મછલીઓએ રોડ પર એવું પ્રવાહી કાઢ્યું, કે જોનારા રસ્તા પરથી ભાગી ગયા - Sandesh
NIFTY 10,582.75 +34.05  |  SENSEX 34,524.06 +129.00  |  USD 65.6600 +0.02
1.6M
1M
1.7M
APPS
  • Home
  • World
  • મછલીઓએ રોડ પર એવું પ્રવાહી કાઢ્યું, કે જોનારા રસ્તા પરથી ભાગી ગયા

મછલીઓએ રોડ પર એવું પ્રવાહી કાઢ્યું, કે જોનારા રસ્તા પરથી ભાગી ગયા

 | 2:26 pm IST

એક્સિડન્ટ એવા વિચિત્ર થતા હોય છે કે, તેની તસવીરો કે વીડિયો વાઈરલ થતા વાર નથી લાગતી. અમેરિકાના ઓરેગોન રાજ્યમાં એક હાઈવે પર એવો અકસ્માત થયો કે, જોનાર વ્યક્તિના રાતની ઊંઘ ઉડી ગઈ હતી. હાઈવે પર એવો એક્સિડન્ટ થયો હતો કે, મદદે આવેલી પોલીસ તથા ફાયર વિભાગ પણ ચિપચિપમાં ફસાઈ ગયા હતા.

હકીકતમાં, ઓરેગોનમા હાઈવે 101 પર એક ટ્રક જઈ રહી હતી, તેમાં જીવતી ઈલ માછલીઓથી ભરેલા 13 કન્ટેનર લાદેલા હતા. સ્લાઈમ ઈલના નામથી ઓળખાતી આ માછલીઓની ખાસિયત એ છે કે, સામે મુશ્કેલીની પળ આવતા તેઓ પોતાના શરીરમાંથી બહુ જ ચિપચિપ હોય તેવુ પ્રવાહી બહાર કાઢે છે. લગભગ સાડા ત્રણ ટન માછલીઓથી લદાયેલી ટ્રક હાઈવે પર એવી જગ્યાએ પહોંચી જ્યાં રસ્તામાં એક જગ્યાએ કામ ચાલી રહ્યું હોવાથી તે બંધ હતો. પરંતુ અહી ટ્રક પલટી ખાઈ ગયો હતો, અને ડ્રાઈવર સાલ્વાટોર ટ્રાગાલે સમયસર બ્રેક લગાવી શક્યો ન હતો.

આ ઘટનાને કારણે ટ્રકમાના કન્ટેનર ઉછળીને સડક પર ફેલાઈ ગયા હતા. જેને કારણે એક બાદ એક પાંચ કાર એકબીજા સાથે અથડાઈ હતી, અને કન્ટેનરોમાંથી માછલીઓ બહાર આવી હતી. મુશ્કેલીને પારખી ગયેલી માછલીઓએ તરત પોતાના શરીરમાંથી પ્રવાહી બહાર કાઢ્યું હતુ, જે કાર અને રસ્તાઓ પર ફેલાઈ ગયું હતું. ચિપચિપ પ્રવાહીને કારણે રસ્તા પર બધે જ ચિપચિપ થઈ ગયું હતું.

પોલીસે આપેલી માહિતી મુજબ, આ ઘટનામાં કોઈને વધુ જાનહાનિ તો નથી થઈ, પણ રસ્તા પરનું ચિપચિપ પ્રવાહી સાફ કરવામાં કલાકો નીકળી ગયા હતા અને માછલીઓને પણ હટાવવામાં ભારે જહેમત ઉઠાવવી પડી હતી. પરંતુ કેટલીક તસવીરો સોશિયલ મીડિયા પર ફરતી થઈ.

અંતમા ઓરેગોન ટ્રાન્સપોર્ટ વિભાગે એક ટ્વિટ કરીને રસ્તો સાફ થયો હોવાની જાણકારી આપી હતી. જેમાં તેમણે લખ્યું હતું કે, આ રસ્તો સાફ કરવામાં તેમના કર્મચારીઓ કેટલીય રાત સુધી ઊંઘી શક્યા ન હતા. આ માછલીઓ કોરિયા મોકલવામાં આવનાર હતા.