અવર બિઝનેસ ઈઝ અવર બિઝનેસ   - Sandesh

અવર બિઝનેસ ઈઝ અવર બિઝનેસ  

 | 3:54 am IST

ટિન્ડરબોક્સઃ અભિમન્યુ મોદી

 

(એન્ડ એવરીવન્સ બિઝનેસ ટુ)

ભારત એટલે હાસ્ય અને હાસ્ય એટલે ભારત. આવું વિધાન હજુ સુધી કેમ કોઈ ચાણક્ય કક્ષાના ફેમસ ફ્ગિરે નથી કર્યું તેનું આૃર્ય છે. વિવિધતાના ખજાનાથી પ્રચુર એવી વિચિત્રતાની કતારોથી લથબથ આ દેશમાં હાસ્ય સાથે હાસ્યાસ્પદ ઘટનાઓ પણ વિપુલ માત્રામાં મળી આવે. મીમ એટલે કે ઇન્ટરનેટની તસવીર-જોક જેટલી ભારતીય કન્ટેન્ટમાંથી બનતી હશે એટલી સામગ્રી ભાગ્યે જ બીજો કોઈ દેશ પૂરો પાડી શકતો હશે. બોર્ડનું રિઝલ્ટ આવે કે પેટ્રોલનો ભાવ ઘટે તો પણ અહીં ખીખીયાટાના ફ્ુવારા ઊડતા હોય છે. હવે તો પિક્ચરના ટ્રેલરને પણ નથી છોડતા. એમાં પણ પ્રાથમિક શાળાના બાળકો પાસે લખાવ્યા હોય એવા ડાયલોગ અને સી-ગ્રેડ નોવેલ જેવી વાર્તાના પ્લોટ જેવી લાગતી રેસ-થ્રી ફ્લ્મિના ટ્રેલરમાં એક મસ્ત રમૂજી ડાયલોગ છેઃ અવર બિઝનેસ ઈઝ અવર બિઝનેસ, નોટ યોર બિઝનેસ. બે-ત્રણ અઠવાડિયાથી આ એક જ ડાયલોગ રાષ્ટ્રીય મજાક બની ગયો છે. ઈઝન્ટ ધેટ ફ્ની?

ગંભીર સ્થિતિમાં બોલવામાં આવતો આ ડાયલોગ રમૂજીને બદલે હાસ્યાસ્પદ એટલા માટે ઠરે છે કે ભારતીય જનીનોમાં મારું-તારું લખેલું જ નથી. બધાને બધાની ખબર હોવી જ જોઈએ. અનાવૃત્ત શબ્દોમાં તેને પંચાત કહેવાય પણ ભારતીયો એને સંભાળ કે ચિંતાનું લેબલ મારે છે. બીજાના કામમાં ચંચુપાત ન કરવાનું કે પારકાઓને સલાહ ન આપવાનું આપણે શીખ્યા જ નથી. ગળથૂથીમાં જ ઘોંચપરોણા ગળાવી દેવામાં આવે છે. અહીં આપેલી તસવીર જુઓ. આમિર ખાનનો એક છોકરી સાથેનો ફેટો છે. આ તસવીર સોશ્યલ મીડિયામાં શેર થઇ એ ભેગા કેટલાય તૂટી પડયા અને મોરલ પોલીસિંગની સાથે એક ઉમદા બાપ બનવા માટેની નોનસેન્સ શિખામણો આપવા માડયા. અમુક લોકોને વધારે ખરાબ તો એટલા માટે લાગ્યું કે આ તસવીર શેર કરવાના સમયે રમજાન મહિનો ચાલી રહ્યો છે!

તસવીરમાં જે યુવતી દેખાય છે તે આમિર ખાનની દીકરી છે. બાપ-દીકરી ખિલખિલાટ કરતાં હોય એવી ફ્રેમ આપણા દેશના કહેવાતા સમાજોને માન્ય નથી. જ્યારે આપણે કોઈ સાથે વાત કરતાં કરતાં કહીએ છીએ, કોઈના વક્તવ્યમાં સાંભળીએ છીએ કે એવો મેસેજ ફેરવર્ડ કરીએ છીએ કે ‘આઈ એમ અ પ્રાઉડ ઇન્ડિયન’ ત્યારે આપણે કયા ભારતીયની વાત કરીએ છીએ તે ફ્રીથી વિચારવું પડે એમ છે. અહીંનો એક મોટો વર્ગ બાપ-દીકરી કે ફેર ધેટ મેટર બે પ્રેમીઓ કે ભાઈ-બહેન કે પતિ-પત્નીને કેમ રહેવું ને કેમ વર્તન કરવું તેના ટયુશન આપવાની ફ્રિાકમાં રહેતો હોય છે. આ જ સમાજનો એક મોટો ભાગ સતત એ બાબતો શોધતો ફ્રે છે કે શું જોવાથી, શું સાંભળવાથી અને શું ન કરવાથી પોતાની ધાર્મિક/આર્થિક/સામાજિક લાગણી દુભાઈ શકે. વળી, આવા નવરા લોકોની રાષ્ટ્રીય લાગણી તો દુભાવાની છે નહિ કારણ કે પાકિસ્તાની કલાકારોને ગાળો દેવામાં તો દેશભક્તિ સાબિત થઇ જાય છે ને?

વર્ષો પહેલા કોઈ એક સર્વે મુજબ ભારત સૌથી સેક્સી દેશ ગણાતો. ગૌરવ થાય એવી વાતમાં કડછો ત્યાં ફ્રી જાય છે કે સેક્સીએસ્ટ કન્ટ્રી સેક્સીસ્ટ (લિંગભેદી) પણ છે અને સેક્સ ર્સ્ટાિંવગ પણ છે. કંઈ પણ નજરે ચડે એટલે મનમાં સીધું સેક્સ જ આવે છે. આપણે ત્યાં સંસ્કાર અને ચરિત્રની વ્યાખ્યા પણ સેક્સના પાયા ઉપર બને છે. ભારતમાં ચોરી કરનાર કે ભ્રષ્ટાચારી ચરિત્રહીન નથી, પણ ગર્લફ્રેન્ડ રાખનાર કેરેક્ટરલેસ છે. એકસો ત્રીસ કરોડની આબાદી ધરાવતા દેશમાં સેક્સભૂખ એટલી વિકૃત થતી જાય છે કે નાનકડી વાતને પણ રેડ લાઈટના ચશ્માંથી જોવામાં આવે છે.  બાપ-દીકરી બગીચામાં રમે કે કુશ્તી કરતાં હોય કે એકબીજા સાથે મસ્તી કરતાં હોય અને એ ફેટો પોતાની પર્સનલ પ્રોફઈલ ઉપર મુકાય તો કોઈને હક શું છે તેનો વિરોધ કરવાનો? કુંઠિત થઇ ગયેલી અક્કલવાળા બુદ્ધિહીનો શું બધા જ હોય? કુટુંબીજનો સાથે કેમ રહેવું તે નવરા લોકોને બહુ આવડતું હોય તો તેની ફેમિલી લાઈફ્ કેવી છે?

ઓલ ટાઈમ ગ્રેટ આર્ટિસ્ટ ગણાતા ખૂબ જ પોપ્યુલર ગાયક-રોકસ્ટાર એવા એમીનેમને એકેડેમી એવોર્ડ મળ્યો. આટલો પ્રતિષ્ઠિત એવોર્ડ મળે અને તે એવોર્ડ સેરેમની દુનિયાના કરોડો લોકો જોતા હોય, બીજે દિવસે બધા જ દેશોના બધી જ ભાષાના છાપાઓમાં તેનું રીપોર્ટિંગ આવવાનું હોવા છતાં એમીનેમ તે એવોર્ડ લેવા માટે રૂબરૂ ન ગયો. કેમ? કારણ કે તેની નાનકડી દીકરી સાથે કાર્ટૂન જોયા પછી તે બંને ઊંઘી ગયા હતા. ઓસ્કાર કરતાં પણ આ મોટી સિદ્ધિ છેે. બાપ કુદરત બનાવે છે, આ સમાજ નહિ કે સમાજના કહેવાતા ખોખલા નીતિનિયમો નહિ.

ડ્રાઈવિંગ માટે લાયસન્સ હોવું જોઈએ એમ મા-બાપ બનવા માટે પણ લાયસન્સ હોવું જોઈએ એવું દ્રઢપણે માનવું છે. પણ સેલિબ્રિટી હોય કે પાડોશી કાકા, કોઈની ઉપર પણ કમેન્ટ કરવા માટે લાયસન્સ હોવું જોઈએ. ના, એમાં લોકશાહીનું પતન નહિ ઉર્ધ્વગમન જ થાય છે. પોતાના જડ વિચારોને વળગી રહેવું તે લોકશાહી નથી. મોટાભાગના લોકો લોકશાહી, વિચારોનું ખુલ્લાપણું, મા-બાપ અને તેના બાળકો વચ્ચેનો વ્યવહાર, કોઈપણ જાતિના કોઈપણ બે વ્યક્તિનો પ્રેમસંબંધ વગેરે વસ્તુઓનો હાર્દ સમજ્યા જ નથી હોતા. જો સમજ્યા હો તો એ જાણીને આંચકો ન લાગવો જોઈએ કે જ્યોર્જ બુશની દીકરીઓએ ક્યારેય એના પિતાના રાજકીય પક્ષને મત આપ્યો નહિ, ચાર્લી ચેપ્લીનની દીકરીએ એની માનો રોલ કરેલો, અંગ્રેજી ભાષાને સેંકડો નવા શબ્દો આપનાર શેક્સપીયરની દીકરી અભણ હતી અને નેપોલિયનના પ્રાઈવેટ પાર્ટ્સ તેની દીકરીએ પિતાના મૃત્યુ બાદ પણ સાચવી રાખ્યા હતા એવી ઘણાં પત્રકારોને આશંકા છે!

ફેકસ- ફેકસ ઈઝ ધ વર્ડ. આપણા સમાજનું બાયફેકલ નહિ મલ્ટીફેકલ વિઝન છે જે બોગદા દ્રષ્ટિ કરતાં પણ વધુ ખતરનાક છે. રેસ-થ્રીના ડાયલોગ જેવી મીડિયોક્રસી જ બધે ચાલે છે. ટીવીમાં, સાહિત્યમાં, ફ્લ્મિોમાં, બિઝનેસમાં, રાજકારણમાં. હિપોક્રેસી અને મીડિયોક્રસીના સંયુગ્મન જેવું એટલે કે બનાવતી અને ઉતરતી કક્ષાના વ્યક્તિઓ ટોચ ઉપર પહોંચી ગયા હોય એવું વર્તમાનનું કયું સૌ પ્રથમ ઉદાહરણ મગજમાં આવે છે?

facebook.com/abhimanyu.modi 7