મોદી સરકારની વ્હારે ચઢ્યો આ પક્ષ, કહ્યું કે અમે થાંભલો બનીને ઉભા છીએ - Sandesh
  • Home
  • India
  • મોદી સરકારની વ્હારે ચઢ્યો આ પક્ષ, કહ્યું કે અમે થાંભલો બનીને ઉભા છીએ

મોદી સરકારની વ્હારે ચઢ્યો આ પક્ષ, કહ્યું કે અમે થાંભલો બનીને ઉભા છીએ

 | 1:29 pm IST

ટીડીપી અને વાઈએસઆર કૉંગ્રેસની તરફથી રજૂ કરાયેલ અવિશ્વાસ પ્રસ્તાવ પર એક વિપક્ષી દળ મોદી સરકારની વિરૂદ્ધ એકજૂથ થતી દેખાઇ રહી છે. આ બધાની વચ્ચે મોદી સરકારને એનડીએમાં તેની સહયોગી અકાલી દળથી મોટી રાહત મળી શકે છે. કેન્દ્રીય મંત્રી અને અકાલી નેત્રી હરસિમરત કૌર બાદલને ભાજપનો સાથ આપવાની જાહેરાત કરતાં કહ્યું કે અમારી પાર્ટી પૂરી મજબૂતીથી ભાજપની સાથે ઉભી છે. જો કે હવે અવિશ્વાસ પ્રસ્તાવ શુક્રવારની જગ્યાએ સોમવારે જ આવી શકશે. હોબાળાના લીધે લોકસભા સ્પીકરે અવિશ્વાસ પ્રસ્તાવની નોટિસને એ કહીને રદ કરી દીધી કે તેનો ત્યારે સ્વીકાર કરી શકાય છે જ્યારે ગૃહ વ્યવસ્થિત ચાલી રહ્યું હોય.

હરસિમરત કૌર બાદલે કહ્યું કે ભાજપ અને અમારું ગઠબંધન સૌથી જૂનું છે. દરેક સારા અને ખરાબ સમયમાં અમે એકબીજાની સાથે ઉભા રહીએ છીએ. અમારી વિચારધારામાં મોટું અંતર છે, તેમ છતાંય પંજાબના લોકોના હિત માટે અમે સાથે ઉભા છીએ. ખાસ કરીને એવા રાજ્યમાં જ્યાં પાકિસ્તાન હંમેશા અસ્થિરતા ફેલાવાની કોશિષમાં રહે છે.

કેન્દ્રીય મંત્રીએ કહ્યું કે ભાજપના વખાણ કરતાં કહ્યું કે 2014મા તેને અપાર બહુમતી મળી હતી, તેણે સરકારની રચના માટે અકાલી દળ જેવા નાના સહયોગી પક્ષોની જરૂર જ નહોતી. તેમ છતાંય તેમણે ગઠબંધનની સરકાર બનાવી. હરસિમરત કૌર એ કહ્યું કે તેલુગુ દેશમ પાર્ટીનું એનડીએથી અલગ થવું દુર્ભાગ્યપૂર્ણ છે. અવિશ્વાસ પ્રસ્તાવ પર ભલે ભાજપની પાસે પોતાના ગૃહમાં 273 ધારાસભ્ય છે, પરંતુ અકાલી દળની આ પ્રતિક્રિયા તેને મોટી રાહત આપનાપા છે.

અકાલી નેતાનું આ નિવેદન એવા સમયમાં ભાજપ માટે ખાસ અગત્યનું છે, જ્યારે શિવસેના પણ તેનાથી નારાજ ચાલી રહ્યું છે. આપને જણાવી દઇએ કે અવિશ્વાસ પ્રસ્તાવને લઇ શિવસેનાના સાંસદ સંજય રાઉત એ કહ્યું હતું કે અમારો પણ મોદી સરકાર સાથે મનમૂટાવ થઇ ચૂકયો છે. એવામાં એ અટકળો પણ લગાવામાં આવી રહી છે કે શિવસેનાની તરફથી અવિશ્વાસ પ્રસ્તાવના સમર્થનમાં વોટિંગ કરી શકાય છે.