદાવાદ લઈ જવાયો. અહીં સિવિલમાં તેની સારવાર ચાલતી હતી, માતા-પિતાની કિડની મેચ ન થઈ ત્યારે એક બ્રેઈન ડેડ વ્યકિતની કિડનીનું દાન તેને મળ્યું જે મેચ થઈ જતાં ટ્રાન્સપ્લાન્ટ કરાયું જે સફળ રહ્યું છે. હેપી કહે છે કે દરેક વ્યકિતએ મૃત્યુ બાદ અંગદાન કરવું જ જોઈએ. મૃત્યુ બાદ આમ પણ શરીર નષ્ટ થવાનું છે તો અંગદાન થકી અન્યોની જીંદગી બચાવી શકાય છે.

સુરતના એ પરિવારમાં ટ્રેજેડી
ર૬ જૂને સુરતના પ૦ ર્વિષય કાપડના પટેલ વેપારી બાથરૃમમાં બેભાન થઈ જતાં તેમને સારવાર માટે હોસ્પિટલ ખસેડાયા હતા. ડોકટરોએ તેમના બ્રેઈનમાં કલોટ હોવાનું જણાતાં ર૭મીએ સર્જરી કરાઈ પરંતુ બચાવી ન શકાયા, ૩૦મીએ ડોકટરોએ તેઓને બ્રેઈન ડેડ જોહર કર્યા. પત્ની, પુત્ર અને પુત્રીએ અંગદાનનો નિર્ણય લઈ બે કિડની, લીવર દાન કર્યા હતા. જો કે પરિવાર હોસ્પિટલેથી પરત ફરતાં જ મૃતકના પત્નીનું પણ હૃદયરોગના હુમલાથી નિધન થયું હતુ. આ પરિવારે કરેલા અંગદાનથી રાજકોટ, ભાવનગર અને સુરતના ત્રણ વ્યકિતને નવજીવન મળ્યું છે.