Oscar 2018: 'ધ શેપ ઑફ વોટર'નો દબદબો, શ્રીદેવી અને શશી કપૂરને અપાઇ શ્રદ્ધાંજલિ - Sandesh
  • Home
  • Entertainment
  • Bollywood
  • Oscar 2018: ‘ધ શેપ ઑફ વોટર’નો દબદબો, શ્રીદેવી અને શશી કપૂરને અપાઇ શ્રદ્ધાંજલિ

Oscar 2018: ‘ધ શેપ ઑફ વોટર’નો દબદબો, શ્રીદેવી અને શશી કપૂરને અપાઇ શ્રદ્ધાંજલિ

 | 11:34 am IST

હૉલિવુડનાં સૌથી મોટા એવોર્ડ શૉ ‘ઑસ્કાર એવોર્ડ’ની શરૂઆત થઇ ગઇ છે. આ 90મો એવોર્ડ સમારોહ એમેરિકાના કેલિફોર્નિયાનાં ડૉલ્બી થિયેટરમાં આયોજિત કરાયો હતો. આ એવોર્ડ સામારોહમાં દુનિયાભરની તમામ મોટી હસ્તીઓ હાજર હતી.

આ વર્ષે ‘ધ શેપ ઑફ વૉટર’ ફિલ્મને ઑસ્કાર માટે અલગ-અલગ 13 કેટેગરીમાં નોમિનેટ કરવામાં આવી હતી, જેમાંથી 4 એવોર્ડ આ ફિલ્મે મેળવ્યા છે. ઑસ્કાર એવોર્ડનાં ઇતિહાસમાં આ ફિલ્મ અત્યાર સુધી સૌથી વધારે નોમિનેશન મેળવનારી ફિલ્મોમાં શામેલ છે. ‘ધ શેપ ઑફ વૉટર’ને બેસ્ટ ફિલ્મ, ડાયરેક્શન, ઑરિજનલ સ્કોર અને પ્રોડક્શન ડિઝાઇનમાં એવોર્ડ મળ્યો છે. તો ફિલ્મ ‘ડનકર્ક’ને બેસ્ટ સાઉન્ડ એડિટિંગ, બેસ્ટ સાઉન્ડ મિક્સિંગ અને બેસ્ટ ફિલ્મ એડિટિંગ એમ 3 ઑસ્કાર એવોર્ડ મળ્યા છે. અભિનેતા ગૈરી ઓલ્ડમેનને ‘ડાર્કેસ્ટ અવર’માં વિંસ્ટન ચર્ચિલની ભૂમિકા માટે સર્વશ્રેષ્ઠ અભિનેતાનો ખિતાબ મળ્યો છે. સર્વશ્રેષ્ઠ અભિનેત્રીનો ખિતાબ ફ્રાન્સિસ મૈકડોરમેંડને ફિલ્મ ‘થ્રી બિલબોર્ડ્સ આઉટસાઇડ એબિંગ મિસૌરી’ માટે આપવામાં આવ્યો છે.

90માં ઑસ્કાર એવોર્ડ સામારોહમાં બોલિવુડ અભિનેત્રી શ્રીદેવી અને શશી કપૂરને શ્રદ્ધાંજલિ આપવામાં આવી હતી. જે કલાકારો ગત વર્ષે દુનિયાને અલવિદા કહીને ગયા તેમને ગાયક એડી વેંડરે શ્રદ્ધાંજલિ આપી હતી.

ઉલ્લેખનિય છે કે, 24 ફેબ્રુઆરીનાં રોજ શ્રીદેવીનું નિધન દુબઇની એક હોટલનાં રૂમનાં બાથટબમાં ડૂબી જવાથી થયું હતું. તો 4 ડિસેમ્બર 2017નાં રોજ 79 વર્ષની ઉંમરે હિન્દી સિનેમાનાં દિગ્ગજ અભિનેતા શશી કપૂરે દુનિયામાંથી વિદાય લીધી હતી. શશી કપૂર ઘણાં સમયથી કિડનીને લગતી બિમારીથી પરેશાન હતા.