કચેરીના તમામ યુઝર IDમાં હવે OTP ફરજિયાત - Sandesh
  • Home
  • Bhuj
  • કચેરીના તમામ યુઝર IDમાં હવે OTP ફરજિયાત

કચેરીના તમામ યુઝર IDમાં હવે OTP ફરજિયાત

 | 2:00 am IST

ભુજની આરટીઓ કચેરીમાં છેલ્લા ઘણા સમયથી આચરાઇ રહેલા બેકલોગ કૌભાંડ મામલે પોલીસ ફરિયાદ થયા બાદ આખરે આજથી દરેક યુઝર આઇડીમાં પાસવર્ડ અને સાથે સાથે ર્ં.્.ઁ. એટલે કે વન ટાઇમ પાસવર્ડ નાખવા પણ ફરજિયાત બનાવવામાં આવ્યા છે, જેના પરિણામે આ પ્રકારના કૌભાંડોને અટકાવવાનો પ્રયાસ કરવામાં આવ્યો હોવાનું જાણવા મળ્યું હતું.

આરટીઓના સૂત્રોમાંથી પ્રાપ્ત થતી વિગતો પ્રમાણે બેકલોગ કૌભાંડ પ્રકરણમાં ૩૦૦ થી વધુ વાહનોને યુઝર આઇડી ચોરીને બોગસ રજિસ્ટ્રેશન નંબરો ફાળવી દેવાના પ્રકરણમાં પોલીસ ફરિયાદ થયા બાદ એક શખસ સામે ફરિયાદ નોંધવામાં આવી છે અને તેની પોલીસ તપાસ હજુ ચાલી રહી છે. જોકે, બીજી તરફ આ સમગ્ર પ્રકરણ બન્યા બાદ આરટીઓના ઉચ્ચ અધિકારીઓને એટલી તો ખબર પડી જ ગઇ છે કે અહીં બધું લોલંલોલ ચાલી રહ્યું છે અને તેથી જ આવી ઘટનાઓને અટકાવવા માટે થઇને હવેથી ર્ં.્.ઁ. સિસ્ટમ દાખલ કરવામાં આવી છે. જેમાં ભુજની આરટીઓ કચેરીના વિવિધ શાખાઓનાં ૧૫ જેટલા કોમ્પ્યૂટરમાં યુઝર અને પાસવર્ડની સાથે હવે ર્ં.્.ઁ. એટલે કે વન ટાઇમ પાસવર્ડ ફરજિયાતપણે નાખવા પડશે.

ઓટીપી સિસ્ટમ સંદર્ભે કંઇ કહેવાનો ઇનકાર  

ભુજ આરટીઓ કચેરીમાં સ્ટાફની ઘટ તો ઘણા સમયથી છે અને ઘટના કારણે હાલના કર્મચારીઓ પર કામનું ભારણ રહેતું હોવાની ફરિયાદો પણ ઉઠી છે. આવા સમયે નવા ત્રણ કર્મચારીઓ મૂકવામાં આવ્યા છે. આ અંગે આરટીઓ ડી.એચ.યાદવે જણાવ્યું હતું કે, ત્રણ જુનિયર ક્લાર્ક ફાળવવામાં આવ્યા છે જે પૈકી એક ક્લાર્ક હાજર થઇ ગયો છે અને બે ટૂંક સમયમાં હાજર થઇ જશે. આ ઉપરાંત ઓટીપી સિસ્ટમ સંદર્ભે કંઇપણ કહેવાનો ઇનકાર કર્યો હતો.