Original police arrested by fake traffic police in Vadodara
  • Home
  • Gujarat
  • ટ્રાફિકના નવા નિયમોનો આ બે લોકોએ એવી રીતે લાભ ઉઠાવ્યો કે ખાઇ રહ્યા છે જેલની હવા

ટ્રાફિકના નવા નિયમોનો આ બે લોકોએ એવી રીતે લાભ ઉઠાવ્યો કે ખાઇ રહ્યા છે જેલની હવા

 | 4:36 pm IST

વડોદરા શહેરના નિઝામપુરા રોડ ઉપર વાહનોનું ચેકીંગ કરતા બે નકલી પોલીસને અસલી પોલીસે ઝડપી પાડી કાર્યવાહી હાથ ધરી છે. આ બંને ટ્રાફિક પોલીસના ડ્રેસમાં નવા ટ્રાફિકના નિયમોનો લાભ ઉઠાવી વાહન ચાલકો પાસેથી દંડની વસુલાત કરતા હતા.

ટ્રાફિકના નવા નિયમોનો ફાયદો ઉઠાવી ભેજાબાજોનો પૈસા પડાવવાનો કારસો રચી રહ્યા છે. ટ્રાફિકના નવા નિયમોનો લાભ ઉઠાવી સુરત સચિન વિસ્તારના બે ભેજાબાજ નકલી પોલીસ બનીને વડોદરા આવી પહોંચ્યા હતા. અને ટ્રાફિક પોલીસનો ડ્રેસ પહેરીને નિઝામપુરા રોડ ઉપર ઉભા થઇ ગયા હતા. અને જે વાહન ચાલકો પસાર થાય તેઓને રોકતા હતા. ટ્રાફિકના નવા નિયમો હેઠળ દંડના નામે પૈસા વસુલ કરતા હતા.

ફતેગંજ પોલીસને કોઇ વાહન ચાલકને જાણ કરતા પોલીસ આવી પહોંચી હતી. અને ખાતરી કર્યા બાદ બંને બોગસ પોલીસ બનેલા બે ભેજાબાજોની ધરપકડ કરી હતી. પોલીસ પૂછપરછમાં વેશ ધારણ કરીને નિઝામપુરામાં ગેલાણી પેટ્રોલ પમ્પ પાસે વાહન ચાલકોને રોકીને નાણાં પડાવતા ફતેગંજ પોલીસે ઝડપી પાડ્યા છે. પોલીસની પ્રાથમિક તપાસમાં બહાર આવ્યું કે 2 નકલી પોલીસ અલગ અલગ વેશ ધારણ કરી લોકો જોડે છેતરપીંડી કરતા હતા અને આજે જ્યારે ટ્રાફિક પોલીસ બન્યા ત્યારે વાહન ચાલકે પોલીસ કંટ્રોલમાં જાણ કરતા પોલીસે મુકેશ રમેશભાઈ બામણીયા અને જગદીશ જેસીંગભાઇ પુવાર રહે દરજીપુરા, મૂળ, મધ્યપ્રદેશને ઝડપી પાડ્યા હતાં.

આરોપીએ પોલીસને જણાવ્યું હતું કે પોલીસે કીધું કે એક મહિના પહેલાં જ દરજીપુરા ખાતેના ઝૂંપડામાં રહેવા આવ્યા છે વર્ષોથી સુરતના સચિન વિસ્તારમાં રહે છે. પોલીસે સુરત ખાતે પણ તપાસ કરી હતી પરંતુ કોઈ ગુનાઈત ભૂતકાળ જણાયું નથી. બંને નકલી ટ્રાફિક પોલીસે શુક્રવારી બજારમાંથી પોલીસના કપડા ખરીદ્યા હતા તેમ જણાવ્યું હતું. ફતેગંજ પોલીસે સરકાર તરફે મુકેશ અને જગદીશ વિરુદ્ધ ગુનો નોંધી તેમની ધરપકડ કરી હતી અને વધુ તપાસ હાથ ધરી છે.

આ વીડિયો પણ જુઓ : સાબરકાંઠાના હિંમતનગર સિવિલની ઘોર બેદરકારી

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો Sandeshની નવી મોબાઇલ એપ્લિકેશન